SarkariYojna
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવાની યોજના
(૧)હેતુ:- આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.
(૨)યોજનાની પાત્રતા:
૧. ઉંમરઃ ૧૮ થી ૬૫ વર્ષ
૨. શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછું ધોરણ-૪ (ચાર) પાસ અથવા
તાલીમ/અનુભવઃ વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.
૩. આવક મર્યાદા નથી.
(૩) બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા:
(૧) ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
(ર) સેવા ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
(૩) વેપાર ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
(૪) ધિરાણની રકમ ઉપર સહાયના દર: આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.
વિસ્તાર | જનરલ કેટેગરી | અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ/ માજી સૈનિક/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ |
ગ્રામ્ય | ૨૫% | ૪૦% |
શહેરી | ૨૦% | ૩૦% |
(૫) સહાયની મહત્તમ મર્યાદા:
ક્રમ | ક્ષેત્ર | સહાયની રકમની મર્યાદા (રકમ રૂપિયામાં) |
૧ | ઉદ્યોગ | ₹.૧,૨૫,૦૦૦ |
૨ | સેવા | ₹.૧,૦૦,૦૦૦ |
વેપાર | જનરલ કેટેગરી | શહેરી | ₹.૬૦,૦૦૦ |
ગ્રામ્ય | ₹.૭૫,૦૦૦ | ||
રીઝર્વ કેટેગરી | શહેરી/ ગ્રામ્ય | ₹.૮૦,૦૦૦ |
નોંધ: અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઇ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય ₹.૧,૨૫,૦૦૦/- રહેશે.
- વધુ માહિતી માટે આપની નજીકના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવો.
- શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના માટેનું અરજી ફોર્મ
- શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના માટેની માર્ગદર્શક પ્રોજેકટ પ્રોફાઇલ્સ
- શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો ઠરાવ – તા:૧૪-૮-૨૦૧૫
- શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો ઠરાવ – તા:૧૧-૧૧-૨૦૧૬
- એપ્લિકેશન સ્ટેટસ : જુઓ અહીંયાથી
- અરજી કરો : અહીંયાથી
- ફોર્મ કઈ રીતે ભરવું : જુઓ અહીંયાથી
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022, ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in
-
ઘરઘંટી સહાય યોજના 2022, ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in
-
સિલાઈ મશીન માટે ઓનલાઇન ફોર્મ ભરો | Silai Machine Yojana Form Online
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2022,આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
ડેટા એન્ટ્રી ઓપરેટર ની જગ્યાઓ માટે ભરતી 2022 , વાંચો જાહેરાત @apprenticeshipindia.gov.in
-
આગામી 24 કલાકમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ ની આગાહી, જુઓ સંપૂર્ણ માહિતી
- GPSC ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @gpsc.gujarat.gov.in