ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધો -12 સામાન્ય પ્રવાહ બોડની પરીક્ષા ની તારીખ માં ફેરબદલ કરવામાં આવ્યો છે દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી.
ધો 12 સામાન્ય પ્રવાહ બોડની પરીક્ષાની તારીખ માં ફેરબદલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ-૧૦ (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨ (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં લેવાનાર મુખ્ય પરીક્ષા-૨૦૨૫નો કાર્યક્રમ તા.૧૫-૧૦-૨૦૨૫ના રોજ બોર્ડની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ.
ધૂળેટી હોવાથી પરીક્ષા ની તારીખ માં ફેરબદલ
રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૦૨૫ની જાહેર રજાઓ પ્રસિધ્ધ કરેલ છે જેમાં ધૂળેટીની રજા તા:૧૪-૦૩-૨૦૨૫ના રોજ જાહેર થયેલ છે જેથી હોળી તા:૧૩-૦૩-૨૦૨૫ના રોજ થનાર હોઈ ફક્ત ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવેલ છે. જે મુજબ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા તા.૨૭-૦૨-૨૦૨૫ થી તા.૧૭-૦૩-૨૦૨૫ દરમ્યાન યોજાશે.
ધો -12 સામાન્ય પ્રવાહ સુધારેલ પરીક્ષાનો કાર્યક્રમ
આમ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સુધારેલ કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મૂકવામાં આવેલ છે, જેની નોંધ લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ લેવી. તા- ૧૦/૧૨/૨૦૨૪ (ડી.એસ.પટેલ) સંયુક્ત નિયામક (પરીક્ષા) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર સ્થળ – ગાંધીનગર