Connect with us

SarkariYojna

ગુજરાતમાં કાંતિલ ઠંડીનો પ્રકોપ,જનજીવન પર ભારે અસર : નલિયામાં 4.2 ડિગ્રી લઘુતમ તાપમાન

Published

on

ગુજરાતમાં કાંતિલ ઠંડીનો પ્રકોપ : ગુજરાતમાં ઠંડીને કારણે લોકો થીજી ઉઠ્યા છે.છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો ગગડ્યો છે.જેને લઈને કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.ખાસ કરીને અમદાવાદ,રાજકોટ,વડોદરા,સુરત,ગાંધીનગર સહિત શહેરોમાં વહેલી સવાર અને રાત્રીના સમયે લોકો ઘરોમાંથી પણ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

ગુજરાતમાં કાંતિલ ઠંડીનો પ્રકોપ

આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે હજુ પણ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધી શકે છે.જેથી દરેક લોકોએ વધુ સતર્કતા રાખવી જરૂરી રહેવાની છે.ખાસ કરીને વહેલી સવારે અને સાંજના પડતાના સમયે પવનની ગતિ પણ વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલ આ કાતિલ પવનને કારણે લોકોમાં બીમારીના કેસો પણ વધી રહ્યા છે.શરદી,ઉધરાશ,ગાળામાં ખારાશ અને તાવના કેસોમાં પણ વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.
સમગ્ર ગુજરાતમાં ઉતરી પવન ફુંકાવવાને કારણે ગુજરાતમાં હવે કોલ્ડ વેવ વરસી રહ્યો છે.ખાસ કરીને આગામી દિવસોમાં હજુ પણ પારો ગગડવાની શક્યતાઓ વધી રહી હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

તાપમાનની વાત કરવામાં આવે છે.કચ્છના નલિયામાં પારો ન્યુનતમ સપાટી પર છે. અહીં તાપમાન 4.2 ડિગ્રી જોવા મળી રહ્યું છે.તો ભુજ અને કંડલામાં પણ 10 ડિગ્રી સુધી પારો પહોંચ્યો છે.તો અમદાવાદ શહેર પણ આ કાતિલ ઠંડીના પ્રકોપથી બાકાત નથી અહીં પણ 12 ડિગ્રી સુધીનો ન્યુનતમ ઠંડીનો પારો નોંધાયો છે.

અમદાવાદ ઉપરાંત રાજ્યના પાટનગર ગાંધીનગર,વડોદરા,સુરત,સૌરાષ્ટ્રના રાજકોટ,જામનગર,અમરેલી સહિતના વિસ્તારોમાં પણ ઠંડીનો કડકડતો અનુભવ થઇ રહ્યો છે.

આગામી દિવસોમાં જો વધુ પ્રમાણમાં ઠંડી પડે તો લોકોના જનજીવન પર પણ ભારે અસર થઈ શકે છે.ઠંડીના કારણે હાલ લોકો ગરમ કપડાઓનો સહારો લઈ રહ્યા છે.છેલ્લા ત્રણ દિવસથી અચાનક જ ઠંડી વધવાને કારણે લોકો ગરમ કપડાંની ખરીદી શરૂ કરતાં ગરમ કપડાંની માર્કેટો પણ લોકોથી ઊભરી પડી છે. લોકો ગરમ કપડાંની ધૂમ ખરીદી કરી રહ્યા છે. 

Severe cold outbreak in Gujarat
Severe cold outbreak in Gujarat

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending