Connect with us

SarkariYojna

ટીમ ઈન્ડિયા સમય પત્રક: ટીમ ઈન્ડિયા 3 મહિનામાં 3 ટીમો સામે સિરીઝ રમશે, જાન્યુઆરીથી વ્યસ્ત કાર્યક્રમ

Published

on

ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ પ્રવાસ પછી આવતા વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં ખૂબ જ વ્યસ્ત રહેશે. ટીમ ઈન્ડિયા 2023ની શરૂઆતથી શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે T20, ODI અને ટેસ્ટ શ્રેણી રમશે. મહત્વની વાત એ છે કે આ ત્રણેય ટીમ ભારતના પ્રવાસે આવશે. તેની શરૂઆત શ્રીલંકાથી થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 જાન્યુઆરીથી T20 સિરીઝ રમાશે. આ પછી 10 જાન્યુઆરીથી વનડે શ્રેણીનું આયોજન કરવામાં આવશે.

ભારતીય ટીમ જાન્યુઆરી 2023થી માર્ચ 2023 સુધી ખૂબ જ વ્યસ્ત રહેશે. ટીમ ઈન્ડિયા 3 જાન્યુઆરીથી શ્રીલંકા સામે T20 સિરીઝ રમશે. ત્રણ મેચોની આ શ્રેણીની પ્રથમ મેચ મુંબઈમાં રમાશે. આ પછી 10 જાન્યુઆરીથી ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે શ્રેણી રમાશે. તેની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાશે. શ્રીલંકાનો ભારત પ્રવાસ 15 જાન્યુઆરીએ સમાપ્ત થશે. આ પછી ન્યુઝીલેન્ડની ટીમ ભારત આવશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જાન્યુઆરીથી વનડે શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાશે. આ પછી 27 જાન્યુઆરીથી T20 સિરીઝ રમાશે. આ શ્રેણી રાંચીથી શરૂ થશે. ન્યુઝીલેન્ડ ટીમનો ભારત પ્રવાસ 1 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત આવશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ટેસ્ટ શ્રેણી રમાશે. ચાર મેચોની શ્રેણીની છેલ્લી મેચ 9 માર્ચે રમાશે. આ પછી, 17 માર્ચથી વનડે શ્રેણી શરૂ થશે.

ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો છે. તેમના સિવાય જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને રિષભ પંત સહિત ઘણા ખેલાડીઓ બ્રેક પર છે. પરંતુ આશા છે કે જાન્યુઆરી સુધીમાં ટીમ ઈન્ડિયા માં ઘણા સારા ખેલાડીઓ નો સમાવેશ થશે.

ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો છે. તેમના સિવાય જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને રિષભ પંત સહિત ઘણા ખેલાડીઓ બ્રેક પર છે. પરંતુ આશા છે કે જાન્યુઆરી સુધીમાં ટીમ ઈન્ડિયા માં ઘણા સારા ખેલાડીઓ નો સમાવેશ થશે.

ટીમ ઈન્ડિયા સમય પત્રક
ટીમ ઈન્ડિયા સમય પત્રક

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending