Connect with us
--ADVERTISEMENT--

Jobs

સુરત મહાનગરપાલિકા ભરતી 2025, લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરવાનું ચુક્સો નહિ

Published

on

--ADVERTISEMENT--

સુરત મહાનગરપાલિકા દ્વારા ખાલી જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરવા માટે પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે, જે ભરતી ની તમામ માહિતી જેવી કે લાયકાત, વયમર્યાદા, અરજી ફી તેમજ ઓનલાઇન અરજી કરવાની તમામ વિગતો નીચે મુજબ છે

--ADVERTISEMENT--

સુરત મહાનગરપાલિકા ભરતી 2025

સુરત મહાનગરપાલિકાની નીચે દર્શાવેલ કેડરો માટે દિવ્યાંગ કેટેગરીની હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.૦૬/૦૩/૨૦૨૫ (સમય : સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૨૦/૦૩/૨૦૨૫ (સમય : રાત્રીના ૧૧:૦૦ કલાક) દરમ્યાન https://www.suratmunicipal.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સુરત મહાનગરપાલિકા ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

ઉપરોકત કેડરો માટે એપોઈન્ટમેન્ટ ઓથોરિટી ને યોગ્ય જણાય તેવા માપદંડના આધારે આખરી પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવશે. જેના દ્વારા જે તે જગ્યાની બેઝીક લાયકાત અને/અથવા અનુભવ ધ્યાને લઈ રીટર્ન ટેસ્ટ/ પ્રેકટીકલ ટેસ્ટ/મૌખિક ઈન્ટરવ્યુ લેવા અંગેના માપદંડ નકકી કરાશે અને તે અંગેની જાણ માન્ય થયેલ અરજીના ઉમેદવારોને વેબસાઈટ ઉપર કોલલેટર પ્રસિધ્ધ કર્યેથી તેઓને અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.

SMC Recruitment 2025

આ જાહેરાત કોઈપણ કારણસર પુરેપુરી અથવા કોઈ કેડર માટેની અરજી રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સુરત મહાનગરપાલિકાની એપોઈન્ટમેન્ટ ઓથોરીટીને સંપુર્ણ હકક/અધિકાર રહેશે અને આ માટે કોઈ કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં પસંદગીયાદી/પ્રતિક્ષાયાદી તૈયાર કરતી વખતે વધઘટ થવાની શક્યતા રહેશે તેમજ ભરતી પ્રક્રિયા જે-તે સમયના રોસ્ટર નિયમોને આધિન કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા ભરતી 2025 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

સુરત મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સુરત મહાનગરપાલિકા સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://www.suratmunicipal.gov.in/
  • સુરત મહાનગરપાલિકા ભરતી શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને ફાઈલ તમારા ફોન કે કોમ્પ્યુટર માં સેવ કરી દો.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Copyright © 2018 MahitiApp.In