Connect with us

SarkariYojna

Talati Exam Date : 7મી મેના રોજ પરીક્ષા યોજાશે તલાટીની પરીક્ષા, ઉમેદવારોએ પહેલા કન્ફર્મેશન આપવું પડશે

Published

on

Talati Exam Date : તલાટીની પરીક્ષાની તારીખ જાહેર : રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે તલાટીની પરીક્ષાની તારીખને લઈ મહત્વની જાહેરાત કરી છે. તલાટીની પરીક્ષાની તારીખ પાછી ઠેલાઇ છે, આગામી 30 એપ્રિલેનાં રોજ પરીક્ષા લેવાની હતી જે હવે 7મી મેના રોજ લેવાશે. તલાટીની પરિક્ષાની તારીખમા ફેરફાર કરવામાં આવ્યો છે.

તલાટીની પરીક્ષાની તારીખ જાહેર

7 મેના રોજ તલાટીની પરીક્ષા : સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારનો નવો નિર્ણય, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે

ઋષિકેશ પટેલે શું કહ્યું

પરીક્ષા કેન્દ્રો ન મળતા તલાટીની પરીક્ષા પાછી ઠેલાઇ છે. તલાટીની પરીક્ષા માટે કન્ફર્મેશન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કન્ફર્મેશન ન આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં તેમજ સંસાધનનો ખોટો ઉપયોગ થાય છે અને પેપર સહિતની સામગ્રી બગડે છે

7મી મેના રોજ પરીક્ષા યોજાશે તલાટીની પરીક્ષા

શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું હતું અને તેમણે જણાવ્યું હતુ કે, એપ્રિલ મહિનામાં જ પરીક્ષા યોજવાનું આયોજન છે. જે બાદ આજે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે તારીખ જાહેર કરતા જણાવ્યું કે, 7મી મેના રોજ પરીક્ષા યોજાશે

Trending