Connect with us

SarkariYojna

ત્રણ દિવસ માવઠું થવાની શક્યતા, જાણો કયા દિવસે ક્યાં પડી શકે છે કમોસમી વરસાદ

Published

on

Unseasonal Rain : ત્રણ દિવસ માવઠું થવાની શક્યતા : શનિવારથી હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જેના કારણે વાતાવરણ પર પણ અસર થતા ખેડૂતોના પાકને અસર પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે. 

ખેડૂતોની મુશ્કેલીઓ આ આગાહીના કારણે વધી છે. દિવસ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક બગડશે અને મહેનત પર પાણી ફરી વળશે તેના જેવી સ્થિતિ નિર્માણ થશે. અત્યારે પાક લણવાની અણી પર છે ત્યારે કેટલોક પાક ઉભો છે ત્યારે આ વિસ્તારોના કેટલાક જિલ્લામાં આ કમોસમી વરસાદની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા વધી છે. 

ત્રણ દિવસ માવઠું થવાની શક્યતા

હવામાન વિભાગ અનુસાર 4, 5 અને 6 માર્ચના રોજ વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે વાતાવરણ બગડી શકે છે. વરસાદ બાદ પણ વાતાવરણમાં બદલાવ થતા પાકને નુકશાનની ભિતી છે. 

શનિવારે આ વિસ્તારમાં વરસાદની આગાહી 

દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ગીર સોમનાથ કચ્છ

રવિવારે અહીં પડી શકે છે માવઠું 

આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભાવનગર, કચ્છ  

સોમમારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાની શક્યતા

સોમવારે સુરત, વલસાડ,ટ નવસારી, દમણ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. 

આ કારણે કમોસમી વરસાદ પડી શકે છે 

બંગાળની ખાડી અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રીય થઈ હોવાથી કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અગાઉ શિયાળામાં કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે ક્યાંક કેટલાક તાલુકા અને જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે દરેક ઋતુમાં આ પ્રકારે વરસાદી માહોલ પણ રહેતા ખેતીના પાકને નુકશાન થઈ શકે છે.

Unseasonal Rain m
Unseasonal Rain m

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending