Connect with us

Education

ગુજરાત સરકારની RTE યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ધો.૧ માં આવનાર બાળકો એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો

Published

on

ગુજરાત સરકારની R.T.E. યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ધો.૧ માં આવનાર બાળકો કે જે બાળકની ઉમર તારીખ ૦૧/૦૬/૨૦૨૨ નાં રોજ ૫ થી ૭ વર્ષની વચ્ચે હોય તો R.T.E ની પ્રોસેસ ચાલું થયા બાદ બાળકોના વાલીઓ પોતે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી R.T.E અંતર્ગત પોતાના બાળકને પોતાની પસંદગીની શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો , યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા મેળવી શકે છે.

RTE Form 2022 Gujarat

  • ખાનગી શાળામાં પ્રવેશ માટેના RTE ફોર્મને લઇને મહત્વના સમાચાર 
  • વર્ષ 2022-23 માટેના RTE ફોર્મ 30 માર્ચથી થશે શરૂ
  • 30 માર્ચથી 11 એપ્રિલ સુધી વાલીઓ ભરી શકશે ફોર્મ
  • 26 એપ્રિલે પ્રથમ રાઉન્ડ કરશે જાહેર

R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ

૧. વિદ્યાર્થીના બે ફોટા
૨. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
૩. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૪. માતાપિતાનું આધાર કાર્ડ.
૫. બેંક પાસબુક ( બાળક/પિતા/માતા
કોઇપણનું )
૬. આવકનો દાખલો (મામલતદારનો)
૭. લાઇટબિલ , રેશનકાર્ડ
૮. પિતાનો જાતિનો દાખલો ( જો લાગું
પડતુ હોય તો )
૯. BPL કાર્ડ ( જો લાગું પડતુ હોય તો )
૧૦. જો બાળકે સરકારી આંગળવાડીમાં
૨ વર્ષ અભ્યાસ કર્યો હોય તો
આંગળવાડી નો દાખલો.
૧૧. સંતાન માં એક માત્ર દીકરી હોય તો તે
અંગેનો નગરપાલિકાનો દાખલો.

📌તારીખ 30/03/2022 થી 11/04/2022 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

નોંધ : તમામ ડોક્યુમેન્ટસ ઓનલાઇન અપલોડ કરવાનાં રહેશે

વર્ષ 2022-23 માટે શાળામાં પ્રવેશને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે, આગામી વર્ષ માએ RTE ફોર્મની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. 30મી માર્ચથી RTE માટેના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવશે અને 11 એપ્રિલ સુધી છેલ્લી અરજી કરી શકાશે. 

કઈ રીતે ભરવું ફોર્મ?
RTE માટેનું ફૉર્મ કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન ભરી શકે છે 

ફૉર્મ ભરવાની લિંક : અહીંયા ક્લિક કરો

ઓફિસિયલ નોટિફિકેશન : અહીંયા ક્લિક કરો

RTE Form 2022 Gujarat
RTE Form 2022 Gujarat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending