Connect with us

SarkariYojna

વિદ્યાસહાયક ભરતી 2023 , ભરૂચ- નર્મદા આશ્રમશાળા ભરતી 2023 : વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Published

on

વિધાસહાયક અને શિક્ષણ સહાયક ભરતી 2023 , ભરૂચ- નર્મદા આશ્રમશાળા ભરતી 2023 : નર્મદા અને ભરૂચ જિલ્લામાં આવેલી આદિજાતિ વિષસ વિભાગ, ગુજરાત સરકાર અનુદાનિત નીચે મુજબની આશ્રમશાળાઓમાં વિદ્યાસહાયક અને શિક્ષણ સહાયકની સીધી ભરતી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ભરૂચ- નર્મદા આશ્રમશાળા ભરતી 2023

સંસ્થાનું નામભરૂચ- નર્મદા આશ્રમ શાળા
પોસ્ટનું નામવિદ્યાસહાયક / શિક્ષણસહાયક
કુલ જગ્યા68
છેલ્લી તારીખ જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 23/02/2023 )
અરજી મોડરજિસ્ટર એ.ડી.થી

પોસ્ટનું નામ

  • વિધાસહાયક

શૈક્ષણિક લાયકાત : આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી 2023

  • બી.એ, બી.એડ , બી.એસ.સી. બી.એડ ,પી.ટી.સી,

ઉંમર મર્યાદા

  • જાહેરાતમાં ઉલ્લેખિત નથી.

અરજી ફી

  • ત્યાં કોઈ અરજી ફી નથી.

ભરૂચ- નર્મદા આશ્રમશાળા ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?

  1. (ઉમેદવારે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ શિક્ષણસહાયક TAT- માધ્યમિક વિભાગ માટે અને વિદ્યાસહાયક માટે ધોરણ-૧ થી ૫ TET-1 અને ધોરણ-૬ થી ૮ માટે TET-2 ફરજિઆત પાસ કરેલ હોવા જોઇએ અને તેઓની પરીક્ષાની પરિણામની મુદત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવોની જોગવાઇ મુજબ રહેશે.
  2. અનામત જગ્યાઓ માટે જે-તે જાતિના ઉમેદવારે સક્ષમ અધિકારી દ્વારા સંબંધિત જાતિ માટે અપાયેલ જાતિના પ્રમાણપત્રની નકલ તથા નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) સામેલ રાખવાનાં રહેશે.
  3. જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સરકારશ્રીએ નિયત કર્યામુજબની રહેશે. પસંદગી સમિતિએ ઉમેદવારના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ પસંદ થયેલ ઉમેદવારને મદદનીશ કમિશ્નરશ્રી દ્વારા બહાલી મળ્યેથી સંસ્થા દ્વારા નિમણૂંક આપવામાં આવશે.
  4. પગારધોરણ : સરકારશ્રીની ફિક્સ પગારની નીતિ અનુસાર પાંચ વર્ષ માટે વિદ્યાસહાયકને રૂ.૧૯૯૫૦/- પ્રતિ માસ, ધો.-૯, ૧૦ ના શિક્ષણસહાયકને રૂ.૨૫,૦૦૦/- પ્રતિ માસ તથાધો.૧૧, ૧૨ ના શિક્ષણસહાયકને ૩,૨૬,૦૦૦/- પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂંક આપવામાં આવશે. સેવા સંતોષકારક જણાયેથી પાંચ વર્ષ બાદ નિયમિત પગારધોરણમાં સમાવવા વિચારણા માટે લેવામાં આવશે.નિયમિત નિમણૂંક મળ્યા બાદ ઉમેદવારને સરકારશ્રીની નવર્ધિત પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર થશે. સેવા સંતોષકારક ન જણાતા પાંચ વર્ષ પહેલા પણ એક માસની નોટિસથી સેવાનો અંત લાવી શકાશે.
  5. શૈક્ષણિક અને તાલીમી લાયકાત અનુક્રમે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તથા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા માન્ય સંસ્થામાંથી જ પાસ કરેલી હોવી જોઇશે. જેમના C.G.P.A. દર્શાવેલ છે. તેમણે કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી માર્ક્સનું પ્રમાણપત્ર રજૂ કરવું,
  6. અરજી કરવાના આખરી દિવસે ઉમેદવારની ઉંમર સરકારશ્રીએ ઠરાવ્યા મુજબની વયમર્યાદામાં હોવી જોઇએ.
  7. સરકારી કર્મચારી અથવા સરકારશ્રીનું અનુદાન મેળવતા બોર્ડ/કોર્પોરેશન/સંસ્થાના કર્મચારીએ નિમણૂક સત્તાધિકારીનું એન.ઓ.સી. (ના વાંધા પ્રમાણપત્ર) અરજીપત્ર સાથે સામેલ કરવાનું રહેશે.
  8. ઉમેદવારે ખોટી માહિતી રજૂ કરેલ હશે તો તેની અરજી આપોઆપ રદ થશે. તથા અધુરી વિગતવાળી અરજી ફાઇલે કરવામાં આવશે,
  9. સરકારશ્રીએ ઠરાવ્યા પ્રમાણે કોમ્પ્યૂટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ.
  10. મહિલા કર્મચારીએ ગૃહમાતા તથા પુરુષ કર્મચારીએ ગૃહપતિ તરીકેની ફરજ બજાવવાની હોઇ પ્રત્યેક કર્મચારીએ આશ્રમશાળામાં ૨૪ કલાક સ્થળ પર રહેવું ફરજિઆત છે. તેઓને સંસ્થા તરફથી રહેઠાણની સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે. સ્થળ પર નિવાસ ન કરતા કર્મચારીને શિસ્તભંગ બદલ ફરજમાંથી છૂટા કરવામાં આવશે.
  11. આદિજાતિ વિકાસ વિભાગ કે શિક્ષણ વિભાગે વખતોવખત નિયત કરેલ શિક્ષણ વિષયક સામાન્ય નિયમોનું કર્મચારીએ પાલન કરવાનું રહેશે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ,૧૯૪૯ તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણના નિયમો અને અધિનિયમ,૧૯૭૨ અને ૧૯૭૪ના સંબંધિત નિયમો પણ લાગુ પડશે.
  12. ઉપરોકત જાહેરાત અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારે તમામ પ્રમાણપત્રોની સ્વયંપ્રમાણિત નકલ તથા પાસપોર્ટ સાઇઝના બે ફોટા (જો વધારાની લાયકાત ધરાવતા હોય તો તે પણ) અરજી સાથે સામેલ રાખી જાહેરાત પ્રસિધ્ધ થયાથી દિન-૧૦ માં જે તે સંસ્થાનાં સરનામે મળી જાય તે રીતે ફક્ત RP.A.D. થી જ અરજી મોકલવાની રહેશે. તે પછીથી મળેલ અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહિં. અરજીના કવર પર લાલ પેનથી કઈ આશ્રમશાળા માટે અરજી કરેલ છે, તે દર્શાવવાનું રહેશે. એકથી વધુ આશ્રમશાળાઓની જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક ઉમેદવારે તમામ સંબંધિત સંસ્થામાં અલગ-અલગ કવરમાં અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા) ની કચેરી, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર રાજપીપળા જિ. નર્મદા-૩૯૩૧૪૫ને મોકલવાની રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

અરજી મોકલવાનું સરનામું :

  • ઉમેદવારોએ એકથી વધુ આશ્રમશાળાઓની જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક ઉમેદવારે તમામ સંબંધિત સંસ્થામાં અલગ-અલગ કવરમાં અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારે અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા) ની કચેરી, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર રાજપીપળા જિ. નર્મદા-૩૯૩૧૪૫

ભરૂચ- નર્મદા આશ્રમશાળા ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • 07/03/2023

મહત્વપૂર્ણ લિંક :

આશ્રમશાળામાં વિદ્યાસહાયક જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ભરૂચ- નર્મદા આશ્રમશાળા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

આશ્રમશાળા ભરૂચ- નર્મદા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 23/02/2023 ) છે.

ભરૂચ- નર્મદા આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે

 ભરૂચ- નર્મદા આશ્રમશાળા ભરતી 2023
ભરૂચ- નર્મદા આશ્રમશાળા ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending