--ADVERTISEMENT--

ધંધો-રોજગાર શરૂ કરવા માટે લોન, રાજકોટ મહાનગરપાલિકા બેંક મારફતે 2 લાખ સુધીની આપશે લોન

ધંધો-રોજગાર શરૂ કરવા માટે લોન
--ADVERTISEMENT--

ધંધો-રોજગાર શરૂ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બેંકો મારફતે રૂ.૨ (બે) લાખ સુધીની લોન. એન.યુ.એલ.એમ બેંકેબલ યોજના માં ૭% ઉપરના વ્યાજની સબસીડી

--ADVERTISEMENT--

ધંધો-રોજગાર શરૂ કરવા માટે લોન

રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્મુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વ. રોજગાર બેંકેબલ યોજના (SEP.I) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ.૨,૦૦,૦૦૦/- ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવાપાત્ર છે

એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજના

આ યોજનાના લાભાર્થીને ૭%થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ. કાર્ડ, બી.પી.એલ., રેશનકાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ, અનુ.જનજાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે.

--ADVERTISEMENT--

લોનમાં ૭%થી ઉપરના વ્યાજની સબસીડી

ભારત સરકારશ્રી પુરસ્કૃત આ યોજનામાં શહેરી ગરીબોને ધંધા રોજગાર શરુ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં ૭%થી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો ૫ વર્ષથી ૭ વર્ષ રહેશે.

એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજના જરૂરી પ્રમાણપત્રો

Join WhatsApp

Join Now

Leave a Comment