google news

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 : ધોરણ 1 માં વિનામૂલ્યે પ્રવેશની જાહેરાત, વાંચો દસ્તાવેજો માહિતી

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 : ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળામાં વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ ૧ જૂન-૨૦૨૪નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે. અમે RTE Admission 2024 વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરીશું.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે.

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024

યોજનાનુ નામRTE Admission 2024
યોજનાનો લાભધોરણ 1 મા ખાનગી શાળામા પ્રવેશ
છેલ્લી તારીખ26/03/2024
અરજી ફોર્મ ઓનલાઇન
લાયકાત૧ જૂન-૨૦૨૪નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય
ઓફિશિયલ વેબસાઇટhttps://rte.orpgujarat.com

સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન  વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. 

RTE એડમિશન ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજો

ક્રમદસ્તાવેજનું નામમાન્ય આધાર-પુરાવાની વિગત
1રહેઠાણ નો પુરાવો– આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/ 
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
– જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્‍ય ગણવામાં આવશે. 
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
2વાલીનું જાતીનું પ્રમાણપત્રમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
3જન્મનું પ્રમાણપત્રગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
4ફોટોગ્રાફપાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
5વાલીની આવકનું પ્રમાણપત્રઆવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્‍ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો જ માન્ય ગણાશે.
6બીપીએલ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.
7વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
8અનાથ બાળકજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
9સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળકજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
10બાલગૃહ ના બાળકોજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
11બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકોજે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
12સેરેબ્રલી પાલ્સી વાળા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
13ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
14(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
15શહીદ થયેલ જવાનના બાળકોસંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
16સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટેગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
17સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકોસરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS  વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો  પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે
18બાળકનું આધારકાર્ડબાળકના આધારકાર્ડની નકલ​
19વાલીનું આધારકાર્ડવાલીના આધારકાર્ડની નકલ​
20બેંકની વિગતોબાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
21સેલ્ફ ડિક્લેરેશનપાન કાર્ડ(PAN  CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN  CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું  આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.

RTE એડમિશન કાર્યક્રમ 2024

પ્રક્રિયાઓઅપેક્ષિત તારીખો
નોટિફિકેશન ની તારીખ 07/03/2024
RTE Gujarat અરજી કરવાની શરૂઆત ની તારીખ14/03/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26/03/2024

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

RTE એડમિશન ફોર્મ ભરવા માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરશો ?

ગુજરાત RTE એડમિશન ફોર્મ ભરવા માટે તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરવાની જરૂર પડશે.

  • પ્રથમ, અહીં આપેલ ઓફિશિયલ વેબસાઇટ લિંકની મુલાકાત લો
  • તમે ઓનલાઈન અરજી પર ક્લિક કરશો તમે RTE Gujarat ના સત્તાવાર વેબપેજ પર પહોચશો.
  • પછી તમારે નવી એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે
  • હવે આવેલ ફોર્મ માં બાળકની માહિતી ભરવાની રહેશે
  • ત્યાર બાદ ફોર્મ માં માંગેલ જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  • હવે તમે ભરેલ ફોર્મ ની PDF ફાઈલ ડાઉનલોડ કરવાની રહેશે, આ રીતે તમારું ફોર્મ ભરાય જશે

RTE પ્રવેશ જાહેરાત 2024 મહત્વપૂર્ણ લિંક :

સત્તાવાર વેબસાઇટhttps://rte.orpgujarat.com/
RTE પ્રવેશ 2024 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
RTE પ્રવેશપત્ર ડાઉનલોડ કરો / જુઓઅહીં ક્લિક કરો
RTE પ્રવેશ ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજોઅહીં ક્લિક કરો
RTE પ્રવેશ ફોર્મ માં અપલોડ કરવાના ડોક્યુમેન્ટ લીસ્ટઅહીં ક્લિક કર
શાળા નું લીસ્ટ ચેક કરવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

RTE એડમિશન 2024 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

RTE Admission 2024 Official Website https://rte.orpgujarat.com/

RTE પ્રવેશ 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

RTE એડમિશન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26 માર્ચ 2024 છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો