તમારે RTE Gujarat 2022-2023 ના એડમિશન માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમને અહીં જણાવવામાં આવશે તમારી પાસે મોબાઇલ છે તો પણ તમે તમારી જાતે ભરી શકો છો અને કોમ્પ્યુટર માં પણ ભરી શકો છો તેથી ચિંતા કરવાની જરૂર નથી.
RTE Gujarat 2022-2023 ના એડમિશન માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?
તો ચાલો શરુ કરીએ નીચે મુજબ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવવામાં આવી છે.
1) સૌપ્રથમ ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબ બ્રોઉઝર માં “https://rte.orpgujarat.com/” વેબસાઈટ ખોલો.

પછી તમારે જે ભાષામાં ફોર્મ ભરવું છે તે ભાષા સિલેક્ટ કરવાની રહેશે જેમકે ઇંગલિશ કે ગુજરાતી. ઉપર આપેલા ત્રણ લિટા તમને દેખાશે તેના ઉપરથી તમે સિલેક્ટ કરી શકશો.
2) હવે નીચે ત્રણ લીટા હશે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે અને ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે

3) પછી તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં નવી એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે.
4) નવી એપ્લિકેશન ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે. તો તમે જોઈ શકો છો કે ત્યાં “ફોર્મ એ” , “ફોર્મ બી” , “શાળા પસંદગી” , “અપલોડ ડોક્યુમેન્ટ” , “કન્ફર્મ” , “પ્રિન્ટ” અને “મોબાઈલ નંબર બદલો” જેવા ઓપ્શન જોવા મળશે

તેમાં તમને “ફોર્મ એ” એની બધી વિગતો ભરવાની રહેશે.
ફોર્મ એમાં બાળકનું નામ, અટક, માતાનું નામ, પિતાનું નામ બાળક ની પાસબુક, માતા કે પિતા ના મોબાઇલ નંબર અને ઈ-મેલ આઈડી પણ આપવાનું રહેશે.
જો બાળકનું બેંકમાં ખાતું ના હોય તો તેના માતા-પિતા નું કોઈપણ એક નું ખાતું તમે જોડી શકો છો પરંતુ તમારે બેંક ની બધી વિગત સાચી ભરવાની રહેશે તેમાં ભૂલ ના થવી જોઈએ કેમકે સરકાર દ્વારા જે પણ સ્કોલરશીપ બાળકને મળે તે ખાતામાં ડાયરેક્ટ જમા થઈ જશે.
આ બધી ફોર્મ એ ની વિગતો ભરાઈ ગયા પછી તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે
5) પછી તમારી સામે ફોર્મ બી નામનું પેજ ઓપન થશે જેમાં વાલીની વાર્ષિક આવક તમે કેટેગરી (જ્ઞાતિ) સિલેક્ટ કરવાની રહેશે અને બાળકને કયા માધ્યમમાં ભણાવવું છે અને તમારે તમારુ એડ્રેસ ભરવાનું રહેશે.

એડ્રેસ માટે બે ઓપ્શન છે તમે તમારુ એડ્રેસ જાતે પણ ભરી શકો છો અને બીજું ઓપ્શન એવો હોય છે કે મેપ આપેલો હોય તેમાંથી પણ તમે સિલેક્ટ કરી શકો છો. પરંતુ મેપમાં કરવા કરતા તમે તમારી જાતે એડ્રેસ લખો તો સારું રહેશે.

જો મેપ થી એડ્રેસ સિલેક્ટ કરો છો તો તમારે જે લાલ કલરનું ટપકું છે તે તમારા એડ્રેસ ઉપર લઈ જવાનું રહેશે
પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
આ પણ વાંચો- ગુજરાત આંગણવાડી ભરતી 2022
6) નેક્સ્ટ બટન પર ક્લિક કરતા જ તમારી સામે એક નવો પેજ ઓપન થશે જેમાં તમે અરજી કરેલ છે તેનો અરજી નંબર લખેલો હશે જે તમારે સાચવીને રાખવાનો રહેશે અને સાથે જન્મતારીખ પણ હશે

તેને સાચવવા માટે તમે તમારા મોબાઇલ અથવા કોમ્પ્યુટર માં સ્ક્રીન શોટ લઇ શકો છો.
તમારો અરજી નો નંબર ક્યારે કામ આવશે જ્યારે તમે ફોર્મ ભરતા વચ્ચે વેબસાઈટ બંધ થઈ જાય ત્યારે ફરીથી લોગીન કરી શકશો
ત્યાર બાદ next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે
7) ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં તમારે શાળા સિલેક્ટ કરવાની રહેશે. તમે ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ ગમે તેટલી શાળા સિલેક્ટ કરી શકો છો.

શાળા સિલેક્ટ કરવા માટે તમારા જે એડ્રેસ તમે લખેલું હશે તેની નજીકની બધી શાળા તમને દેખાડવામાં આવશે પરંતુ તમે શાળા સર્ચ પણ કરી શકો છો અને શાળાને સિલેક્ટ કરવા માટે પ્લસ ➕ નું ઓપ્શન હશે તે ક્લિક કરવાનું રહેશે
અને ભૂલથી થઈ ગયેલી શાળા તમે ડિલીટ પણ કરી શકો છો અને તમે શાળા નો ક્રમ પણ બદલી શકો છો ઉપર અને નીચે આપેલા એરો દ્વારા. શાળા સિલેક્ટ થઇ ગયા પછી next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
8) પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે

RTE Gujarat 2022-2023 માટે ડોક્યુમેન્ટ નું લીસ્ટ નીચે મુજબ છે.
- બાળકના પાસપોર્ટ સાઈઝનો ફોટો
- બાળકનું જન્મનું પ્રમાણપત્ર
- એડ્રેસ પ્રુફ
- વાલીના આવકનો દાખલો
- વાલીના જાતિનો દાખલો
- માતા-પિતા કે વાલીની સાઈન
ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો
- અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા .
- ઝાંખી અથવા વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો ફોર્મ રીજેક્ટ કરવામાં આવશે .
- ડોક્યુમેન્ટ ની સાઈઝ 450KB થી વધારે હોવી જોઈએ નહિ .
- જો ભાડા – કરાર ( રજીસ્ટર્ડ ) હોય તો એક કરતા વધારે પેજ PDF ફોર્મેટમ અપલોડ કરવા જેની સાઈઝ 5 MB થી નાની રાખવી .
- ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેના ના ફોર્મેટ : jpg , jpeg , png , pdf.
ડોક્યુમેન્ટ અપલોડ થઇ ગયા બાદ તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે
9) ત્યારબાદ તમારી અરજી કન્ફર્મ કરવાની રહેશે જેનાથી તમે તમારી અરજી ને એક આગળ અધિકારી પાસે મોકલશો કે બધી વિગતો વેરીફાઈ કરશે અને તમારા ફોર્મ નો સ્વીકાર કરશે.
એક વખત અરજી કન્ફર્મ કર્યા બાદ તમે તે અરજીમાં કોઈ પણ ફેર બદલાવ કરી શકશો નહીં.અને તમને એવું લાગતું હોય કે અરજી માં કાંઈ ભૂલ રહી ગઈ છે તો તમે બીજી અરજી કરી શકો છો પરંતુ પહેલા કરેલી અરજી માન્ય ગણાશે નહીં.
અરજી કન્ફર્મ કર્યા બાદ તમારે તમારી અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે.
અત્યારના કોરાના મહામારી ના લીધે તમારે અરજી ક્યાંય પણ મોકલવાની કે જમા કરવાની રહેશે નહીં.
થોડા જ દિવસમાં જો તમારી બધી જ વિગત અને ડોક્યુમેન્ટ પુરા અને સાચા હશે તો જ તમારી અરજી કન્ફર્મ થઈ જશે અને તમને મેસેજ આવશે એ તમારા બાળકનું સીલેક્શન થઈ ગયું છે. અને પછી તમારે કઈ શાળા આવી છે તે પણ તમને મેસેજ આવી જશે જે તમારા મોબાઈલ નંબર રજીસ્ટર કરેલ હશે તેમાં.
RTE Gujarat 2022-2023 હેઠળ એડમિશન મળી ગયા પછી તમારે કોઈપણ જાતના પૈસા શાળાએ ભરવાના થતા નથી. જે પણ ખર્ચો હોય છે શાળાનું એ સરકાર શાળાને ચૂકવી આપે છે. અને દર વર્ષે શાળાના પુસ્તક યુનિફોર્મ અને બીજી કોઈ નાની મોટી વસ્તુ નો ખર્ચો પણ સરકાર દ્વારા સ્કોલરશીપ ના રૂપમાં આપવામાં આવશે. તે સ્કોલરશીપ સુધી તમારા ખાતામાં જમા થઈ જશે
ફોર્મ ભરવા માટે | Click Here |
માહિતી એપ હોમ પેજ | Click Here |
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.