SarkariYojna
વ્હાલી દીકરી યોજના
વર્ષ 2018-19 ના અંદાજપત્રમાં વ્હાલી દિકરી યોજના ની જાહેરાત કરવામાં આવી હતી આ યોજના ગુજરાત રાજ્ય ની યોજના છે (This scheme is a scheme of Gujarat State ) માનનીય નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી આ યોજનામાં તમારી દીકરીને 1,10,000 રૂપિયા સુધી મળવાપાત્ર છે તો આ યોજનાનો લાભ કોને મળશે? કેટલી દીકરીઓને મળશે? અને કેવી રીતે મળશે? તેની બધી જ માહિતી હું તમને જણાવીશ
પાત્રતા Eligibility
તારીખ 2/8/ 2019 કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને લાભ મળશે
દંપતીની વધુમાં વધુ બે દીકરીઓને લાભ મળવાપાત્ર થશે
દંપતીની પ્રથમ અને બીજી બંને દીકરી આ યોજનાનો લાભ લઇ શકે છે પરંતુ દંપતીએ બીજી દીકરી પછી સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ
પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરી ને સહાય મળવાપાત્ર થશે પરંતુ બીજી દીકરી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ
પ્રથમ દીકરો અને બીજી બંને દીકરીઓ (જોડીયા)કે તેથી વધુ એકસાથે જન્મ થાય એવા અપવાદ રૂપ કિસ્સામાં તમામ દીકરીઓને વ્હાલી દિકરી યોજના નો લાભ મળવાપાત્ર થશે પરંતુ બીજી દીકરી બાદ દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ
દીકરી ના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ
વ્હાલી દિકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માગતા દંપતીની (પતિ-પત્ની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂપિયા 2,00,000 કે તેથી ઓછી હોવી જોઈએ આવક મર્યાદા ની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના વર્ષના સંદર્ભમાં લેવાની રહેશે
18 વર્ષની વયે અગાઉ દીકરી ના મૃત્યુના કિસ્સામાં વાહલી દિકરી યોજના અંતર્ગત બાકીની સહાય મળવાપાત્ર થશે નહીં
યોજના નો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવી? કોને અરજી કરવી?
વ્હાલી દિકરી યોજના નું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર/ સી.ડી.પી.ઓ કચેરી/ ગ્રામ પંચાયત/ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ છે
આ યોજના અંતર્ગત સહાય મંજુર કરવા માટેના સક્ષમ અધિકારી જે તે જિલ્લાના મહિલા અને બાળ અધિકારી હોય છે જેમની પાસેથી મંજુરી મળે છે કે તમને વ્હાલી દિકરી યોજના નો લાભ મળવાપાત્ર છે કે નહીં
તારીખ 2/8/2019 બાદ જન્મેલી દીકરીઓને કુટુંબીજનો દ્વારા દીકરી જન્મના ૧ વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની હોય છે
લાભાર્થી દંપતીએ જરૂરી આધાર પુરાવા સહિત નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.
અરજી જન સેવા કેન્દ્ર/ સેવા સેતુ માં પણ આપી શકાય છે.
અરજી મળ્યા થી 15 દિવસમાં જે તે સેજાને મુખ્યસેવિકા તે ઘરની મુલાકાત લે છે અને જરૂરી ચકાસણી કરી સી.ડી.પી.ઓ શ્રી ને મોકલે છે ત્યારબાદ જે તે સી.ડી.પી.ઓ શ્રી એ જરૂરી ચકાસણી કરી પોતાનો અભિપ્રાય મહિલા અને બાળ અધિકારી છે ને 15 દિવસમાં મોકલી આપે છે મહિલા અને બાળ અધિકારી શ્રી જે તે નિયમો અનુસાર જરૂરી ચકાસણી કરી 15 દિવસમાં તમારી અરજી મંજૂર કે નામંજૂર છે તેની તમને જાણ કરવામાં આવે છે
યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ Yojana Documents
દિકરીનું જન્મનું પ્રમાણપત્ર
માતા-પિતાના આધાર કાર્ડ
માતાના જન્મનું પ્રમાણપત્ર
માતા-પિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (મામલતદાર અથવા તો તાલુકા વિકાસ અધિકારી અથવા ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ હોવું જોઈએ )
કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
સંતતિ નિયમન નું પ્રમાણપત્ર (બીજું સંતાન હોય ત્યારે )
નિયત નમુનાનું સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતીનું સોગંદનામું
મળવાપાત્ર લાભ Yojana Benefit
પ્રથમ હપ્તો – દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4000 મળવાપાત્ર થશે
બીજો હપ્તો – નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 6,000 સહાય મળવાપાત્ર થશે
છેલ્લો હપ્તો – 18 વર્ષની ઊંમરે ખૂબ જ શિક્ષણ લગ્ન સહાય તરીકે કુલ 1,00,000 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરી ના બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ
મિત્રો હું આશા રાખું છું કે તમને વ્હાલી દિકરી યોજના વિશેની બધી જ માહિતી મળી ગઈ હશે તો તમે આ યોજનાનો જરૂર લાભ લેજો બીજાને પણ જાણ કરજો
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in