Connect with us

SarkariYojna

Holika Dahan: ક્યારે છે હોળીકા દહન? 6 કે 7? નોંધી લો તારીખ અને જાણો કે હોળીકા દહન પર ભદ્રકાળનો સાયો કે કેમ

Published

on

Holika Dahan: હિંદુ ધર્મમાં હોળીનું વિશેષ મહત્ત્વ છે અને દેશભરના લોકો આ તહેવારની આતુરતાથી રાહ જુએ છે. હોળીની વિશેષતા એ છે કે માત્ર હિંદુઓ જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકો પણ તેને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ધૂળેટીના આગળના દિવસે હોળીકા દહન થાય છે જેને હોળી કહેવામાં આવે છે. દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે હોળીકા દહનનો તહેવાર ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે હોળીકા દહનની તારીખને લઈને લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે. તો ચાલો આજે તમારી મૂંઝવણ દૂર કરીએ અને જણાવીએ કે હોળીકા દહન કયા દિવસે થશે? 

હોલિકા દહન 2023ની તારીખ 

હિન્દુ કેલેન્ડર મુજબ, ફાગણ મહિનાની પૂર્ણિમાની તારીખ 6 માર્ચે સાંજે 4.18 વાગ્યે શરૂ થશે અને 7 માર્ચે સાંજે 6.10 વાગ્યે સમાપ્ત થશે.

When is Holika Dahan
When is Holika Dahan

હોળીકા દહન પર ભદ્રકાળનો સાયો 

હિંદુ ધર્મમાં, ભદ્રા સમયગાળા દરમિયાન કોઈ પૂજા કે શુભ કાર્ય કરવામાં આવતું નથી. શાસ્ત્રો અનુસાર હોલિકા દહન ભદ્રા વિના પૂર્ણિમાની રાત્રે જ કરવું જોઈએ અને હોળીકા દહનનો શુભ સમય પ્રદોષ કાળ છે. આ વખતે હોળીકા દહન 7 માર્ચે ઉજવવામાં આવશે. જ્યારે ભદ્રકાળની છાયા 6 માર્ચે સાંજે 4.48 વાગ્યે શરૂ થશે અને 7 માર્ચે સવારે 5.14 વાગ્યે સમાપ્ત થશે. એટલે કે આ વખતે હોળીકા દહનના દિવસે ભદ્રાનો પડછાયો નથી. 

હોળીકા દહનનો શુભ સમય 

તારીખ 06/03/2023ને સોમવાર સાંજે 6:53 કલાકે મીનીટે સુર્યાસ્ત પછીનું જ છે માટે કોઈ સંચય અને શંકાને સ્થાન જ નથી. ઘણા લોકો કહે છે કે તારીખ 07/03/2023ને મંગળવારના હોળીકા દહન કરવું પરંતુ તે યોગ્ય નથી કારણ કે હોળી રાતનો તહેવાર ગણાય અને એમાં પણ પૂનમ હોવી જરૂરી છે તો પુનમ સાંજે 04:18 મિનિટે પ્રારંભ થાય છે. સોમવારે સંપૂર્ણ રાત્રી દરમ્યાન પૂનમ છે. જયારે મંગળવારે સાંજે 06:09 મિનિટે એકમ થઇ જાય છે અને ત્યારે સુર્યાસ્ત 6:53 મિનિટે છે. (06/03/2023 સોમવાર હોળીકા દહન સાંજે 06:53 કલાકે ઉપવાસ, 07/03/2023 મંગળવાર પૂનમ પડતર દિવસ ઉપવાસ-વ્રતનો, 08/03/2023 બુધવાર ધૂળેટી)

નોંધ – Disclaimer : આ શુભ મુહૂર્તની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી સત્યતા તપાસી લેવી).

હોળી કઈ તારીખે છે? / ધૂળેટી કઈ તારીખે છે?

વર્ષ 2023માં હોળી ફાગણ મહિનાની પૂનમ એટલે કે 6/7-03-2023 તારીખે છે. મોટા તીર્થ સ્થળોની વાત કરીએ તો અમુક મંદિરે તારીખ 06/03/2023ના રોજ હોળીની ઉજવણી કરવામાં આવશે અને અમુક મંદિરે તારીખ 07/03/2023ના રોજ હોળી ઉજવવામાં આવશે. ધૂળેટીની ઉજવણી 07-03-2023ના રોજ કરવામાં આવશે.

હોળીનું મહત્વ

હોળી એટલે રંગોનો તહેવાર, ભારત સાથે અન્ય દેશોમાં પણ આ તહેવારની ધામધૂમથી ઉજવવામાં આવતો હિંદુ તહેવાર છે. હોળીને “દોલયાત્રા” કે “વસંતોત્સવ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ એટલે કે હોળી અને બીજા દિવસે ધૂળેટી તરીકે ઓળખવામાં આવે છે. હોળી ફાગણ મહિનાના પૂનમના દિવસે મનાવવામાં આવતો તહેવાર છે. હોળીના દિવસે સાંજે ગામના પાદર કે ગામના મુખ્ય ચોક અને શહેરમાં સોસાયટી જેવા સ્થાન પર છાણા, લાકડાની ગોઠવણી કરવામાં આવે છે, ગામના લોકો એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં (હોળીકા દહન) આવે છે અને લોકો તેની પ્રદક્ષિણા કરે છે આ દિવસે ખજુર, દાળિયા, ધાણી લોકો ખાવાનું રાખે છે. બીજા દિવસે ધૂળેટી એટલે કે રંગોનો તહેવાર ઉજવવામાં આવે છે.

Image Source : Gujarat Samachar New Paper ( Ahmedabad – Page No -2 )

હોળી સાથે જોડાયેલ વાતો

હોળી એ રંગોનો તહેવાર છે. હોળી સાથે આપડી પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે જેની વાત કરીએ તો 1) પ્રહલાદ અને હિરણ્યકશ્યપની કથા 2) રાધા અને કૃષ્ણની કથા 3) કૃષ્ણ અને પુતનાની કથા 4) શિવ પાર્વતીની કથા. આ બધી કથાઓ કૈકને કૈક હોળી તહેવાર સાથે જોડાયેલી છે તેવું લોકો માને છે.

નોંધ – Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. માહિતીએપ તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending