Connect with us

Public Info

ગ્રામ પંચાયત ચૂંટણી: ‘ સમરસ ‘ ને કેટલી ગ્રાન્ટ ને કયા લાભ…

Published

on

ગ્રામ પંચાયત ચૂંટણી: ‘ સમરસ ‘ ને કેટલી ગ્રાન્ટ ને કયા લાભ…ગ્રામ પંચાયત ચૂંટણી અને પરિણામની પ્રક્રિયા પૂર્ણ થઈ. પરંતુ આપણા માંથી મોટાભાગનાને ખબર નહિ હોય કે ગ્રામ પંચાયત માં કેટલી ગ્રાન્ટ આવે છે અને તે ક્યાં અને કેવી રીતે વાપરવાની મંજૂરી હોય છે. આ બાબતે વિગતે બીજા લેખમાં જોઈશું પરંતુ અહીં વાત કરવી છે: જે બિનહરીફ એટલે કે સરકારી યોજનાના નામ મુજબ ‘ સમરસ ‘ પંચાયત થઈ છે એમને કયા કયા લાભ મળે છે. જાણો આગળ નીચે…

દરેક વખતે ગ્રામ પંચાયત સમરસ થાય એટલે અલગ અલગ રકમમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ ગ્રાન્ટ ફાળવણી ગામની વસ્તીને આધારે હોય છે. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જે માર્ગદર્શિકા અને ઠરાવ બહાર પાડ્યા છે તેના આધારે કેટલીક આધારભૂત માહિતી જોઈએ.

સમરસ ગ્રામ યોજના શું છે?

ગ્રામવાસીઓ એકઠા મળી પોતાનામાંથી સર્વસંમતિથી ગ્રામ પંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નકકી કરે છે. જેમાં અનેક વ્‍યકિતઓ પોતાનો હક્ક જતો કરીને સમાજ માટે પ્રેરણારૂપ આચરણ કરી ગામનું ભલુ અને વિકાસ કરવાના ઉચ્‍ચ હેતુ માટે ઉમદા અભિગમ અપનાવે છે. અને પોતાના એક પ્રતિનિધિને સરપંચ તરીકે અને ગ્રામપંચાયતના સભ્યોને મૂકે છે ત્યારે ગામ સમરસ બને છે.

ગ્રામ પંચાયત સમરસ બને પણ એમાં સામાન્ય ઉમેદવાર એટલે કે પુરુષ ઉમેદવાર હોય ત્યારે મળતાં લાભો અને ગ્રાન્ટ ની રકમ અહીં ઈમેજ માં દર્શાવ્યા પ્રમાણે હોય છે

હમણાં સુધી સતત ત્રણ વખત સમરસ થાય એમને જ ફાળવણીની રકમ જાહેર થઈ હતી હવે પછી ચોથી કે પાંચમી વારમાં શું લાભ મળશે એ અહીં ઈમેજ માં દર્શાવ્યા પ્રમાણે હોય છે.

હવે, મહિલા ઉમેદવાર હોય અને ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવે તો કેટલામી વખત કેવા લાભ મળે એ અહીં ઈમેજ માં દર્શાવ્યા પ્રમાણે હોય છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ દિન-પ્રતિદિન ખૂબ જ ખર્ચાળ થતી જાય છે અને ગ્રામ્‍ય જીવનમાં મતભેદોનું વાતાવરણ વધારે છે. આવા સંજોગોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ વ્‍યાપક સમજૂતીથી બિનહરીફ રીતે અને સર્વસંમતિથી થાય જેથી સ્‍થાનિક પ્રજા ગામના વિકાસના કામોમાં ઉમંગભેર ભાગ લે તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થાય તે જરૂરી છે.

આ પણ વાંચો : ગુજરાતી કેલેન્ડર 2022

નોંધ : સરકારી માહિતી ટીમ દ્વારા દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહે એ માટે માહિતી એપ બનાવી એક પ્રયાસ કરેલો છે . અમુક અક્ષર ગુજરાતીમાં લખવાં માં ભૂલ પડતી હોઈ છે ,માટે ભૂલ-ચૂક માફ કરજો . આ એપ અને વેબસાઈટ તમારા મિત્રો ને જરૂર શેર કરજો,આભાર સરકારી માહિતી ટીમ

જેમને વાંધો હોય એ અમને મેલ દ્વારા જાણ કરી શકે છે Email – [email protected]

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending