google news

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2022

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2022,  શિક્ષણ વિભાગના સંદર્ભે હેઠળના પત્રથી વર્ષ ૨૦૨૨-૨૩ કાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તા.૨૩, ૨૪ અને ૨૫ જૂન ૨૦૨૨(ગુરૂવાર થી શનિવાર) દરમ્યાન હેરી વિસ્તારનો અને ગ્રામ્ય વિસ્તારનો સંયુકત કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે હેતુથી માર્ગદર્શક સૂચનાઓ આ સાથે મોકલી આપેલ છે. જેનું સૂચનાઓનું અનુસરણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે

વધુમાં પ્રવેશોત્સવ-૨૦૨૨ના આયોજન સંદર્ભ માન.મુખ્યમંત્રીશ્રીના અઘ્યક્ષ સ્થાને તા.૨૦/ ૦૬/ ૨૦૨૨ નાં રોજ બપોરે ૧૨-૦૦ કલાકે સાબરમતી હોલ, સ્વર્ણીમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર ખાતે બ્રીંકીંગ મીટીંગનું આયોજન થનાર છે. જેનું બાયસેગ મારફતે જીવંત પ્રસારણ થનાર છે. જે પ્રસારણ જિલ્લાકક્ષાએ પ્રવેશોત્સવમાં સહભાગી થનાર પદાધિકારીશ્રી / અધિકારીશ્રીઓને નિહાળવાનું આયોજન આપની કક્ષાએથી કરવાનું રહે તદ્દઉપરાંત તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો જીવંત પ્રસારણને નિહાળે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨-૨૩
જિલ્લાકક્ષાએથી કરવાની થતી કામગીરી અંગેની માર્ગદર્શક સૂચનાઓ
(૧) કાર્યક્રમનું આયોજન ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે તા. ૨૩, ૨૪ અને ૨૫ જૂન, ૨૦૨૨ નક્કી કરવામાં આવેલ છે.
(૨) રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં સૂચવેલ દિવસો દરમ્યાન પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે,
(૩) રાજય કક્ષાએથી જનાર પદાધિકારીશ્રી / અધિકારીશ્રીઓને એક તાલુકા ફાળવવાનો રહેશે અને એ જ તાલુકાના એક જ કલસ્ટરની ત્રણ પ્રાથમિક શાળાઓનો રૂટ ફાળવવાનો રહેશે. આમ તે જ તાલુકાના અલગ-અલગ ત્રણ કલસ્ટરની પ્રત્યેક દિવસે ત્રણ-ત્રણ શાળા ફાળવવાની રહેશે. રાજય કક્ષાએથી આવનાર મહાનુભાવ માટે વધુ વિદ્યાર્થીવાળી અને મોટી શાળા ભૌગોલિક સ્થિતિને ધ્યાને લઇ પસંદ કરવી; શકય હોય ત્યાં સુધી SoE(Schools of Exccllence) ના પ્રથમ તબક્કામાં
સમાવેશ કરેલ શાળા ફાળવવી અને તેની યાદી અત્રેની કચેરીને મોકલી આપવી. (અ) સવારે ૮:૦૦ થી ૯:૩૦ પ્રથમ પ્રાથમિક શાળા
(બ) સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ બીજી પ્રાથમિક શાળા
(૬) બપોરે ૧૨:૦૦ થી ૧૩:૩૦ ત્રીજી પ્રાથમિક શાળા અને ત્રીજી શાળામાં સી.આર.સી દ્વારા
ાસ્ટર રિવ્યુ બેઠકનું આયોજન કરવાનું રહેશે. તેમજ તા.૨૪ જૂન ૨૦૨૨ના રોજ ૧૬.૦૦ થી ૧૭:૦૦ કલાકે બી.આર.સી દ્વારા તાલુકાકક્ષાએ સમિક્ષા બેઠકનું આયોજન કરવું. જેમાં તાલુકાની તમામ શાળાઓની સિધ્ધિઓ અને ભવિષ્યના આયોજન સાથેનું પ્રેઝન્ટેશન રજુ કરવાનું રહેશે. આ રીવ્યુ બેઠકમાં તે તાલુકામાં ફાળવાયેલ તમામ મહાનુભાવોને ઉપસ્થિત રહેવા અગાઉથી જાણ કરવાની રહેશે.

આ પણ વાંચો


(૪) જિલ્લા કક્ષાએથી જનાર પદાધિકારીશ્રી / અધિકારીશ્રીઓને એક દિવસે એક જ ક્લસ્ટરની ત્રણ
પ્રાથમિક શાળાઓ ફાળવવાની રહેશે. તેમજ રૂટ. શાળાની પસંદગીના ધોરણો અને અન્ય આનુષાંગિક કાર્યવાહી મુદ્દા નં.૩ મુજબ કરવાની રહેશે. (૫) રાજ્ય તથા જિલ્લા કક્ષાએથી જનાર સંબંધિત પદાધિકારીશ્રી / અધિકારીશ્રીના રૂટ બનાવવા અને કિટ પહોંચાડવાની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની રહેશે. આ કામગીરીમાં જિલ્લા
શિક્ષણાધિકારીશ્રીએ જરૂરી સહકાર આપવાનો રહેશે. (૬) રાજ્ય કક્ષાએથી કાર્યક્રમમાં ભાગ લેનાર મા.મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા
અધિકારીશ્રીઓની યાદી તૈયાર કરીને, તેઓ કયા જિલ્લાના કાર્યક્રમમાં ભાગ લેશે તેની વિગતો/
ચાદી શિક્ષણ વિભાગ કક્ષાએથી મોકલી આપવામાં આવશે. (૭) રાજ્ય કક્ષાએથી ઉપસ્થિત થનાર મહાનુભાવોં કા તાલુકામાં આવશે તેની વિગત રાજ્યકક્ષાએથી આપવામાં આવશે. કલસ્ટર અંતર્ગત આવેલી સરકારી પ્રાથમિક શાળાઓના અંતરને ધ્યાને લઈ રૂટ બનાવવાની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ કરવાની રહેશે. તથા મુલાકાત લેનાર મહાનુભાવોને સમયબધ્ધ કાર્યક્રમની રૂપરેખા આપવી તથા દરેક મહાનુભાવ સાથે એક લાયઝન અધિકારીની નિમણૂક કરવી.
(૮) જિલ્લાના રૂટ નિયત કરીને, રાજ્ય કક્ષાએથી આવનાર મહાનુભાવોના રૂટ તેમજ જિલ્લા કક્ષાના કયા પદાધિકારીશ્રી / અધિકારીશ્રી ભાગ લેશે તેની ચાર્ટી તૈયાર કરવી જેમાં સંબંધિત જિલ્લા/નગર
 અધિકારીશ્રીઓને તેમજ જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓને સંબંધિત જિલ્લા કચેરીઓએ જ સમયસર, ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા કરવાનું રહેશે.
શિક્ષણ સમિતિના માન.સાંસદશ્રી, ઘારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, નગરપાલિકા, તાલુકા પંચાયતના હોદ્દેદારશ્રીઓ, સામાજીક આગેવાનોનો પણ સમાવેશ કરવાનો રહેશે. તથા મુલાકાત લેનાર પદાધિકારીશ્રી/ આધકારીશ્રીને સમયબધ્ધ કાર્યક્રમની રૂપરેખા આપવી તથા દરેક મહાનુભાવ સાથે એક લાયઝન અધિકારીની નિમણૂક કરવી. (૯) પદાધિકારીશ્રી / અધિકારીશ્રીને આપવાની થતી કીટની ખરીદી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએકરવાની રહેશે.
(૧૦) રાજ્ય અને જિલ્લા કક્ષાના પદાધિકારીશ્રી / અધિકારીશ્રીને ક્લસ્ટર ફાળવતા જો બધી સરકારી પ્રાથમિક શાળાઓનો આયોજનમાં સમાવેશ થતો ન હોય તો તેવી શાળાઓમાં આ જ દિવસે અને પરિપત્રની સૂચના મુજબ એસ.એમ.સી. મારફત પ્રવેશોત્સવ કાર્યક્રમ હાથ ધરવાનો રહેશે. (૧૧) કાર્યક્રમને લગતી કીટ તૈયાર કરવી તથા તેનું વિતરણ રાજ્ય કક્ષાના પદાધિકારીશ્રી /
