Connect with us

SarkariYojna

જાણવા જેવું / લોન લીધા પછી દેવાદાર મૃત્યુ પામે તો બેંક શું કરશે? શું વારસદાર પર દેવાનો બોજો આવશે?

Published

on

Home Loan After Death: આજકાલ એવા બહુ ઓછા લોકો છે જેઓ બેંકમાંથી કોઈ પણ પ્રકારની લોન નથી લેતા અને કેમ ન લે, બેંક ઓછા વ્યાજ દરે લોનની સુવિધા જો આપે છે. આવી સ્થિતિમાં લોકો તેમની જરૂરિયાત મુજબ હોમ લોન, ઓટો લોન લે છે. મોબાઈલ ફાઈનાન્સ જેવું લોનનું બજાર પણ આજે ઘણું વધી રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો લોન લેનાર વ્યક્તિનું અચાનક મૃત્યુ થઈ જાય તો આ સ્થિતિમાં બેંક કોની પાસેથી લોનની રકમ વસૂલ કરે છે ? સૌથી મોટી વાત એ છે કે શું તમામ પ્રકારની લોન ચૂકવવી જરૂરી છે ? કઈ શરતો હેઠળ બેંકને લોન લેનારના વારસદારો પાસેથી નાણાં વસૂલ કરવાનો અધિકાર છે? ચાલો જાણીએ આ સવાલોના જવાબ.

ઓટો લોન, કાર લોન અથવા બાઈક લોન (Car Loan Rules, Bike Loan Rules after Death)

જો ઓટો લોન લેનાર વ્યક્તિનું અચાનક મૃત્યુ થઈ જાય તો આ લોનની ચુકવણીની જવાબદારી પરિવારની રહેશે. આવી સ્થિતિમાં બેંક પરિવારના સભ્યોને લોન ચૂકવવા માટે કહી શકે છે. જો પરિવાર આ લોનની ચુકવણી ન કરે તો બેંક વાહનનો કબજો લઈ લે છે અને વાહનની હરાજી કરીને તેની લોન વસૂલ કરે છે.

હોમ લોન (Home Loan Rule After Death)

જો કોઈ વ્યક્તિ જોઈન્ટ હોમ લોન લે છે અને તેમાંથી પ્રાઈમરી એપ્લીકેન્ટ મૃત્યુ પામે છે, તો લોનની ચુકવણીની સંપૂર્ણ જવાબદારી બીજા એપ્લીકેન્ટ પર આવે છે. જો બીજો એપ્લિકેન્ટ પણ લોનની ચુકવણી ન કરે, તો બેંકને સિવિલ કોર્ટ, ડેટ રિકવરી ટ્રિબ્યુનલ અથવા SARFAESI એક્ટમાંથી લોનની વસૂલાત કરવાનો અધિકાર છે. આપને જણાવી દઈએ કે આ સ્થિતિમાં બેંક મિલકતનો કબજો લે છે અને તેને વેચીને તેની લોન વસૂલ કરે છે. જો કે આપને જણાવી દઈએ કે બેંક પરિવારના સભ્યોને થોડી રાહત આપે છે, જો પરિવારના સભ્યો લોનની બાકી રકમ નિર્ધારિત મર્યાદામાં જમા કરાવે છે, તો ઘરની હરાજી કરવામાં આવતી નથી. હા તમે હોમ વીમો લીધો હોય તોહ એ વીમા કંપની ચુકવશે

પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ (Personal Loan After Death, Credit Card Bill After Death)

પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ બંને અસુરક્ષિત લોન અથવા બાકી લેણાં છે, જો કોઈ વ્યક્તિ પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવ્યા વિના મૃત્યુ પામે છે, તો બેંક તેના પરિવાર અથવા કાનૂની વારસદારો પાસેથી લોન વસૂલ કરી શકશે નહીં કારણ કે આ બંને અસુરક્ષિત લોન છે. આ કેસોમાં મિલકત પણ જપ્ત કરવામાં આવતી નથી. આ કારણે બેંકો પણ આવા એકાઉન્ટ્સને રાઈટ ઓફ કરે છે, એટલે કે આ લોન એકાઉન્ટ્સને NPA તરીકે ગણવામાં આવે છે.

LOAN PAYMENT DETAIL
LOAN PAYMENT DETAIL

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending