SarkariYojna
ખુશખબર / ટ્રેનમાં ખાવાને લઈ આવ્યું મોટું અપડેટ, રેલવે મંત્રાલયે જારી કર્યો નવો આદેશ
ટ્રેનમાં ખાવાને લઈ આવ્યું મોટું અપડેટ : ટ્રેનમાં લાંબી મુસાફરી દરમિયાન મુસાફરોની સામે ખાવા-પીવાની સમસ્યા ઘણી વખત થાય છે. આ જ કારણ છે કે ઘણી વખત લોકો ઘરનું રાંધેલું ભોજન લઈ જતા જોવા મળે છે
ટ્રેનમાં ખાવાને લઈ આવ્યું મોટું અપડેટ
ndian Railways Satvik Food Service: ટ્રેનમાં લાંબી મુસાફરી દરમિયાન મુસાફરોની સામે ખાવા-પીવાની સમસ્યા ઘણી વખત થાય છે. આ જ કારણ છે કે ઘણી વખત લોકો ઘરનું રાંધેલું ભોજન લઈ જતા જોવા મળે છે. પરંતુ જેઓ કોઈ કારણસર તે કરી શક્યા ન હતા તેમનું શું ? જી હા, શુદ્ધ શાકાહારી ખાનારાઓ માટે રેલવે દ્વારા નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જો તમારી સાથે પણ આવી જ સમસ્યા છે તો આ સમાચાર તમને ચોક્કસથી ખુશ કરી દેશે. રેલવે મંત્રાલયના નવા આદેશ બાદ હવે મુસાફરોને મુસાફરી દરમિયાન સંપૂર્ણ રીતે સાત્વિક ભોજન મળી શકશે.
આ પણ વાંચો : ટ્રેનની ટિકિટ બુકિંગના બદલી ગયા નિયમ, તમને કેવી રીતે થશે ફાયદો? જાણો
મુસાફરની સીટ સુધી પહોંચશે સાત્વિક ભોજન
ભારતીય રેલવે (Indian Railways) ની પેટાકંપની આઈઆરસીટીસી (IRCTC) એ મુસાફરી દરમિયાન મુસાફરોને સાત્વિક ખોરાક આપવા માટે ઇસ્કોન સાથે હાથ મિલાવ્યા છે. આ અંતર્ગત સાત્વિક ભોજન ખાનારા મુસાફરોને ઈસ્કોન મંદિરના રેસ્ટોરન્ટ ગોવિંદા રેસ્ટોરન્ટ (Govinda Restorent) માંથી ભોજનનો ઓર્ડર આપ્યા બાદ તેમની સીટ પર પહોંચાડવામાં આવશે.
મુસાફરોને નહીં પડે મુશ્કેલી
આ સુવિધા શરૂ કરવાના પ્રસંગે રેલવે બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેટલાક મુસાફરો (જે સાત્વિક ખોરાક ખાય છે) ટ્રેનમાં આપવામાં આવતા ભોજનની શુદ્ધતા પર શંકા કરે છે. લાંબી મુસાફરી પર જતા પ્રવાસીઓ સાથે આવું ઘણીવાર જોવા મળ્યું છે. ઘણા પ્રવાસીઓ એવા છે જેઓ ડુંગળી અને લસણ પણ ખાતા નથી. તે મુસાફરો પેન્ટ્રી કારમાંથી મળતા ખોરાકને ટાળે છે. પરંતુ આ સુવિધા શરૂ થયા બાદ આવા મુસાફરોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
આ પણ વાંચો – લાઈવ ટ્રેન સ્ટેટસ, ચેક કરો ટ્રેનની લાઈવ સ્થિતિ, ટ્રેન શેડ્યૂલ, રદ કરાયેલી ટ્રેનો
આવી રીતે ઉઠાવો આ સર્વિસનો લાભ
જો તમે અથવા તમારા પરિવારને ટ્રેનની મુસાફરી દરમિયાન સાત્વિક ખોરાક લેવો હોય, તો તમારે આઈઆરસીટીસી (IRCTC) ઈ – કેટરિંગ વેબસાઈટ અથવા ફૂડ ઓન ટ્રેક એપ પર ફૂડ બુક કરાવવું પડશે. તેના માટે તમારે ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા બે કલાક પહેલા પીએનઆર નંબર સાથે ઓર્ડર કરવો પડશે. ઓર્ડર ફાઇનલ થયા પછી ભોજન તમારી સીટ પર પહોંચી જશે. ગોવિંદા રેસ્ટોરન્ટ દ્વારા આપવામાં આવતા ભોજનમાં મુસાફરોને જૂની દિલ્હીની વેજ બિરયાની, ડીલક્સ થાળી, મહારાજા થાળી, દાલ મખની, પનીર ડીશ, નૂડલ્સ અને અન્ય સાત્વિક ખોરાક મળશે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in