(૧૨) શિક્ષણને લગતી યોજનાઓની માહિતી/ સાહિત્ય તૈયાર કરી જિલ્લા/નગરને સમગ્ર શિક્ષા
કચેરી દ્વારા આપવામાં આવશે. જેનો કિટમાં સમાવેશ કરવાનો રહેશે, સાહિત્ય તરીકે ગત વર્ષે
શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે હાથ ધરાયેલા પ્રકલ્પોની વિગત,
-શિક્ષણ વિભાગની સિધ્ધિઓ દર્શાવતું બ્રોસર, ધો.૧ માં પ્રવેશપાત્ર બાળકોની યાદી,
આ શાળામાં પ્રવેશ પાત્ર ૬ થી ૧૪ વર્ષના બાળકો પૈકી જે બાળકો શાળામાં પ્રવેશથી વંચિત (શાળા બહારના On of Schools) છે. તેવા બાળકોની યાદી તૈયાર કરવી
• આંગણવાડીમાં પ્રવેશ પાત્ર બાળકોની યાદી,
ગુણોત્સવ ૨૦ અંતર્ગત શાળાઓના મૂલ્યાંકનની માહિતીનો કિટમાં સમાવેશ કરવો,
શાળાઓમાં ઉપલબ્ધ અન્ય સુવિધાઓ જેવી કે કમ્પ્યૂટર લેબ, સ્માર્ટ ક્લાસ, વગેરે જેવી
માહિતીઓ. (૧૩) જિલ્લાઓને કાર્યક્રમની ઉજવણી તથા તેના પ્રચાર-પ્રસાર માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ગ્રાન્ટ ફાળવી આપવામાં આવશે.
(૧૪) જિલ્લા/મ્યુનિસિપલ વિસ્તારની નીચે મુજબની અમલીકરણ સમિતિની બેઠકો બોલાવવી,(૧૫) શાળા પ્રવેશોત્સવની મિટિંગમાં આ કાર્યક્રમ સાથે જોડાયેલ વિભાગ જેવા કે મહિલા અને બાળ વિકાસ વિભાગ, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ, આદિજાતી વિભાગ, આરોગ્ય વિભાગ તથા વન અને પર્યાવરણ વિભાગને પણ હાજર રાખવા. (૧૬) કાર્યક્રમ અંગે રાજ્ય કક્ષાએથી માંગવામાં આવતી માહિતી તાત્કાલિક પૂરી પાડવામાં આવે તે માટે એક અધિકારીની નોડલ ઓફિસર તથા રૂટના લાયઝન અધિકારીની નિયુક્તિ કરીને, તેમના નામ, હોદ્દો તથા મોબાઈલ નંબર સહિત સંપર્ક થઈ શકે તેવી માહિતી સાથે સંબંધિતોને જાણકરવી.
(૧૭) મુખ્ય શિક્ષકે પ્રવેશોત્સવ દરમ્યાન કેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો, મળેલ દાન / લોક સહયોગ તેમજ તેને આનુષાંગિક આંકડાકીય માહિતી તાલુકા એમ.આઇ.એસ.(MIS) ને પહોંચાડવાની રહેશે. તાલુકા એમ.આઈ.એસ.એ સદર માહિતી મેળવીને સમગ્ર શિક્ષા કચેરીને પહોંચાડવાની રહેશે.
શાળા પ્રવેશોત્સવની પુર્વ તૈયારીરૂપે શાળા કક્ષાએ કરવાની કામગીરી • પ્રવેશપાત્ર બાળકોનો સર્વે કરી અને નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરવી.
શાળાની સ્વચ્છતા ખૂલતાં વેકેશન પૂર્વે થઈ જાય તેવી યોગ્ય વ્યવસ્થા કરવી
• પ્રવેશોત્સવ ઉજવણીની તારીખ અને સમયની જાહેરાત કરવી. • વાલીઓ અને લોકોને આ કાર્યક્રમનું આમંત્રણ આપવું તથા નામાંકન અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાંતેમનો સહયોગ લેવો.
• શાળામાં નામાંકન તથા પ્રવેશોત્સવનું સમગ્ર આયોજન શાળા વ્યવસ્થાપન સમિતિનાં સંકલનમાંરહીને કરી શકાય.

શાળાકક્ષાએ પ્રવેશોત્સવના આયોજન અંગે મુખ્યત્વે નીચેના પાસાઓ કેન્દ્રમાં રાખી કાર્યવાહી કરવાની રહેશે:
(1) પ્રવેશ માટેની પાત્રતા ધરાવતા નીચે પ્રમાણેના બાળકોને પ્રવેશ આપી શિક્ષણ કાર્ય શરૂ કરવું;
• પાત્રતા ધરાવતા તમામ ૧૦૦% બાળકોનું ધોરણ-૧ માં નામાંકન
પ્રવેશ આપેલ તમામ બાળકોની શક્ય હોય ત્યાં સુધી જન્મ પ્રમાણપત્રના આધારે ત્રણ
દિવસમાં CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) ડેટાબેઝમાં એન્ટ્રી કરવી.
(૭) ધો. ૩ થી ૮ માં વર્ષીત પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવું. આ સાથે જે બાળકોની અગાઉના વર્ષમાં ૧૦૦ હાજરી હોય તેવા બાળકો અને તેમના વાલીઓને સન્માનિત કરવા.
(૮) દાન / લોકફાળો આપનાર દાતાઓ, સહકારી સંસ્થા કે સ્વૈચ્છિક સંસ્થાઓનું સન્માન કરવું. (૯) વાલીઓમાં શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા કેળવાય તે માટે આ સાથે સૂચવેલ રૂપરેખા
મુજબનું પ્રોત્સાહન રૂપી વક્તવ્ય મહાનુભાવ દ્વારા અપાય તે પ્રકારનું આયોજન કરવું. (૧૦) કાર્યક્રમમાં વધારેમાં વધારે લોકભાગીદારી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું. (૧૧) કાર્યક્રમની ગુણવત્તા, અસરકારકતા તેમજ સ્થાનિક પરીબળોને ધ્યાને લઈ રાજ્ય કક્ષાએથી
આપેલી સૂચનાઓ સિવાય ઉચિત જણાય તેવા ફેરફાર સ્વવિવેકથી કરી શકાશે,
(૧૨) “જો શાળામાં સ્માર્ટ ક્લાસ ચાલતો હોય તો તેની અમલવારીની ચકાસણી કરવી તથા બાળકોના અધ્યયનમાં થયેલ વધારાની ચકાસણી કરવી.
(૧૩) ગત વર્ષે બાળકોની દર સપ્તાહમાં એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલ હતું. આ એકમ કસોટી દ્વારા બાળકોનું મુલ્યાંકન હાથ ધરવામાં આવેલ હતું તથા છ માસિક અને વાર્ષિક કસોટી દ્વારા મુલ્યાંકન કરવામાં આવે છે. તેની યુનિટ ટેસ્ટબુક અને જવાબવાહીની ચકાસણી શિક્ષકો દ્વારા વ્યવસ્થિત થયેલ છે તે સુનિશ્ચિત કરવું.
(૧૪) G-Shala અને DIKSHA Portalની ઉપયોગિતાનું મહાનુભાવને નિદર્શન કરાવવું (14) બાળકો લર્નિંગ આઉટકમ સિધ્ધ કરી શક્યા નથી તેવા બાળકોની યાદી મુખ્ય શિક્ષકે તૈયાર કરવી.
(૧૬) જે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમોમાં જાય તે શાળામાં તાસ પધ્ધતિ અને વિષય શિક્ષણ
પધ્ધતિના અમલવારીની ચકાસણી કરવી. (૧૭) ઓનલાઈન હાજરી અંતર્ગત શિક્ષકોની અને વિદ્યાર્થીઓની હાજરી ભરાય છે તેની ચકાસણી કરવી.
(૧૮) શાળા પરિસર મુલાકાત તથા SMC સાથે બેઠક – (સરકારે નિર્ધારિત કરેલ કાર્યક્રમ, શાળા દ્વારા
મેળવેલ સિધ્ધિઓ અને ભવિષ્યના આયોજન અંગેનો અહેવાલ શાળાના મુખ્ય શિક્ષક રજુ કરવાનો રહેશે. જેમાં નીચેના મુદ્દોનો ધ્યાને લેવા.) બાળકોના નામાંકનની સમિક્ષા લર્નિંગ લોસ માટે સમયદાન,100% વિદ્યાર્થી અને શિક્ષકોની હાજરીની સમિક્ષાગુણોત્સવ 2.0 દ્વારા થયેલ મૂલ્યાંકન,શાળાઓની ભૌતિક સુવિધાઓની સમિક્ષા,G-Shala ના ઉપયોગથી વિદ્યાર્થીઓને અભ્યાસ થયેલ લાભશાળામાં થયેલ શિક્ષણ અંગેની વિશિષ્ટ કામગીરી.કોરોનાકાળમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન / ઓફલાઇન કામગીરીની સમિક્ષાએકમ-કસોટી અને સંત્રાત પરીક્ષાઓ વગેરે. તાલુકા / ક્લસ્ટર રિવ્યુ
1. જે શાળામાં સંબંધિત ક્લસ્ટરનો રિવ્યૂ કરવાનો હોય, તેમાં ક્લસ્ટરની શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓને ઉપસ્થિત રહેવા સુચના આપવી. આવેલ પદાધિકારી/ અધિકારીઓ સમક્ષ  સંબંધિત બી.આર.સી / સી.આર.સી,એ આ સાથે સામેલ ફોર્મેટમાં વિગતો ભરી પ્રેઝન્ટેશનતૈયાર કરવાનું રહેશે અને તેની ચર્ચા કરવાની રહેશે.
2. બી.આર.સી / સી.આર.સી. દ્વારા નીચેના મુદ્દાઓ ધ્યાને લઇ પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું રહેશે, બાળકોના નામાંકનની સ્થિતિ
બાળકો અને શિક્ષકો સંખ્યા, ૧૦૦૬ હાજરી અને ઑનલાઇન હાજરીની સ્થિતિની
સમિક્ષા
• ગુણોત્સવ 2,0 દ્વારા થયેલ મૂલ્યોંકનની સમિક્ષા એકમ કસોટી અને સત્રાંત પરીક્ષાની સમિક્ષા
લર્નિગ લોસ માટે સમયદાનમાં થયેલ કામગીરી અને ઉપચારાત્મક વર્ગ
મિશન સ્કૂલ્સ ઓફ એકસેલેન્સ અંતર્ગત થયેલ કામગીરી
કોરોનાકાળમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન / ઓફલાઇન કામગીરીની સમિક્ષા
શાળાઓ તથા ક્લસ્ટરના ડ્રોપઆઉટની સમિક્ષા શાળાઓની ભૌતિક સુવિદ્યાઓની સ્થિતિ ઍટલે કે સ્વચ્છતા, પીવાનું પાણી,
સેનિટેશન, વર્ગખંડની સ્થિતિ, રમતના સાધન અને મેદાન, સ્માર્ટ વર્ગખંડ, કમ્પ્યુટર
લેબ વગેરે..
 Shala અંતર્ગત થયેલ કામગીરી
પ્રાથમિક શાળાના બાળકોને પાઠ્યપુસ્તકના વિતરણની સમીક્ષા કરવી,
પ્રવેશોત્સવ પૂર્ણ થયા પછી શાળા કક્ષાએ હાથ ધરવાની કાર્યવાહી માટેની સૂચનાઓ : (૧) પ્રવેશોત્સવ પૂર્ણ થયા પછી રહી ગયેલા બાળકોનું સતત ફોલો-અપ કરવું અને સમયાંતરે
પુનઃપ્રવેશનું આયોજન કરવુ
સર્વે મુજબ જે પ્રવેશપાત્ર બાળક કોઇપણ કારણસર નામાંકનથી વંચિત રહી ગયેલ હોય તો
પ્રવેશોત્સવ થી તા.૩૦/૦૬/૨૦૨૨ સુધી સી.આર.સી. તથા બી.આર.સી. દ્વારા અઠવાડીક
સમીક્ષા કરી ૧૦૦% નામાંકન માટેના સઘળા પ્રાયનો હાથ ધરવા.
(૨) વર્ષ દરમ્યાન એસ.એમ.સી. દ્વારા શાળામાં વિદ્યાર્થીઓની ૧૦૦% હાજરી રહે તે માટેનાં પ્રયાસો કરવા.શાળાઓએ નામાંકન થયા બાદ હાજરીમાં અનિયમિત રહેતા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી,
એસ.એમ.સી.ના સભ્યો તથા ગામના આગેવાનોની મદદથી તેવા બાળકોના વાલી સંપર્ક કરીને બાળક શાળામાં હાજર રહે તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવાના રહેશે, – મુખ્ય શિક્ષક બાળકોના હાજરીની સ્થિતિ સી.આર.સી, અને બી.આર.સી.ને અહેવાલ આપશે.વર્ષ ૨૦૨૨-૨૩ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન બાબત

આ પણ વાંચો- પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022

– સતત ગેરહાજર રહેતા બાળકો માટે સી.આર.સી., મુખ્ય શિક્ષક અને એસ.એમ.સી.ના સભ્યો બાળક શાળાએ હાજર રહે તેનું આયોજન કરશે. (૩) હાજરીની સ્થિતિ સુધારવા, અનિયમિત બાળકોનું ફોલો-અપ કરવા તથા વાલીઓમાં તેમના બાળકોના શિક્ષણમાં તેમની ભૂમિકા અંગે જાગૃતિ લાવવા અને સયોગ વધારવા વાર્ષિક એસ.એમ.સી.ની ત્રણ મીટીંગ, માસિક સ્ટાફ મીટીંગ અને ત્રિ-માસિક વાલી મીટીંગનું આયોજન કરવાનું રહેશે.

1.પ્રવેશોત્સવ :-
ગુજરાત સરકારે 1998-99ના વર્ષથી શાળા પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ અમલમાં મૂક્યો. શરૂઆતમાં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આજે રાજ્યની દરેક શાળામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં પહેલા ધોરણમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવે છે; જેમાં ગામના સો ટકા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આ દિવસે પ્રવેશ મેળવેલ દરેક બાળકને શિક્ષણ કીટ આપીને પ્રોત્સાહન આપવામાં આવે છે.

2. વૈકલ્પિક શિક્ષણ યોજના :-
1998થી વૈકલ્પિક શિક્ષણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સામાજિક અને આર્થિક કારણોસર બાળક શાળામાં પ્રવેશ ન મેળવી શકે; ત્યારે તેના માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી છે.

3. અવૈધિક શિક્ષણ કાર્યક્રમ :-
6 થી 14 વર્ષની વયજૂથનાં શાળાએ ન જઈ શકતાં બાળકો માટે અવૈધિક શિક્ષણ અથવા અશાલેય શિક્ષણનો કાર્યક્રમ માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા 1979-80થી શરૂ કરવામાં આવ્યો છે.

4. ઓપરેશન બ્લેકબોર્ડ :-
આ કાર્યક્રમ 1997-98માં પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટે શાળાઓમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવાના આશયથી શરૂ થયો હતો. 1999 સુધીમાં 5 લાખ કરતાં વધુ પ્રાથમિક શાળાઓમાં  આ કાર્યક્રમ હેઠળ શૈક્ષણિક ઉપકરણો પૂરાં પાડવામાં આવ્યાં.

5. મધ્યાહન ભોજન યોજના :-
19 નવેમ્બર, 1984થી મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીના સમયમાં અમલમાં આવેલી આ યોજના પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટેની છે. ગરીબ બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે અને શાળા પ્રવેશમાં વધારો થાય તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

6. ક્ષમતાલક્ષી પાઠ્યક્રમ (M.L.L) :- (મિનિમમ લેવલ ઓફ લર્નિંગ) :-
બાળકોની ક્ષમતાને ધ્યાનમાં રાખી વિષયવસ્તુ આધારિત પાઠ્યક્રમની ગોઠવણી 1995થી કરવામાં આવી; જેમાં બાળકોમાં વિવિધ ક્ષમતાઓનો વિકાસ થાય એવા પાઠ્યક્રમો તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ મેળવતાં 80 %બાળકોમાં ક્ષમતાસિદ્ધિનો આંક 75% ટકા સુધી પહોંચે એ આ અભ્યાસક્રમનો મુખ્ય હેતુ છે.

7. ભાર વિનાનું ભણતર :-
બાળકો ઉપર પાઠ્ય પુસ્તકોનું માનસિક ભારણ ન આવે તે માટે આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. પ્રો. યશપાલજીના અહેવાલના આધારે નાનાં બાળકો ઉપર શિક્ષણનો જે ભાર જોવા મળે છે; તેને ઘટાડવા ગુજરાત રાજ્યમાં ભાર વિનાના ભણતરનો પ્રયોગ અમલમાં મૂકાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત બાળકને દફતરનો ભાર ન લાગે તે માટે તેનું દફતર શાળામાં જ મૂકી રાખવામાં આવે છે.

8. વિદ્યાલક્ષ્મી યોજના :-
કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ગુજરાત સરકારે 2002-03ના વર્ષને કન્યા-કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. આ યોજના અનુસાર શાળા પ્રવેશ સમયે દરેક કન્યાને 1000 રૂ.ના બોન્ડ આપવામાં આવે છે. આ બોન્ડ મેળવનાર વિદ્યાર્થીનીને ધોરણ 8 પાસ કરે; ત્યારે તે બોન્ડ વટાવી શકે છે. આ યોજનાના હેતુઓ નીચે મુજબ છે :
– સાક્ષરતાનું પ્રમાણ જે વિસ્તારોમાં ઓછું છે ત્યાં કેળવણીનું પ્રમાણ વધે
– શિક્ષણ મેળવવા તરફ કન્યાઓ આકર્ષાય
– 25 ટકાથી ઓછી સાક્ષરતાવાળા વિસ્તારોમાં કન્યા-કેળવણીનું પ્રમાણ સુધરે.
– કન્યાઓનું નામાંકન 100 ટકા થાય તેમજ તે આઠમા ધોરણ સુધી જળવાઈ રહે.

વર્ષ ૨૦૨૨-૨૩ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન બાબત

પ્રવેશોત્સવ માં આવનાર અધિકારી શ્રી નું લિસ્ટઅહીં ક્લિક કરો
પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2022
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2022
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો