--ADVERTISEMENT--

આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક છે કે નહીં; આધાર કાર્ડ માં ક્યો નંબર લિંક છે, આવી રીતે ચેક કરો ઓનલાઇન

--ADVERTISEMENT--

આપણી પાસે ઘણા સરકારી કાર્ડ હોય છે, જેમ કે પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ, અને આધાર કાર્ડ આ તમામ ડોક્યુમેન્ટ માં આપણે મોબાઇલ નંબર લિંક કરતા હોઈએ છીએ, જ્યારે આપણે અમુક વખત ભુલાઈ જતું હોય છે કે આપનો મોબાઇલ નંબર ક્યો લિંક છે, જેમાં આજે આપને આધાર કાર્ડમાં મોબાઇલ નંબર લિંક છે કે નહીં તે ચેક કરીશું. ખાસ તો આધાર કાર્ડ માં મોબાઇલ નંબર લિંક હોય તો આપણું કામ સરળ થઈ જાય છે જેમ કે ઓનલાઇન બેંક ખાતું ખોલવું, પાન કાર્ડ અરજી કરવી, પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરવી આ બધા કામો આપણે ઘર બેઠા કરી શકીએ આધાર કાર્ડમાં મોબાઇલ નંબર લિંક હોય તો. તો ચાલો સમજીએ કેવી રીતે ચેક કરવું.

--ADVERTISEMENT--

આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક કરવાના ફાયદો

  • આધાર કાર્ડમાં મોબાઇલ નંબર લિંક કરવાથી આપણું કામ એકદમ સરળ બની જાય છે.
  • વર્ષ ના અંતે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે વેરિફિકેશન માં જરૂર પડે છે.
  • આપણા આધાર કાર્ડના ઉપયોગની ગતિવિધિ પર નજર રાખી શકીએ, જેમ કે કયા વપરાશ થયો તે જોઈ શકીએ.
  • આધાર કાર્ડ સુધારા ઓનલાઇન કરી શકીએ.
  • વિવિધ ઓનલાઇન ફોર્મ આધાર કાર્ડ થી ભરી શકીએ જેમાં, આયુષ્યમાન કાર્ડ, આવાસ યોજના ફોર્મ, વિશ્વકર્મા લોન યોજના ફોર્મ ભરી શકીએ તથા અન્ય વિવિધ સરકારી યોજનાના ફોર્મ ભરવામાં આધાર કાર્ડ માં મોબાઇલ નંબર લિંક હોવું ફરજીયાત છે.

આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક ન હોય તો શું કરવું ?

ઘણા MahitiApp ના વાંચકો ને આધાર કાર્ડ માં મોબાઇલ નંબર લિંક ન હોય તો નજીક ના આધાર સેંટર, CSC સેંટર, અથવા પોસ્ટ ઓફિસ પર જઈ તમે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર લિંક કરાવી શકો છો. આધાર કાર્ડમાં મોબાઇલ નંબર લિંક કરવા માટે રહેવાશી નું પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને રૂબરૂ હાજર રહેવાનું હોય છે. 4 થી 5 કામના દિવાસો માં તમારા આધાર કાર્ડમાં મોબાઇલ નંબર લિંક થઈ જશે. લિંક થશે એટલે તમારા નંબર પર એક મેસેજ આવશે તે confirmation માટેનો એસ.એમ.એસ હશે ત્યાર પછી લિંક થયું હશે.

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહિ આવી રીતે ચેક કરો ?

તમારા આધાર સાથે મોબાઇલ નંબર લીંંક છે કે કેમ તે myAadhaar Portal અને mAadhaar એપ. પરથી સરળતાથી જાણી શકાય છે. આ માટે તમારે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

--ADVERTISEMENT--
  • સૌ પ્રથમ આધાર માટે ઓફીસીયલ વેબસાઇટ myaadhaar.uidai.gov.in ઓપન કરવાની રહેશે.
  • ત્યારબાદ આ વેબસાઇટમા Verify Email/Mobile Number ઓપ્શન પર ક્લિક કરો
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમા 2 ઓપ્શન હશે. 1. Varify Monile Number અને 2. Verify Email Address આ પૈકી જોત અમે મોબાઇલ નંબર વેરીફાઇ કરવા માંગતા હોય તો પ્રથમ ઓપ્શન પર ક્લીક કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમા તમારે તમારો આધાર નંબર , મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરવાના રહેશે.
  • ત્યારબાદ Send OTP પર ક્લીક કરતા જો તે મોબાઇલ નંબર આધાર સાથે લીંક થયેલ હશે તો the Mobile Number You have Entered Already Registered with our Records એવો મેસેજ ડીસ્પ્લે થશે.
--ADVERTISEMENT--

Leave a Comment