google news

નોકરીની માહિતી મેળવો , અનુબંધમ રોજગાર પોર્ટલ પર @anubandham.gujarat.gov.in

તમારા જિલ્લાની નોકરીની માહિતી મેળવો , અનુબંધમ રોજગાર પોર્ટલ 2022 : ભારત સરકાર અને ગુજરાત સરકાર નાગરિકોની સુખાકારી માટે નવી નવી યોજનાઓ અને સેવાઓ બહાર પાડતી હોય છે. યુવાધન દેશની સમૃદ્ધિ માટે પ્રથમ પગથિયું છે. યુવાનોને રોજગારી પૂરી પાડવાના વિવિધ વિભાગ અને કચેરીઓ કાર્યરત છે. ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે Digital India પ્રોગ્રામ હેઠળ ‘અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવ્યું છે. “Anubandham App” દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્‍ટરનેટના માધ્યમથી સરળતાથી સંકલન થઈ શકે છે.

અનુબંધમ રોજગાર પોર્ટલ

Table of Contents

સંસ્થાનું નામDirectorate of Employment & Training,
Government of Gujarat
પોર્ટલ પર રજીસ્ટ્રેશન
કેવી રીતે કરવું
Online Registration  
(કોઈપણ જગ્યાએથી)
નોકરીનો પ્રકારશિક્ષિત અને અશિક્ષિત
(Education Wise Jobs)
લોન્‍ચ કર્યાની તારીખ06/08/2021

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ‘રોજગાર દિવસ” ના દિવસે Anubandham Portal & Mobile Application નું લોન્‍ચિંગ કર્યુ હતું. આ પોર્ટલ રોજગાર ઈચ્છુક અને નોકરીદાતાઓનો સારી સમન્‍વય થશે. જેના કારણે નોકરી મેળવવા માંગતા યુવાનોને સરળતાથી નોકરી પ્રાપ્ત થશે. અને નોકરી દાતાઓને આ પોર્ટલ દ્વારા વિશાળ ડેટાબેઝના આધારે સારા કર્મચારીઓ મળશે.

Department of Labour and Employment, Government of Gujarat ના હેઠળ કાર્યરત Directorate of Employment & Training, DET દ્વારા આ વેબપોર્ટલનું સંચાલન થશે. જેમાં DET નું મુખ્યકાર્ય ગુજરાત રાજ્યમાં યુવાનોને વ્યાવસાયિક તાલીમ અને રોજગાર સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે. તે ITI અને વિવિધ કેન્‍દ્રો પર લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમો ચલાવે છે. Rojgar Kacheri Registration Online દ્વારા રજીસ્ટ્રેશન કરેલા શિક્ષિત યુવાનોને નોકરી માટે મદદરૂપ થાય છે.

અનુબંધમ પોર્ટલ લાભ

અનુબંધમ મોબાઈલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા ઘણા બધા ફાયદા થશે. આ પોર્ટલ દ્વારા નોકરીદાતા અને નોકરી લેનાર બન્નને એકદમ સંપર્ક કરવામાં એકદમ સરળતા રહે છે. આ ઉપરાંત અન્ય કયા કયા લાભો થાય તે નીચે મુજબ છે.

  • રાજયના નવયુવાનોને નોકરી મેળવવા માટે આ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન ઘરે બેઠા કરી શકશે.
  • રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્‍સેલિંગ માટે Rojgar Kacheri સુધી જવાની જરૂર નથી, માત્ર અનુબંધમ એપ્લિકેશન દ્વારા પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકશે.
  • ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઇઝ મેચમેકિંગ, શેડ્યુલ મેનેજમેન્‍ટ અને અન્ય ફીચર્સ દ્વારા યુવાનો રોજગાર મેળવી શકશે.
  • ક્વિક સર્ચ અને ફિલ્ટરની સુવિધાથી સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરી મેળવી શકશે.
  • ઉમેદવારની લાયકાત અનુસાર રોજગારીની તકોનું મેચીંગ કરી શકાય છે.
  • અનુબંધમ પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટે કચેરી સુધી જવામાંથી મુકિત મળશે.
  • આ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર વાંચ્છુકો પોતાની કારકિર્દી વિશે સચોટ માહિતી મેળવી શકે છે.
  • આ પોર્ટલ દ્વારા નોકરીના સ્થળના ઈન્‍ટરવ્યુહ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકે છે.
  • Anubandham Portal દ્વારા નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પાછળ ખર્ચમાંથી મુક્તિ મળશે.
  • Job Provider આ પોર્ટલ દ્વારા વિશાળ ડેઝાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.
  • નોકરીદાતાઓ ઓનલાઈન કે ઓફલાઈન ઈન્‍ટરવ્યુહ યોજી શકે છે.
  • રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર ભરી શકે છે. 
  • Job Provider  નોકરી મેળા યોજી પોતાની જરૂરિયાત મુજબના કુશળતા મેળવેલ યુવાનોની પસંદગી કરી શકશે.
  • Dashboard ના માધ્યમ દ્વારા નોકરીદાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સરળતાથી મળશે.

અનુબંધમ લોગીન

રાજયના ઉમેદવારો અને નોકરીદાતા માટે બનાવેલ આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટેશન કરાવવાનું હોય છે. આ રજીસ્ટ્રેશન બે પ્રકારના હોય છે. Job Seeker login અને Job Provider Login બનાવવાના હોય છે. આ બન્ને લોગીન કેવી રીતે બનાવવા તેની Step by Step લખેલી માહિતી અને Employment Office Jamnagar દ્વારા બનાવેલ Youtube Video અને લખાણ નીચે મુજબ આપેલી છે.

અનુબંધમ જોબ મેળવવા ઈચ્છતા ઓનલાઈન રજીસ્ટ્રેશન

State Job Portal ઉપર રાજયના નોકરી મેળવવા ઈચ્છતા નવયુવાનો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. Anubandham Gujarat login કેવી રીતે બનાવી શકાય. તે નીચે મુજબ જાણી શકીશું.

  • સૌપ્રથમ Google માં “Anubandham Portal” ટાઈપ કરવું.
  • ત્યારબાદ અનુબંધમ પોર્ટલ પર “Register” બટન પર ક્લિક કરવું.
  • જેમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ ઉમેદવારે પોતાની Email Id અથવા Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  • OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે થોડીક પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે, જેમ કે Personal Information, Communication Detail, Education & Training, Employment Detail, physical attributes અને Job Preference વિગતો ભરવાની રહેશે.
  • ત્યારબાદ “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.

અનુબંધમ પોર્ટલ જોબ નોકરીદાતાઓનું રજીસ્ટ્રેશન

Job Portal Gujarat દ્વારા નોકરીદાતાઓનું પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જશે. રાજ્યના સંસ્થાઓ કે અન્ય વિભાગ/ કચેરીમાં નોકરી પૂરી પાડવાની હોય તો તેવા સંજોગોમાં Job Provider તરીકે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. Employer તરીકે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું તે નીચે મુજબ જોઈશું.

  • પ્રથમ Google Search Bar માં “Anubandham Portal” ટાઈપ કરવું.
  • ત્યાર બાદ અનુબંધમ પોર્ટલ પર “Register” પર ક્લિક કરવું.
  • જેમાં નોકરીદાતા હોય તો “Job Provider / Employer” સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ Job Provider એ પોતાની Email Id અથવા Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  • OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic Information માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ “Sign Up” કરીને નોકરીદાતાએ સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે

અનુબંધમ વેબ પોર્ટલ રજીસ્ટ્રેશન- જરૂરી દસ્તાવેજો

અનુબંધમ ગુજરાત પોર્ટલ લોગિન કરવા માટે નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નેને અલગ-અલગ ડોક્યુમેન્‍ટ જોઈએ. આ ડોક્યુમેન્‍ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબ આપેલા છે. આ પ્રમાણપત્રો ફફ્ત Online Registration માટે જરૂર છે.

  • મોબાઈલ નંબર
  • Email Id
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર

અનુબંધમ પોર્ટલ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ

Directorate of Employment & Training અને શ્રમ અને રોજગાર દ્વારા બનાવેલ ‘અનુબંધમ એપ્લિકેશન” બનાવવામાં આવેલ છે. જેનો ઉપયોગ નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્ને સરળતાથી કરી શકે છે. પરંતુ આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા પહેલાં ઉમેદવારોને ફક્ત એકવાર Desktop દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આ Anubandham Mobile Application ને Google Play Store માંથી વિનામૂલ્યે Download કરી શકાશે. આ એપ્લિકેશનના શું ફાયદા છે તે મુજબ છે.

અનુબંધમ મોબાઈલ એપ

  • Anubandham App પર ઉમેદવારો કોઈપણ જગ્યાએથી Login કરી શકે છે.
  • ઉમેદવારો આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી Job Serach કરી શકે છે.
  • નોકરી મેળવનાર કોઈપણ જગ્યાએથી Job Applied કરી શકે છે.
  • જોબ મેળવનાર નોકરી માટે અરજી કરેલ હોય તો તેના ઈન્‍ટરવ્યુહની તારીખ અને સમય પણ મોબાઈલ એપ્લિકેશન જોઈ શકે છે.
  • Job Fair participation વિશેની માહિતી પણ anubandham app દ્વારા મેળવી શકે છે.
  • Anubandham Rojgar Portal પર રજીસ્ટ્રેન કરેલા ઉમેદવારો પોતાની રીતે એપ્લિકેશન દ્વારા Job Preferences આપી શકે છે.

ગુજરાત રોજગાર કચેરી રજીસ્ટ્રેશન ઓનલાઇન

ગુજરાતના નોકરી મેળવવા માંગતા ઉમેદવારો નોકરી માટે રોજગાર કચેરી પોતાની કારર્કિદી માટે માર્ગદર્શન મેળવી શકે છે. અનુબંધમ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં સમસ્યા કે અન્ય પ્રશ્ન હોય તો રૂબરૂ મુલાકાત લઈ શકે છે. ઉમેદવારો નોકરી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રાજ્યમાં તમામ જીલ્લાઓમાં Employment Exchange Offices આવેલી છે. ગુજરાતની તમામ જીલ્લાઓની રોજગાર કચેરીઓના નામ, સરનામા અને સંપર્ક નંબર નીચે આપેલા Download બટન પરથી ક્લિક કરી શકાશે.

અનુબંધમ ગુજરાત હેલ્પલાઇન નંબર

રોજગાર કચેરી દ્વારા ઉમેદવારોને નોકરી પૂરી પાડવામાં અગ્રેસર રહેલુ છે. આ સેવાઓને Digital બનાવવા માટે અનુબંધમ પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ પર નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. Online Registration દરમિયાન કોઈ સમસ્યા હોય કે પ્રશ્ન હોય તો હેલ્પલાઈન પર સંપર્ક કરી શકે છે.

Office Address:- Block No.1,3  3rd Floor, Dr. Jivraj Mehta Bhavan, Old Secretariat, Gandhinagar, Gujarat -382010

અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટhttps://anubandham.gujarat.gov.in/home
અનુબંધમ લોગીન પેજઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

તમારા જિલ્લાની નોકરીની માહિતી ક્યા પોર્ટલ પર મળે છે ?

ગુજરાત સરકાર દ્વારા અનુબંધમ રોજગાર પોર્ટલ પર દરેક જિલ્લાની નોકરી ની માહિતી આપે છે

અનુબંધમ રોજગાર પોર્ટલ નીસત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is https://anubandham.gujarat.gov.in/home

નોકરીની માહિતી મેળવો
નોકરીની માહિતી મેળવો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો