Connect with us

SarkariYojna

વ્હાલી દીકરી યોજના 2022 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી) | Vahali Dikri Yojana in Gujarati 2022

Published

on

વ્હાલી દીકરી યોજના 2022 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી, official website, PDF Form Download) | Vahali Dikri Yojana in Gujarati | Vahali Dikri Yojana in Gujarati 2022

ગુજરાત સરકાર મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. 

વ્હાલી દીકરી યોજના 2022

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના ગુજરાત 2022 (Vahali Dikri Yojana in Gujarati 2022 )
લાભાર્થીઓગુજરાત ની દીકરીઓ
માહિતીની ભાષાગુજરાતી
હેતુગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું
મળવાપાત્ર રકમએક લાખને દસ હજાર રૂપિયા (1,10,000)
અરજી કરવાનો સમયદીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન
વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/

વ્હાલી દીકરી યોજના નો હેતુ – Purpose of Vahli Dikri Yojana 2022

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા  (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં  આપવામાં આવે છે. 

આ પણ વાંચો- લાઇટ બિલ ઓનલાઈન તપાસો, જુઓ સંપૂર્ણ માહિતી

વ્હાલી દીકરી યોજનામાં શું લાભ મળશે?

  • દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
  • દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
  • દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
  • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.
વ્હાલી દીકરી યોજના 2022
વ્હાલી દીકરી યોજના 2022

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે પાત્રતા

  • તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)
  •  દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  •  અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  •  બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

આ પણ વાંચો- ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023

વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી પુરાવા

  • દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
  • દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
  • દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
  • દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
  • દીકરી નો જન્મ દાખલો
  • દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
  •  વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું
વ્હાલી દીકરી યોજના 2022
વ્હાલી દીકરી યોજના 2022

યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.

મહત્વપૂર્ણ કડીઓ

 સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

વ્હાલી દીકરી યોજના શું છે?

આ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની દીકરીઓને 1,10,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે. 

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ક્યાંથી મળશે?

આંગણવાડી કેન્દ્ર માંથી, CDPO  કચેરી ખાતેથી, જિલ્લાના બાળ મહિલા અધિકારીશ્રીની કચેરી પરથી વિનામૂલ્યે વહાલી દીકરી યોજના ફોર્મ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending