SarkariYojna
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે 400 એકરમાં 45 પ્લોટમાં નિઃશુલ્ક પાર્કિંગ, 43 હજાર વાહન પાર્ક થઈ શકે છે
ઓગણજ નજીક પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ત્યારે એસ.પી. રિંગરોડ પર ઓગણજ સર્કલથી ભાડજ સર્કલ સુધી અનેક સ્વયંસેવકો ટ્રાફિકનું નિયમન કરતા જોવા મળે છે. આ સ્વયંસેવકો મુલાકાતીઓને માર્ગદર્શન કરવાની સાથે પોલીસ સાથે મળી ખડેપગે ટ્રાફિક સેવામાં ફરજ બજાવી રહ્યા છે. મહોત્સવમાં ટ્રાફિક સંચાલન, ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ વિભાગમાં મળી કુલ 4 હજાર જેટલા સ્વયંસેવકો સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી અને બપોરે 2 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી એમ બે શીફ્ટમાં સેવા આપી રહ્યા છે. નગરમાં આવતા દર્શનાર્થીઓ તેમ જ અન્ય મહાનુભાવોને પાર્કિંગની સમસ્યા ન થાય તે માટે 400 એકર જમીનમાં 45 જેટલા પ્લોટમાં નિઃશુલ્ક પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે, જેમાં ટાઉન પ્લાનિંગ સ્ક્રીમના રસ્તાઓનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે 400 એકરમાં 45 પ્લોટમાં નિઃશુલ્ક પાર્કિંગ
પ્રમુખસ્વામીનગર પાસે આશરે 43 હજાર વાહનો પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા મુજબ પાર્કિંગ ગ્રાઉન્ડ બનાવ્યા છે. લક્ઝરી બસ, એસટી અને AMTS બસ, કાર, ટુ-વ્હીલર માટે અલગ-અલગ પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવએ જણાવ્યું કે, પ્રમુખસ્વામીજીના અનુયાયીઓ સ્વયંશિસ્તમાં માનનારા છે એટલે અમારા માટે કાર્ય થોડું સરળ થયું છે. ટ્રાફિક નિયમનની વ્યવસ્થા ખરેખર અદભૂત છે. અમારા માટે આ મહોત્સવ પડકાર અને અભ્યાસનો વિષય છે. શતાબ્દી મહોત્સવમાં સ્વયંસેવક તરીકે એક હજાર જેટલા વિદેશી નાગરિક પણ છે. નગરમાં વિદેશી હરિભક્તોને માર્ગદર્શન આપવા ઈન્ટરનેશનલ રિસેપ્શન સેન્ટર (આઈઆરસી) શરૂ કરાયું છે, જેમાં એક ઈગ્લેન્ડનો યુવક થોમસ અવાડ છે. સ્વામિનાયારણ સંપ્રદાયના સંપર્કમાં આવતા તેણે વિધિવત હિન્દુ ધર્મ સ્વીકારી 2017માં સંસ્થાનો અનુયાયી બન્યો હતો.
આ પણ વાંચો : ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
43 હજાર વાહન પાર્ક થઈ શકે છે
થોમસ કેમ્બ્રિજ યુનિ.નો વિદ્યાર્થી છે. થોમસ 8 વર્ષનો હતો ત્યારે પ્રથમવખત રામાયણ, મહાભારત, હિંદુઈઝમ વિશે જાણી તે પ્રભાવિત થયો હતો. પ્રમુખસ્વામી મહારાજથી પ્રભાવિત થઈને તેઓએ દીક્ષા લીધી. થોમસ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, ફ્રેંચ સહિત 7 જેટલી ભાષાનું જ્ઞાન ધરાવે છે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in