Connect with us

Trending

સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના

Published

on

સરકારશ્રી Sankat Mochan Kutumb Sahay Yojana અંતર્ગત ગરીબ પરિવારોને જ્યારે મુખ્ય કમાનાર વ્યક્તિ નો કુદરતી કે અકસ્માત દ્વારા  મૃત્યુ થાય ત્યારે તેમના પરિવાર  ની ઉપર બહુ જ મોટી  આફત આવી ચડે છે એવા સંજોગોમાં સરકાર દ્વારા રૂપિયા 20,000/-  ની સહાય Sankat Mochan Kutumb Sahay Yojana દ્વારા તે કુટુંબને આર્થિક સહાય કરવામાં આવે છે

લાભ કોણ લઈ શકે

ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે

આ યોજના હેઠળ કુટુંબના પરિવારને મુખ્ય કમાનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષ હોય તેમનું કુદરતી સંજોગોમાં  કે અકસ્માતને કારણે મૃત્યુ થાય

કેટલો લાભ મળી શકે

  •  કુદરતી સંજોગોને કારણે મૃત્યુ થયું હોય તો રૂપિયા ૨૦ હજારની સહાય
  •  અકસ્માતને કારણે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં પણ રૂપિયા ૨૦ હજારની સહાય
  •  રૂપિયા 20,000/-ની સહાય ડાયરેક્ટ  બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે
  • આ અગાઉ આ યોજના હેઠળ રૂપિયા 10 હજારની સહાય આપવામાં આવતી હતી તારીખ 15-2-2014 ના ઠરાવથી રકમ વધારીને રૂપિયા ૨૦,૦૦૦ કરવામાં આવી છે

લાભ કોને મળશે

  •  B.P.L. સ્કોર ૦ થી ૨૦ ના આવતા લોકો
  •  કુટુંબમાં મુખ્ય કમાનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષ હોય તેમનું મૃત્યુ, અકસ્માત કે કુદરતી સંજોગોમાં થાય ત્યારે તેમની ઉંમર  ૧૮ વર્ષ થી વધુ અને 70 વર્ષથી ઓછી હોવી જોઈએ
  •  મૃત્યુ પછીના બે વર્ષની મર્યાદામાં ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે
  •  આ યોજના હેઠળ સહાય ની પાત્રતા માટે અરજદાર ભારત સરકાર ની ગાઈડલાઈન મુજબ B.P.L. લાભાર્થી  હોવો જોઈએ
  • અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો તેઓની ગ્રામ પંચાયતમાં નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકા કે મહાનગર પાલિકા કચેરીમાં B.P.L. લાભાર્થી તરીકે નોંધાયેલા હોવા જોઈએ

લાભ ની પ્રક્રિયા

  •  અકસ્માત પામનાર વ્યક્તિ નો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ ફરિયાદ, પંચનામ ની કોપી અરજીપત્રક સાથે સામેલ કરવાની હોય છે
  •  મૃત્યુ પામનાર કુટુંબની મુખ્ય વ્યક્તિ તરીકે કોઇપણ એક જ વ્યક્તિ કે અરજદાર તરીકે અરજી કરવાની હોય છે અને કુટુંબના તમામ સભ્યો ની સંમતિ આપવી પડે છે આ સહાય કુટુંબના દરેક સભ્ય અને અલગ-અલગ મળવાપાત્ર નથી
  •  આ યોજના હેતુ માટે કુટુંબ ની વ્યાખ્યા માં પતિ પત્ની,   સગીર બાળકો, અપરણિત પુત્રીઓ અને આશ્રિત માતા પિતા નો સમાવેશ થાય છે

અરજી કેવી રીતે  કરવી 

  • શહેરી વિસ્તાર માટે જે તે વિસ્તારની પ્રાંત કચેરીમાં અરજી કરવાની રહેશે
  •  ગ્રામ પંચાયત વિસ્તાર માટે આ યોજના હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે
  •  મહાનગર પાલિકા વિસ્તાર માટે કમિશનર મહાનગરપાલિકાની કચેરી માં U.C.D. શાખામાં અરજી કરવાની રહેશે
  •  આ યોજના હેઠળ સહાય મંજુર કરવાની સત્તા ઉપરોક્ત અધિકારીશ્રીને હસ્તક છે તથા અરજી ફોર્મ પણ તેઓની કચેરીમાંથી મળી રહેશે

નીચે મુજબના પુરાવા સાથે જોડવાના રહેશે

  1.  મરણનો દાખલો
  2.  મૃત્યુ પામનાર વ્યક્તિનું જન્મનું પ્રમાણપત્ર
  3.  આધાર કાર્ડ
  4.  વારસાઈ નો દાખલો
  5.  બેંક પાસબુક
  6.   0 થી 20 સ્કોર નું B.P.L.કાર્ડ નો દાખલો

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending