Connect with us

SarkariYojna

ખુશખબર / ટ્રેનની ટિકિટ બુકિંગના બદલી ગયા નિયમ, તમને કેવી રીતે થશે ફાયદો? જાણો

Published

on

રેલવે મુસાફરો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવેએ ટ્રેન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં કેટલાક ફેરફાર કર્યા છે. રેલવેએ UTS (અનરિઝર્વ્ડ ટિકિટ સિસ્ટમ) માં ફેરફાર કર્યો છે. મુસાફરો હવે UTS ON MOBILE એપથી 20 કિમી સુધીની અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરી શકશે. અગાઉ મુસાફરોને મોબાઇલ એપ પર યુટીએસથી 5 કિમી સુધીની સામાન્ય ટિકિટ બુક કરવાની છૂટ હતી. રેલવે મંત્રાલયે હવે મોબાઈલ એપ પર UTS દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવા માટેની અંતર મર્યાદા વધારી છે.

સેમી અર્બન એરિયામાં પણ અંતર મર્યાદા વધારવામાં આવી છે. તે હવે 2 કિમીથી વધારીને 5 કિમી કરવામાં આવી છે. પ્લેટફોર્મ ટિકિટ, માસિક પાસ અને સીઝનલ ટિકિટ પણ UTS મોબાઈલ એપ પરથી ખરીદી શકાય છે. તેનાથી યુઝર્સનો સમય બચે છે અને તેમને ટિકિટ બૂથ પર લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું નથી.

આપને જણાવી દઈએ કે યુટીએસ મોબાઈલ એપ એન્ડ્રોઈડ, આઈઓએસ અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. ટિકિટ પેમેન્ટ ઓનલાઈન બેન્કિંગ અથવા R-Wallet, પેટીએમ (Paytm) અને મોબિક્વિક (Mobikwik) જેવા વોલેટ દ્વારા પણ કરી શકાય છે.

યુટીએસ મોબાઈલ એપ – બચશે સમય

એપ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગની સુવિધા મળવાથી મુસાફરોનો સમય બચશે અને તેમને લાંબી લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે. સામાન્ય રીતે જનરલ ટિકિટ માટે મુસાફરોને ટિકિટ કાઉન્ટરની સામે કતાર લગાવવી પડે છે. ત્યા ખૂબ ભીડ હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે મુસાફરોને ટિકિટ જ મળતી નથી.

આવી રીતે બુક કરો ટિકિટ

  • સૌથી પહેલા ગૂગલ પ્લેસ્ટોર પરથી યુટીએસ ઓન એપ ડાઉનલોડ કરો
  • તેના પછી તમારું નામ, મોબાઈલ નંબર, આઈડી કાર્ડ નંબર દાખલ કરો
  • રજીસ્ટ્રેશન પછી મોબાઈસ પર આવેલા ઓટીપી દાખલ કરી સાઈન અપ કરો
  • આમ કર્યા પછી આઈડી અને પાસવર્ડ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે
  • હવે યુટીએસ લોગિન કરી ટિકિટ બુક કરી શકો છો
  • બુક ટિકિટ હેઠળ મેન્યુથી નોર્મલ બુકિંગની પસંદગી કરો અને પ્રસ્થાન અને આગમન સ્ટેશનોનું નામ / કોડ દાખલ કરો
  • તેના પછી ટિકિટના પ્રકારની પસંદગી કરો, જેમ કે એક્સપ્રેસ, પોસ્ટલ અથવા પેસેન્જર
  • ઓનલાઈન પેમેન્ટ કરો
એપ્લિકેશન માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
change in train ticket rules
change in train ticket rules

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending