SarkariYojna
આ 10 ઔષધી ઘરે જ વાવી દો, આખા ચોમાસામાં દવાખાને જવાનું નહિ રહે
ભારતમાં પ્રાચીનકાળથી આયુર્વેદનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો આવ્યો છે, જયારે આધુનિક વિજ્ઞાનનો વિકાસ એટલો બધો થયો ન તો ત્યારથી ઔષધીનો ઉપયોગ થઇ રહ્યો છે. ટૂંક સમયમાં ચોમાસું શરુ થવાનું છે. ચોમાસામાં ઘણાબધા એવા ઔષધીય છોડ હોય છે કે જે આપણે ઘર આંગણે ઉગાડી શકીએ છીએ. તો અહી તમને એવી ઔષધી વિષે બતાવીશું કે તમે ઘરે પણ તેનો ઉછેર કરી શકો.
ઘણા એવા પણ ઔષધીય છોડ હોય છે કે જેનો ઉપયોગ કરવાથી તેમજ તેની સુંગંધનાં કારણે અનેક પરોપજીવીનો દૂર રહે છે તેમજ રોગો ફેલાવતા નથી. તુલસીના છોડની સુગંધથી મચ્છરો દૂર રહે છે જ્યારે મરવા જેવા છોડની નજીક સાપ, જેવા જીવજંતુઓ ઘરમાં આવતા નથી. આમ છોડ જો ઘરમાં ઉગાડવામાં અનેક સમસ્યાઓમાંથી બચ શકાય છે.
આ 10 ઔષધી ઘરે જ વાવી દો, આખા ચોમાસામાં દવાખાને જવાનું નહિ રહે
બીલી: ખાસ કરીને બીલીનું વૃક્ષ શિવજીના મંદિરની આસપાસ જોવા મળે છે. જ્યારે ભોળાનાથને પૂજામાં આ વૃક્ષના પાંદડા ચડાવવામાં આવે છે, જેંથી પૂજામાં પુષ્કળ વપરાય છે. પરંતુ આ છોડનાં ફળનો ઉપયોગ ડાયાબીટીસને કન્ટ્રોલ કરવામાં થઇ શકે છે. જયારે શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય, ત્યારે આ બીલીના ફળમાંથી સરબત બનાવીને પીવામાં આવે તો ડાયાબીટીસ કન્ટ્રોલમાં આવી જાય છે.
આ પણ વાંચો- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 , જીતો 25 કરોડના ઇનામો
તુલસી : આપણી સંસ્કૃતિમાં તુલસી એક પૂજનીય છોડ છે, જે દરેક ઘરે જોવા મળે છે. આ છોડની ધાર્મિક મહત્વ તો છે જ સાથે તેનું ઔષધીય મહત્વ પણ અનેક ગણું છે. જે લગભગ મોટા ભાગના રોગમાં ઉપયોગી થાય છે. આ છોડનો ઉપયોગ કરવાથી શરીર નાની મોટી અનેક બીમારીઓથી બચી શકાય છે. જયારે આ છોડ ઘરે જ ઉગાડવામાં આવે તો જયારે શરદી, ઉધરસ વગેરે જેવા રોગો થાય તો તાત્કાલિક તેનો ઉપયોગ થઈ શકે છે. જયારે તેના પાનને ઉકાળામાં નાખીને, તેનો ઉકાળો બનાવીને તથા તેની પેસ્ટ બનાવીને વાપરવામાં આવે તો શરીરમાં ખુબ જ મોટો લાભ મળે છે. ખાસ કરીને તુલસી તાવ અને લીવરની સ્વછતા અને ડીટોક્સ કરવા માટે ઉપયોગી છે.
નગોડ: નગોડ શરીરની નસોના દુખાવા મટાડે છે. નગોડ ગામડાઓમાં ઘણી જગ્યાએ બાગ, બગીચાઓમાં જોવા મળે છે. જેને તમારે ઘરે ઉગાડી લેવી જોઈએ. આ નગોડ નામની વનસ્પતિ ખાસ કરીને વાના રોગની તમામ પ્રકારની બીમારીને ઠીક કરે છે, જેમાં વાત શામક ગુણ રહેલા છે. જે વાયુના રોગને ઠીક કરે છે.
