google news

શું ઓલાની ઇલેક્ટ્રિક કાર સેડાન હશે? ભાવિશ અગ્રવાલે કર્યો ઇશારો

શું ઓલાની ઇલેક્ટ્રિક કાર સેડાન હશે? ઓલા ઇલેક્ટ્રિક ફોર વ્હીલર સેગમેન્ટમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. કંપની ટૂંક સમયમાં પોતાની પહેલી કારની જાહેરાત કરી શકે છે. કંપનીના સીઈઓ ભાવિશ અગ્રવાલે એક વીડિયો શેર કરીને ઓલાની પહેલી કારનું ટીઝર રિલીઝ કર્યું છે. ઓલાએ તેના S1 ઇલેક્ટ્રિક સ્કૂટરને લોન્ચ કર્યા ત્યારથી જ સ્થાનિક EV સેગમેન્ટ પર નજર રાખી છે. કંપનીએ થોડા સમય પહેલા ફોર વ્હીલર પ્રોજેક્ટ માટે 3 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાના સંકેત આપ્યા હતા. હવે સીઈઓ ભાવિશ અગ્રવાલે એક ડગલું આગળ વધીને ઓલા કારની ઝલક બતાવી છે.

કંપનીના સીઈઓ ભાવિશ અગ્રવાલે એક વીડિયો શેર કરીને ઓલાની પહેલી કારનું ટીઝર રિલીઝ કર્યું છે. ઓલાએ તેના S1 ઇલેક્ટ્રિક સ્કૂટરને લોન્ચ કર્યું ત્યારથી જ લોકલ EV સેગમેન્ટ પર તેમની નજર છે.

સ્પોર્ટી સેડાન એન્ટ્રી થઈ શકે છે એન્ટ્રી

ભાવિશ અગ્રવાલે ટ્વીટ કરીને વીડિયો શેર કર્યો અને લખ્યું કે અમે ભારતની અત્યાર સુધીની સૌથી સ્પોર્ટી કાર બનાવવાના છીએ.

ટીઝર વીડિયો પ્રમાણે ઓલા ઇલેક્ટ્રિક સ્પોર્ટી સેડાન કાર સાથે ફોર વ્હીલર માર્કેટમાં પ્રવેશ કરી શકે છે. જો કે, કંપનીએ હજુ સુધી તેની આગામી કાર વિશે વધુ માહિતી શેર કરી નથી.

લાંબી ડ્રાઈવિંગ રેન્જની હોઈ શકે છે કાર

ગયા મહિને ભાવિશ અગ્રવાલે તમિલનાડુમાં ઓલા ફ્યુચરફેક્ટરી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેના ભાવિ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. ઓલા ઈલેક્ટ્રિકના સીઈઓએ કહ્યું હતું કે કાર વિશે વધુ વિગતો 15 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. અહેવાલો અનુસાર ઓલાની ઇલેક્ટ્રિક કાર લાંબી ડ્રાઇવિંગ રેન્જ માટે 70-80 kWh કેપેસિટીના બેટરી પેક સાથે આવશે.

ત્રણ કાર લાવવાની તૈયારી

કંપની 2023 ના અંત સુધીમાં તેની ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ કરી શકે છે. ઓલા ઇલેક્ટ્રિક સ્પોર્ટી સેડાન, એસયુવી અને હેચબેક સાથે ફોર વ્હીલર માર્કેટમાં પ્રવેશ કરી શકે છે. જો કે અત્યાર સુધી રિલીઝ થયેલા ટીઝર મુજબ ઓલાની પહેલી કાર સેડાન સેગમેન્ટમાં આવી શકે છે. વિડિયોમાં LED લાઇટિંગનો ઉપયોગ કરીને બતાવવામાં આવેલી કારની ડિઝાઇન સેડાન જેવી જ દેખાય છે.

જુઓ ટવિટ

ફેક્ટરી 500 એકરમાં ફેલાયેલી

ઓલાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પોચમપલ્લી શહેરમાં 500 એકરમાં ફેલાયેલો છે. કંપનીએ આ ફેક્ટરીમાં ઓલા સેલ્ફ ડ્રાઈવિંગ કાર્ટ પણ પ્રદર્શિત કર્યું છે. આ સેલ્ફ-ડ્રાઇવિંગ કાર્ટ LiDAR એટલે કે લાઇટ ડિટેક્શન અને રેન્જિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. કંપની આ કાર્ટને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરવા જઈ રહી છે. આ કાર્ટ હોસ્પિટલ, મોલ અને ઓફિસ વગેરેમાં યુઝ કરી શકાય છે.

ગયા મહિને ઓલા સ્કૂટરના સેલમાં ઘટાડો નોંધાયો હતો. ઓલા ઈલેક્ટ્રિકના વાહન રજીસ્ટ્રેશન નંબરમાં મહિને મહિને મોટો ઘટાડો જોવા મળ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગની અનેક ઘટનાઓને કારણે કસ્ટમર ઓલા સ્કૂટર પરચેઝ કરવામાં ડરી ગયા છે. જેના કારણે કંપનીને મોટો ફટકો પડ્યો છે.  

મહત્વપૂર્ણ લિંક

એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
શું ઓલાની ઇલેક્ટ્રિક કાર સેડાન હશે?
શું ઓલાની ઇલેક્ટ્રિક કાર સેડાન હશે?
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો