તલાટી ભરતી: તલાટી ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે, હવે રેવન્યુ તલાટી ભરતીના નિયમમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે જેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું
તલાટી ભરતી નિયમો માં ફેરફાર
- રેવન્યુ તલાટી ભરતીના નિયમમોમાં ફેરફાર
- હવે ધોરણ 12 ની જગ્યાએ ગ્રેજ્યુએટ હોવુ ફરજીયાત
- ઉમેદવારની ઉમર મર્યાદા 33 થી વધારીને 35 વર્ષ કરવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા તલાટી ભરતીના નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા ભરતી ના ફેરફારના નિયમ માટેનું એક નોટિફિકેશન જાહર કરવામાં આવ્યું છે. હવે પરીક્ષા આપનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ કરવામાં આવી છે.
આગામી સમય માં આવનાર તલાટીની ભરતી માટે ઉમેદવારે ગ્રેજ્યુએટ પાસ હોવો જોઈએ અને ઉમેદવારની વય મર્યાદા જે પહેલા 33 વર્ષ હતી જેની જગ્યાએહવે 35 વર્ષ સુધી ઉમેદવાર અરજી કરી શકશે જે આ નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવ્યુ છે.