SarkariYojna
T-Seriesના હનુમાન ચાલીસા વિડિયોએ ઈતિહાસ રચ્યો, Youtube પર 30 મિલિયન વ્યૂઝને પાર કરનાર પહેલો ભારતીય વીડિયો
T-Series Hanuman Chalisa: ભારતની સૌથી મોટી મ્યુઝિક કંપનીઓમાંની એક T-Seriesના YouTube પ્લેટફોર્મ પર હનુમાન ચાલીસાના નામ સાથે એક ઐતિહાસિક રેકોર્ડ જોડવામાં આવ્યો છે. હનુમાન ચાલીસા વિડીયો યુટ્યુબ પર સૌથી વધુ જોવાયેલ વિડીયો બની ગયો છે. ટી-સીરીઝના યુટ્યુબ પ્લેટફોર્મ પરનો હનુમાન ચાલીસા વિડિયો ત્રણ અબજ વ્યુઝને પાર કરનારો પહેલો ભારતીય વિડિયો બની ગયો છે.
ગુલશન કુમાર અને હરિહરને ગાઇ છે હનુમાન ચાલીસા
T-Seriesના YouTube પ્લેટફોર્મ પર હનુમાન ચાલીસાના આ વીડિયોમાં ગુલશન કુમાર અને હરિહરને પોતાનો અવાજ આપ્યો છે. આ વીડિયોનો સમયગાળો 9:41 મિનિટનો છે. જણાવી દઈએ કે હનુમાન ચાલીસાની રચના તુલસીદાસ દ્વારા કરવામાં આવી હતી. હનુમાન ચાલીસા એ હિંદુ ભક્તિના સ્તોત્રનું સૌથી પોપ્યુલર વર્ઝન છે. આ વીડિયોને દુનિયાભરના ભક્તોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો – ગુજરાત ઓનલાઈન નકશો જુઓ PDF, જુઓ તમામ ગામ કે શહેરના નવા નકશા ઓનલાઇન
વીડિયો ‘મે 2011’માં YouTube પર અપલોડ કરવામાં આવ્યો હતો
હનુમાન ચાલીસાનો આ વીડિયો મે 2011માં યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યારથી આ વીડિયોને 12 મિલિયનથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. જર્મનીના કન્ઝ્યુમર ડેટા અને માર્કેટ ઈન્સાઈટ્સ કંપની સ્ટેટિસ્ટા અનુસાર, ટી-સિરીઝની યુટ્યુબ ચેનલ સૌથી વધુ ફોલો કરે છે. T-Seriesની YouTube ચેનલ PewDiePie અને Mr Beast કરતાં વધુ અનુસરવામાં આવે છે. T-Seriesની YouTube ચેનલના 238 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.
આ પણ વાંચો : 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન તમારા મોબાઈલમાં
ટી-સિરીઝ અનેક ભાષાઓમાં મ્યુઝિક વીડિયો અપલોડ કરે છે
ટી-સિરીઝ ઘણી ભાષાઓમાં મ્યુઝિક વીડિયો અપલોડ કરે છે. T-Series હિન્દી, પંજાબી, ભોજપુરી, તેલુગુ, તમિલ, હરિયાણવી, કન્નડ, મરાઠી અને ગુજરાતીમાં તેની 29 ચેનલો પર બોલિવૂડ, પોપ, ભક્તિમય અને ક્લાસિક સહિતની વિશાળ શ્રેણીમાં મ્યુઝિક વીડિયો અપલોડ કરે છે. ટી સિરીઝની સ્થાપના ગુલશન કુમારે કરી હતી. જણાવી દઈએ કે ગુલશન કુમારની 12 ઓગસ્ટ 1997ના રોજ મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્રણ હુમલાખોરોએ ગુલશન કુમાર પર 16 ગોળીઓ ચલાવી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in