Connect with us

SarkariYojna

હવે એટીએમ કે UPIની ઝંઝટમાંથી મળશે મુક્તિ, ઘરે બેઠા કાઢી શકશો રૂપિયા

Published

on

SBI Doorstep Banking Service: શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમને રૂપિયાની ખૂબ જ તાતી જરૂર હોય, પરંતુ તે સમયે ન તો તમારી પાસે ATM કાર્ડ હોય અને ન તો તમારું UPI કામ કરતું હોય. આવી સ્થિતિમાં તમે પોતાને ફસાયેલા અનુભવો છો. પરંતુ આજે અમે તમારા માટે એવા સમાચાર લાવ્યા છીએ, જે આવી સ્થિતિમાં તમારા માટે મદદરૂપ સાબિત થશે. આ એક પ્રકારની બેન્કિંગ સુવિધા છે, જેમાં તમે ATM અને UPI વગર ઘરે બેઠા રૂપિયા મેળવી શકો છો. જો કે તેના માટે તમારે નાની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

એસબીઆઈની ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ (SBI Doorstep Banking Service)

હકીકતમાં, દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ડોરસ્ટેપ સર્વિસની મદદથી તમે ઘરે બેઠા રૂપિયા ઉપાડી શકો છો, તે પણ ATM અને UPI વગર. બેંકે આ યોજના ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો એટલે કે વડીલો અને દિવ્યાંગો માટે શરૂ કરી છે. બેંકો આ સુવિધાના બદલામાં ગ્રાહકો પાસેથી કેટલાક ચાર્જ વસૂલે છે. આપને જણાવી દઈએ કે ડોરસ્ટેપ સર્વિસ અંતર્ગત બેંક વિકલાંગોને એક મહિનામાં ત્રણ ટ્રાન્ઝેક્શન ફ્રી આપે છે. જ્યારે ત્રણથી વધુ ટ્રાન્ઝેક્શન માટે 75 રૂપિયા અને GST ચૂકવવો પડશે. આ ચાર્જ ફાઈનેન્શિયલ અને નોન-ફાઈનેન્શિયલ સર્વિસ માટે હોય છે.

આ યોજનાનો લાભ લેવા માટે, તમારે પહેલા SBI ડોરસ્ટેપ સર્વિસમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેના માટે તમારા મોબાઈલ ફોન પર ડોરસ્ટેપ બેન્કિંગ એપ ડાઉનલોડ કરવી પડશે. હવે એપમાં મોબાઈલ નંબર દાખલ કરો. OTP સબમિટ કર્યા પછી, નામ, ઈ – મેઈલ અને પાસવર્ડ જેવી તમારી વિગતો દાખલ કરવા જેવી ઔપચારિકતાઓ પૂર્ણ કરો. સર્વિસ માટે રજિસ્ટ્રેશન કર્યા પછી ડોરસ્ટેપ બેન્કિંગ એપ્લિકેશન તમને એક મેસેજ મોકલશે. જેમાં તમને મળેલા PIN અને અન્ય માહિતી દ્વારા લોગ ઈન કરી શકો છો.

SBI Doorstep Banking Service

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending