Connect with us

SarkariYojna

આવતીકાલથી 6 દિવસ સુધી બેંકો રહેશે બંધ, આજે જ પતાવી લેજો અગત્યના કામ

Published

on

જો તમારી પાસે એવું કોઈ મહત્વપૂર્ણ કામ હોય, જેને બેંકમાં જઈને જ પતાવવું પડે તો તમારે આજે જ તે કરી લેવું જોઈએ. જો તમે આજે ચૂકી ગયા, તો તમારે એક અઠવાડિયા સુધી રાહ જોવી પડશે. કારણ કે તહેવારોની સિઝનમાં આવતીકાલથી આગામી 6 દિવસ બેંકોમાં રજા રહેશે. આગામી એક સપ્તાહમાં જ ધનતેરસ, દિવાળી, ભાઈદૂજ સહિતના અનેક તહેવારો આવશે. આ કારણોસર બેંકો બંધ રહેશે.

રિઝર્વ બેંક દરેક કેલેન્ડર વર્ષમાં બેંક રજાઓની લિસ્ટ બહાર પાડે છે. અત્રે એ જાણવું જરૂરી છે કે દેશભરની બેંકો આગામી 6 દિવસ સુધી બંધ નહીં રહે. આરબીઆઈ દ્વારા રજાઓની જે યાદી બહાર પાડવામાં આવી છે, તેમાંથી ઘણી રજાઓ રાષ્ટ્રીય સ્તરની છે. તે દિવસે દેશભરમાં બેન્કિંગ સેવાઓ બંધ રહેશે. તે જ સમયે કેટલીક રજાઓ સ્થાનિક અથવા પ્રાદેશિક સ્તરની હોય છે. તે દિવસોમાં બેંકની બ્રાન્ચ ફક્ત તેની સાથે જોડાયેલા રાજ્યોમાં જ બંધ છે. અલગ-અલગ રાજ્યો માટે રજાઓની લિસ્ટ પણ અલગ-અલગ હોય છે.

ઓનલાઈન સર્વિસીસ રહેશે ચાલુ

બેંકોની મોટાભાગની સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે. મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગે ગ્રાહકોની ઘણી સમસ્યાઓ હળવી કરી છે. બેંકો રજાના દિવસે પણ ઓનલાઈન સેવાઓ પૂરી પાડે છે. તેથી જો તમારી પાસે બેંકની રજાના દિવસે મહત્વપૂર્ણ બેન્કિંગ કામ હોય, તો તમારે બેંકની ઓનલાઇન સર્વિસિઝ વિશે માહિતી લેવી જોઈએ. શક્ય છે કે તમારે જે કામ કરવાનું છે તે ઓનલાઈન થઈ જાય.

આ રહી રજાઓની લિસ્ટ

  • 22 ઓક્ટોબર: આ દિવસ ધનતેરસ છે. દેશભરની બેંકો બંધ રહેશે. આ દિવસે મહિનાનો ચોથો શનિવાર પણ છે.
  • 23 ઓક્ટોબર: રવિવાર હોવાથી બેંકોમાં સાપ્તાહિક રજા હોય છે. સમગ્ર દેશમાં બેન્કિંગ કામગીરી બંધ રહેશે.
  • 24 ઓક્ટોબરઃ દેશમાં દિવાળીનો તહેવાર ઉજવાશે. ગંગટોક, હૈદરાબાદ, ઇમ્ફાલ સિવાય સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે.
  • ઓક્ટોબર 25: ગંગટોક, હૈદરાબાદ, ઇમ્ફાલ, જયપુરમાં લક્ષ્મી પૂજા / દિવાળી / ગોવર્ધન પૂજાને કારણે બેંકો બંધ રહેશે.
  • 26 ઓક્ટોબર: ગોવર્ધન પૂજા / વિક્રમ સંવત નવ વર્ષ દિવસ / ભાઈ બીજ / ભાઈ દૂજ / દિવાળી / લક્ષ્મી પૂજા / પ્રવેશ દિવસના ઉપલક્ષ્યમાં અમદાવાદ, બેલાપુર, બેંગ્લુરૂ, દેહરાદૂન, ગંગટોક, જમ્મુ, કાનપુર, લખનૌ, મુંબઈ, નાગપુર, શિમલા,  શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
  • 27 ઓક્ટોબર: ભાઈ દૂજ /ચિત્રગુપ્ત જયંતિ / લક્ષ્મી પૂજા / દીપાવલી / નિંગોલ ચક્કુબા ઉત્સવ આ દિવસે ઉજવવામાં આવશે. આ કારણે ગંગટોક, ઇમ્ફાલ, કાનપુર, લખનૌમાં બેંકો બંધ રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending