SarkariYojna
બાગાયતી ખેડૂતો માટે 60 થી વધુ વિવિધ કલ્યાણકારી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ: તા. ૩૧ જૂલાઈ સુધીમાં લાભ લેવા ખેડૂતોને અનુરોધ
બાગાયતી યોજના ગુજરાત 2022 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આઈ ખેડૂત પોર્ટલ આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ પ્રકારની ખેતીલક્ષી પ્રવૃત્તિઓ જેવી કે, અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળ પાકો જેવા કે આંબા, જામફળ, દાડમ, લીંબુ, અનાનસ ( ટિસ્યુ), કેળ ( ટિસ્યુ), જૂના બગીચાનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે, ટિસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય,અન્ય વિવિધ ફળોની ખેતી, અન્ય સુગંધિત પાકોના વાવેતર, ઔષધીય છોડ, પ્લાસ્ટિક આવરણ ( મલચિંગ), દાંડી ફૂલ, ટ્રેકટર માઉન્ટેડ / ઓપરેટેડ સ્પ્રેયર,. પાવર નેપસેક સ્પેયર, મેન્યુઅલ ફૂડ ઓપરેટર, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટિંગ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટીરીયલમાં સહાય, પોલી હાઉસમાં ઉછેરવામાં આવતા ઓર્કિડ પ્લાન્ટ અંગે જુદી જુદી સહાય, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ અને હવાઈ માર્ગે બાગાયતી પેદાશોના નિકાસ માટેના નુરમાં સહાય આવી વિવિધ સહાયોનો લાભ ખેડૂતોને મળવા પાત્ર રહેશે તેમ નાયબ બાગાયત નિયામકશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે. સહાય યોજના વિશેની વિગતવાર માહિતી મેળવીશું.
બાગાયતી યોજના ગુજરાત 2022 વિગતો
યોજનાનું નામ | બાગાયતી યોજના ગુજરાત |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
યોજનાનો હેતુ | બાગાયતિ પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
સત્તાવાર પોર્ટલ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/07/2022 |
જાતિ મુજબ લાભ | સામાન્ય ખેડુત , અનુસુચિત જનજાતિ ખેડુત , અનુસુચિત જાતિ ખેડુત , અનુ.જાતિ ખેડુત |
આ પણ વાંચો- ONGC મેકેનિક ડીઝલ ભરતી 2022
બાગાયતી સબસિડી યોજના 2022
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે.
બાગાયતી યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.
- ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત હોવો જોઈએ..
- ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.
આ પણ વાંચો – હવે ઘરે બેઠા જાણો બસ નો સમય અને ટિકિટ બુક કરાવો
બાગાયતી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની હોવાથી. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ અરજદાર પાસે પાસે હોવા જોઈએ.
- અરજદાર ખેડૂતની 7/12 ની જમીનની નકલ
- અરજદારનો આધારકાર્ડ
- બેંક ખાતાની પાસ બુક ની પહેલા પેજની ઝેરોક્ષ
- જો અરજદાર SC જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
- જો અરજદાર ST જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
- અરજદારના રેશનકાર્ડની નકલ
- જો અરજદાર ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ
- જો અરજદાર લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો જ )
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- અરજદાર ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
- અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર
આ પણ વાંચો- ખાતર અને બિયારણ સહાય મેળવવા આ રીતે કરો ઓનલાઈન અરજી
બાગાયતી સબસિડી યોજનાની ઓનલાઈન કરવાની પ્રક્રિયા – How to Apply for Bagayati Yojana Online Registration Process
ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.
- સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “બાગાયતી યોજનાઓ” પર ક્લિક કરવું. ત્યારબાદ ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કર્યા પછી તમને વિવિધ બાગાયતી યોજના લિસ્ટ તમને બતાવશે.
- જેમાં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
- જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
- “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
- અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
- અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
- જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
- અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
- જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
- અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
- જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
- અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ
આ પણ વાંચો – તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ?
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ/ Last Date for Online Application Bagayati Pak Sahay Yojana 2022
અરજદારે 12/07/2022 થી 31/07/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.
યોજનાની સંપૂર્ણ માહિતી | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
બાગાયતી સબસિડી સહાય યોજના ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?
ગુજરાતના કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ હેઠળ યોજના ચલાવવામાં આવે છે.
બાગાયતી યોજના છેલ્લી તારીખ કઈ છે ?
બાગાયતી યોજનામાં અરજદારે 12/07/2022 થી 31/07/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે
Gujarat Bagayati Scheme નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?
બાગાયતી યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ( I khedut Portal ) પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in