ચણોઠી: ચણોઠી એક એક ઔષધી છે, જે ગરમ સ્વભાવ ધરાવે છે, જેનો ઉપયોગ ગામડાના લોકો જાણતા હોય છે. જો કે એક પ્રકારે ઝેરી ગુણ પણ ધરાવે છે. જયારે તેના બીજને બાફીને ગરમ કરીને ઉપયોગ કરવામાં આવે ત્યારે તેમાં અનેક ચમત્કારિક ઔષધીય ગુણો રહેલા છે. આ રીતે તેનો ઉપયોગ કરવાથી શરીરમાં મોઢામાં પડેલી ચાંદીને મટાડવામાં આ એક રામબાણ ઔષધી છે. આ ચણોથી દેશી ઓસડીયા વાળાની દુકાનેથી પણ મળી રહે છે. જ્યાંથી તે લાવીને તેના બીજ ઉગાડવામાં આવે તો ઘરે જ ઉગી શકે છે, જેના પર લાલ કલરના બીજ આવે છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. આ ચણોઠીનાં પાન ચાવવાથી ચણોથી મોઢાની અંદરના રોગ મટાડે છે
ફુદીનો: ફુદીનો ઘણી જગ્યાએ શાકભાજી વાળાની દુકાને જોવા મળે છે. જેનો ખાસ કરીને ચટણી બનાવવામાં ઉપયોગ થાય છે. આ ફુદીના પાંદડાનો રસ કાઢીને પીવાથી શરીરમાં પાચન સંબંધી કબજિયાત, ઝાડા, ગેસ, આફરો, વાયુ જેવી સમસ્યાઓ થતી નથી, ફુદીનો પાચન શક્તિ વધારે છે અને ખોરાકનું વ્યવસ્થીત પાચન કરે છે.
આ પણ વાંચો- મફત છત્રી સહાય યોજના 2022, ઓનલાઈન અરજી
સરગવો: સરગવો એક પ્રકારની શાકભાજી છે. જેની શીંગોનો ઉપયોગ શાકભાજીમાં થાય છે. આ જેના લીધે શરીરમાં ઘણા રોગોથી આપણું શરીર બચી શકે છે. જો કે આ આયુર્વેદમ આ સરગવાની છાલ, પાંદડા, મૂળ, ફૂલ વગેરેનો અદભૂત ઉપયોગ આપવામાં આવ્યો છે. આ એવી વનસ્પતિ છે કે જેના બધા જ અંગોનો ઉપયોગ કરીને લગભગ 300થી વધારે પ્રકારના રોગોને ઠીક કરી શકાય છે. આ માટે જો તમારા ઘરે જ આ સરગવો ઉગાડવામાં આવે તો તમે સીધો જ તેના બધા જ અંગોનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે સરસવાની પાકેલી ડાળખી લાવીને તેને ઘરે જ ખુતાડી દેવામાં આવે તો અને તેને નિયમિત પાણી પાવામાં આવે તો તેમાંથી આ સરગવાની વૃક્ષ બની જાય છે. જેનાથી તમે ભરપૂર ઔષધીય લાભ મેળવી શકો છો.
અરડૂસી: અરડૂસી એક ખુબ જ ઉપયોગી છોડ છે, જે તમારા શરીરમાં રહેલી શરદીં, ઉધરસ અને કફ માટે રામબાણ માનવામાં આવે છે, જેનો ઘરેલું ઉપચાર થઇ શકે તે માટે આ છોડને તમારા ઘર આંગણે જ તેને ઉગાડી લેવો જોઈએ. તે કફ નાશક ગુણ ધરાવે છે, જેથી અરડૂસી શરદી અને કફ તેમજ ઉધરસમાં ઉપયોગી છે.
મીઠો લીમડો: મીઠો લીમડો ચામડીના રોગ અને વાળ માટે ઉપયોગી છે. આપણે જાની છીએ કે મીઠો રોજબરોજ દાળ ભાત અને કઢીમાં તેમજ અન્ય ખોરાકના વઘારમાં લીમડાનો ઉપયોગ થાય છે. આ માટે જો તમારે લીમડાને ઘરે જ ઉગાડી લેવો જોઈએ, જેથી વારંવાર બહારથી લાવવો ન પડે. જેનો ખોરાકમાં ઉપયોગથી અનેક ફાયદાઓ મળે છે. આ સિવાય તમે જો આ છોડને ઉપયોગમાં લેવામાં આવે તો ચામડીના રોગ અને વાળની સમસ્યા પણ મટે છે. મીઠા લીમડાનું તેલ અને મીઠા લીમડાનો રસ માથામાં પડતી ટાલ અને વાળને સફેદ થતા અટકાવવામાં ઉપયોગી છે.
આમ, આપણને અવાનવાર જોવા મળતી બીમારીઓથી બચવું હોય તો આવા છોડ તમારા ઘર આંગણે વાવી દેવા જોઈએ. આ છોડ જો તમે ઘરે જ ઉગાડી દેશો તો નાની મોટી બીમારીઓમાં તમારે દવા ખાવાની જરૂર નહિ પડે, એક પ્રકારે ખોરાકમાં ઉપયોગ થશે, દવામાં પણ ઉપયોગ થશે અને સાથે આજુબાજુના વાતાવરણને પણ તે સુરક્ષિત રાખવામાં ઉપયોગી થશે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in