Connect with us

SarkariYojna

તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર , ફટાફટ સંમતિ ફોર્મ ભરી દો

Published

on

 Talati Exam Confirmation : તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા યોજાનાર તલાટી મંત્રી પરીક્ષા 2023 (Talati Exam 2023) તારીખ 07/05/2023ના રોજ યોજાનાર છે. સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારે નવો નિર્ણય લીધો છે, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે.

તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ 2023

આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે માટે ઉમેદવારે OJAS વેબસાઇટ ઉપરના HOME PAGE ઉપર NOTICE BOARD સેકશનમાં જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિં કલીક કરો”. ઉપર કલીક કરી લોગીન કરવાનું રહેશે. ઉમેદવારે ઓજસ વેબસાઇટ ઉપર ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ તા. ૧૩.૦૪.૨૦૨૩ ના રોજ બપોરે ૧૬.૦૦ કલાકથી તા.૨૦.૦૪.૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે. છેલ્લી તારીખ : ૦.૦૪.૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક બાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહિ.

તલાટીની પરીક્ષાની તારીખ જાહેર

7 મેના રોજ તલાટીની પરીક્ષા : સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારનો નવો નિર્ણય, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે

ઉમેદવારોની સંખ્યાઓને ધ્યાનમાં રાખી આયોજન

સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને આયોજન કરવું પડતુ હોય તે માટે ખુબ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે. જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડ, ઇન્વીજીલેટર, કેન્દ્ર નિયામક વગેરે તેમજ પોલીસ સ્ટાફ પણ મોટા પ્રમાણમાં રોકાયેલ રહે છે. પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓનો બિનજરૂરી ખર પણ થાય છે. આથી જે ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા ન હોય તેવા ઉમેદવારોની આગાઉથી જાણ થઇ જાય અને તેમના માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે લરી શકાય.

મહત્વપૂર્ણ લિંક :

GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
સંમતિ ફોર્મ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ 2023 છે

તલાટી સંમતિ ફોર્મની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

તલાટી સંમતિ ફોર્મની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ojas2/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=# છે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા

Trending