google news

સોલાર ફેન્સીંગ યોજના 2022 : ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ માટે સોલાર પાવર યુનિટ/કીટ યોજના

સોલાર ફેન્સીંગ યોજના 2022 : i-Khedut પોર્ટલ પર સોલાર ફેન્સીંગ યોજના 2022 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે, solar fencing yojana 2022 gujarat આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. જે માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તારીખ 10 સપ્ટેમ્બર 2022થી એક માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

સોલાર ફેન્સીંગ યોજના 2022

યોજનાનું નામસોલાર ફેન્સીંગ યોજના 2022
હેઠળગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
છેલ્લી તારીખ09/10/2022
મળવાપાત્ર લાભખર્ચના 50 ટકા અથવા રૂ. 15,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે 
સત્તાવાર પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in

ગુજરાત સોલાર ફેન્સીંગ યોજના 2022

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા સોલાર ફેન્સીંગ યોજના પર સહાય આપવામાં આવે છે. Solar Fencing Yojana Scheme in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું.

સોલાર ફેન્સીંગ સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સોલાર ફેન્સીંગ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. પમ્પ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ખેડૂતોને આ સોલાર ફેન્સીંગ સહાય યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતિ વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  1. ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
  2. લાભાર્થી ખેડૂત હોવો જોઈએ..
  3.  ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.
  4. ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

સોલાર ફેન્સીંગ યોજનામાં મળવાપાત્ર લાભ

  • કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય તે ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ.
  • 1) સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
  • 2) ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.
  • 3) લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
  • 4) સદર કીટ માટે ૧૦ (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.
સોલાર ફેન્સીંગ યોજના 2022

સોલાર ફેન્સીંગ સબસિડી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી સોલાર ફેન્સીંગ સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની હોવાથી. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ અરજદાર પાસે પાસે હોવા જોઈએ.

  1. અરજદાર ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  2. અરજદારનો આધારકાર્ડ
  3. બેંક ખાતાની પાસ બુક ની પહેલા પેજની ઝેરોક્ષ
  4. જો અરજદાર SC જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  5. જો અરજદાર ST જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  6. અરજદારના રેશનકાર્ડની નકલ
  7. જો અરજદાર ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ
  8. જો અરજદાર લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો જ )
  9. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  10. અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર

સોલાર ફેન્સીંગ સબસિડી યોજનાની ઓનલાઈન કરવાની પ્રક્રિયાHow to Apply for Solar Fencing Online Registration Process

 ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવું. ત્યારબાદ ક્રમ નંબર-3 પર “ખેતીવાડી યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી તમને વિવિધ ખેતીવાડી ની યોજનાઓ લિસ્ટ તમને બતાવશે.
  • જેમાં અનુક્રમ નં 3 – “સોલાર ફેન્સીંગ” માં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
  • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
  • “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  • અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
  • જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
  • અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
  • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
  • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
  • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ/ Last Date for Online Application Solar Fencing Sahay Yojana 2022

સોલાર ફેન્સીંગ સહાય યોજનામાં અરજદારે 10/09/2022 થી 09/10/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

યોજનાની સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સોલાર ફેન્સીંગ સહાય યોજના માં કેટલો લાભ મળશે ?

સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.

સોલાર ફેન્સીંગ યોજના છેલ્લી તારીખ કઈ છે ?

સોલાર ફેન્સીંગ યોજનામાં અરજદારે 10/09/2022 થી 09/10/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે

Gujarat Solar Fencing Scheme નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?

સોલાર ફેન્સીંગ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ( I khedut Portal ) પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો