Connect with us

SarkariYojna

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી, 14 જિલ્લામાં વરસાદ પડશે, પવનની ગતિ હશે 30થી 40 કિમી

Published

on

Unseasonal Rain: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી : રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 17 જિલ્લાઓમાં માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો માટે પણ ચિંતા ફરી કમોસમી વરસાદના કારણે થઈ છે.  

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી

આજે ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં માવઠું પડશે. ગીર સોમનાથ અને દાહોદમાં પણ વરસાદ પડી શકે છે. આગામી 16 અને 17 માર્ચે વધુ વરસાદ પડી શકે છે. આ બે દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે. 

ઉત્તર પર્વતીય પવનોના કારણે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અત્યારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે વરસાદના કારણે ઉભા પાકને ભારે નુકશાન થઈ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા સહીતના વિસ્તારોમાં પવનની ગતિ 30થી 40 કિમીની રહેશે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં આવતીકાલે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. શુક્રવાર અને શનિવારના રોજ માવઠું પડવાની વકી છે. 

અગાઉ પણ 18 જિલ્લામાં એક દસ દિવસ પહેલા કમોસમી વરસાદ થયો હતો. ત્યારે પણ ખેડૂતોના પાકને ભારે નુકશાન થવા પામ્યું હતું ત્યારે ફરી એકવાર વરસાદની આગાહીના કારણે ખેડૂતોને ઉભા પાકને લઈને નુકશાનીનો ભય છે. 

Unseasonal rain mm
Unseasonal rain mm

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending