Connect with us

SarkariYojna

આ લોકોને Income Tax ભરવું છે જરૂરી, નહીં ભરો તો થશે કાયદેસરની કાર્યવાહી: જોઈ લો લિસ્ટ

Published

on

જેમ જેમ કમાણી વધે છે તેમ તેમ ઈનકમ ટેક્સ (Income Tax) ના દાયરામાં આવે છે. એકવાર ઈનકમ ટેક્સેબલ થઈ જાય, પછી તેના પર ટેક્સ ચૂકવવો પડશે. સરકાર દ્વારા આવક પર ટેક્સ વસૂલવામાં આવે છે

Income Tax Return: જેમ જેમ કમાણી વધે છે તેમ તેમ ઈનકમ ટેક્સ (Income Tax) ના દાયરામાં આવે છે. એકવાર ઈનકમ ટેક્સેબલ થઈ જાય, પછી તેના પર ટેક્સ ચૂકવવો પડશે. સરકાર દ્વારા આવક પર ટેક્સ વસૂલવામાં આવે છે. આવક પર ટેક્સ વસૂલવા માટે ઈનકમ ટેક્સ સ્લેબ પણ બનાવવામાં આવ્યા છે, જે મુજબ સરકાર દ્વારા ટેક્સ વસૂલવામાં આવે છે. જો કે ઘણા લોકોની ટેક્સેબલ ઈનકમ હોવા છતાં ટેક્સ ચૂકવવામાં આનાકાની કરે છે, જેના કારણે તેમને પછીથી કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

ડાયરેક્ટ ટેક્સ

ઈનકમ ટેક્સ એ ડાયરેક્ટ ટેક્સ છે જે સરકાર વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા મેળવેલી વાર્ષિક આવક પર લાદે છે. તે નાણાકીય વર્ષ માટે વ્યક્તિ અથવા એન્ટિટીની ચોખ્ખી ટેક્સેબલ ઈનકમ પર ગણવામાં આવે છે, જે એક વર્ષની 1લી એપ્રિલથી શરૂ થાય છે અને આગામી કેલેન્ડર વર્ષની 31મી માર્ચે સમાપ્ત થાય છે.

ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે જવાબદાર

IT એક્ટના હાલના નિયમો હેઠળ ઈનકમ ધરાવનાર કોઈપણ વ્યક્તિ / વ્યવસાય ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે જવાબદાર છે. પરંતુ હાલમાં ઈનકમ ટેક્સ ત્યારે જ ચૂકવવાપાત્ર છે જ્યારે નાણાકીય વર્ષ માટે ચોખ્ખી ટેક્સેબલ ઈનકમ 2.5 લાખ રૂપિયાથી વધુ હોય. અહીં અમે તમને એવી વ્યક્તિ અને સંસ્થા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ ટેક્સ ચૂકવવા માટે જવાબદાર છે, જો તેમની ચોખ્ખી ટેક્સેબલ ઈનકમ નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય.

આ લોકોને ચુકવવું પડે છે ઈનકમ ટેક્સ

  • પગારદાર વ્યક્તિ (Salaried individuals)
  • સ્વ રોજગાર વ્યક્તિ (Self-employed individuals)
  • સ્વ-રોજગાર વ્યાવસાયિકો (Self-employed professionals)
  • હિન્દુ અવિભાજિત કુટુંબ (Hindu Undivided Family, HUF)
  • કાયદેસર રીતે માન્યતા પ્રાપ્ત કૃત્રિમ વ્યક્તિઓ (Legally recognised artificial persons)
  • વ્યક્તિઓની સંસ્થા (Body of Individuals, BOI)
  • વ્યક્તિઓનું સંગઠન (Association of PersonsAOP)
  • કંપનીઓ અને કોર્પોરેટ કંપનીઓ (Companies and corporate firms)
  • સ્થાનિક સત્તાવાળાઓ (Local Authorities)
These people need to pay Income Tax
These people need to pay Income Tax

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending