Connect with us

SarkariYojna

Redmiનો બ્લાસ્ટ! 108MP કેમેરા સાથે 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત

Published

on

Redmi Note 12 Pro સ્પીડ એડિશન લોન્ચ કરવામાં આવ્યું છે. Xiaomiની સબ-બ્રાન્ડ સાથેના આ સ્માર્ટફોનમાં Redmi Note 12 Pro મોડલ જેવી જ વિશિષ્ટતાઓ છે. જોકે, Redmi Note 12 Pro સ્પીડ એડિશનમાં Snapdragon 778G પ્રોસેસર આપવામાં આવ્યું છે. Redmi Note 12 Proની જેમ, તેમાં 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી છે.

રેડમી નોટ 12 પ્રો સ્પીડ એડિશનની ખાસિયતો

Android-12 આધારિત MIUI 14ને Redmi Note 12 Pro સ્પીડ એડિશનમાં આપવામાં આવ્યું છે જે ડ્યુઅલ નેનો સિમ સાથે આવે છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચની ફુલ-એચડી + OLED ફ્લેક્સિબલ ડિસ્પ્લે છે. તેનો ટચ સેમ્પલિંગ રેટ 240Hz છે.

આમાં HDR10+ ને પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. રેડમીના નવા મોડલમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 778G પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ પ્રોસેસર 12GB સુધીની રેમ સાથે આવે છે. ફોટોગ્રાફી માટે આ ફોનના બેક સાઇડમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

Redmi Note 12 Pro સ્પીડ એડિશન

તેનો પ્રાઇમરી કેમેરા 108-મેગાપિક્સલનો છે. આ સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ લેન્સ અને 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર આપવામાં આવ્યો છે. તેમાં સેલ્ફી અને વિડીયો કોલ માટે 16 મેગાપિક્સલનો કેમેરો છે.

ફોનમાં 256GB સુધીની સ્ટોરેજ આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે, તેમાં 5G, Wi-Fi 6, Bluetooth v5.2 અને USB Type-C પોર્ટ છે. આ ફોનમાં 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી છે.

રેડમી નોટ 12 પ્રો સ્પીડ એડિશનની કિંમત

Redmi Note 12 Pro સ્પીડ એડિશન હાલમાં ચીનમાં રજૂ કરવામાં આવ્યું છે. તેની કિંમત CNY 1,699 (લગભગ રૂ. 20,200) થી શરૂ થાય છે. આ કિંમત તેની 8GB રેમ અને 256GB સ્ટોરેજ માટે છે. તેને મિડનાઈટ બ્લેક, શિમર ગ્રીન અને ટાઈમ બ્લુ કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યું છે. તેની ગ્લોબલ લોન્ચ ડેટ વિશે હજુ સુધી જાણકારી સામે આવી નથી.

Redmi Note 12 Pro Speed Edition
Redmi Note 12 Pro Speed Edition

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending