Connect with us

SarkariYojna

કાંકરિયા કાર્નિવલમા એન્ટ્રી માટે કોઈ ફી રાખવામા આવી ના હોવાથી 6 દિવસમાં 10 લાખથી વધુ લોકો ઉમટ્યા, આજે છેલ્લો દિવસ

Published

on

શહેરના કાંકરીયા લેકફ્રન્ટ ખાતે ત્રણ વર્ષ બાદ કાર્નિવલનું આયોજન કરવામા આવ્યુ છે.૩૦ ડીસેમ્બર સુધીમા બાર લાખથી પણ વધુ લોકો વિવિધ કાર્યક્રમ જોવા ઉમટી પડયા હતા. દરમિયાન કાર્નિવલમા ગુમ થયેલા પચ્ચીસ બાળકોને પોલીસ મદદથી માતા-પિતા સાથે મેળાપ કરાવવામા આવ્યો હતો. ત્રણ વર્ષ બાદ કાંકરીયા ખાતે આયોજીત કરવામા આવેલા કાર્નિવલમા સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત લોક ડાયરા,હાસ્ય દરબારની સાથે બોલીવુડ સહિતના સંગીતના કાર્યક્રમની સાથે લેકફ્રન્ટ પરિસરમા આવેલા ઝૂ,નોટરનલ ઝૂ, કિડસ સીટી,ટોય ટ્રેન સહિતના આકર્ષણોએ મુલાકાતીઓમાં આકર્ષણ જમાવ્યુ છે.

કાર્નિવલમા ૩૦ ડીસેમ્બરે શનિવાર હોવાથી મોટી સંખ્યામા મુલાકાતીઓ ઉમટી પડયા હતા.કાર્નિવલમા એન્ટ્રી માટે કોઈ ફી રાખવામા આવી ના હોવાથી તેમજ રવિવારે કાર્નિવલનો અંતિમ દિવસ હોઈ મોટી સંખ્યામા લોકો ઉમટી પડે તેવી સંભાવનાછે.રીક્રીએશન કમિટીના ચેરમેન રાજેશ દવેના કહેવા પ્રમાણે, આ વર્ષે ૩૦ ડીસેમ્બર સુધીમા દસ લાખથી વધુ લોકોએ કાર્નિવલની મુલાકાત લીધી છે.કાર્નિવલની સમાપ્તિના સમયે મુલાકાતીઓની સંખ્યા બાર લાખથી પણ વધવાની સંભાવના છે.ત્રણ વર્ષ અગાઉ લેકફ્રન્ટ ખાતે યોજવામા આવેલા કાર્નિવલમાં પણ બાર લાખથી વધુ મુલાકાતીઓ ઉમટી પડયા હતા. કોરોના સંક્રમણની ભીતી વચ્ચે આ વર્ષે૨૫ ડીસેમ્બરથી શરુ કરવામા આવેલા કાર્નિવલ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પાંચ લાખ જેટલા માસ્કનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.આ ઉપરાંત સોથી વધુ વોલિયન્ટર્સને સેનિટાઈઝેશન સહિતની કામગીરી સોંપવામા આવી હતી.

Over 1 million people turn up in Kankaria Carnival
Over 1 million people turn up in Kankaria Carnival

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending