SarkariYojna
રથયાત્રા લાઇવ 2022, ભગવાન જગન્નાથજીની રથયાત્રા જુઓ તમારા મોબાઈલમાં
રથયાત્રા લાઇવ 2022, આજે અષાઢી બીજ છે એટલે અમદાવાદ માં ભગવાન જગન્નાથ ની ભવ્ય રથયાત્રાનું આયોજન તો હોય જ છે, બે વર્ષના બ્રેક બાદ ફરી ભક્તિમય વાતાવરણ માં આ વર્ષે ૨૦૨૨ માં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો ઘણીબધી જગ્યાએ અને શહેરોમાં જગન્નાથની રથયાત્રા યોજાતી હોય છે, પરંતુ અમદાવાદમાં એટલી ભવ્ય રથયાત્રાનું આયોજન હોય છે કે દરેક જાણ ની ઈચ્છા હોય છે કે તેઓ એકવાર આ ભવ્ય રથયાત્રામાં પોતે જોડાય અને તેને પોતાની આંખોથી નિહાળે.
રથયાત્રા લાઇવ 2022
વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે.
ભગવાન જગન્નાથજીના રથયાત્રાની શરૂઆત ભગવાન જગન્નાથના રથ સામે સોનાની ઝાડૂ (સાવરણી) લગાવીને શરૂ થાય છે. પછી, મંત્રો અને સ્તોત્રોનો ઉચ્ચાર સાથે આ રથયાત્રા શરૂ થાય છે. ઘણા પરંપરાગત સાધનોના અવાજમાં, રથને જાડા જાડા દોરડાથી વિશાળ રથ ખેંચવામાં આવે છે. સૌપ્રથમ, બલભદ્રના રથ તાલધ્વજમાં શરૂ કરે છે તે પછી, બહેન સુભદ્રાજીનો રથ શરૂ થાય છે. અંતે, જગન્નાથજીનું રથને ખૂબજ શ્રદ્ધાપૂર્વક ભક્તો લોકો ખેંચવું શરૂ કરે છે.
આ પણ વાંચો – રથયાત્રા રૂટ રોડમેપ 2022
ભગવાન જગન્નાથજી ની રથયાત્રા લાઇવ
અમદાવાદ: ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા(Amdavad Jagannath Rathyatra 2022 ) આજે સવારે વહેલા નીકળી રહી છે. બપોર 12 વાગે ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરીને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટ(Jagannath Temple Trust) દ્વારા 13 જેટલા ગજરાજ પૂજન કરવામાં આવ્યા હતું.
સૌપ્રથમ, બલભદ્રના રથ તાલધ્વજમાં શરૂ કરે છે તે પછી, બહેન સુભદ્રાજીનો રથ શરૂ થાય છે. અંતે, જગન્નાથજીનું રથને ખૂબજ શ્રદ્ધાપૂર્વક ભક્તો લોકો ખેંચવું શરૂ કરે છે.
તમને જણાવી દઈએ કે, 2 વર્ષથી કોરોના વાયરસના કારણે ભક્તો વિના જ રથયાત્રા નીકળી હતી. જોકે, આ વર્ષે વાજતે-ગાજતે ભગવાન ભાવથી નગરવાસીઓને દર્શન આપશે. ભક્તોમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર ભગવાનના સ્વાગત માટે લોકો થનગની રહ્યા છે.
સવારે 7 વાગ્યે 5 મિનિટે રથયાત્રાનો પ્રારંભ થશે. સવારે 9 વાગ્યે રથયાત્રા મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચશે. પોણા દસ વાગ્યે રાયપુર ચકલા પહોંચશે. સાડા દસ વાગ્યે ખાડીયા ચાર રસ્તા પહોંચશે. જ્યાંથી રથયાત્રા સવારે સવા અગિયાર વાગ્યે કાલુપુર સર્કલ, 12 વાગ્યે સરસપુર મંદિર પહોંચશે. અહીં વિશ્રામ કર્યા બાદ દોઢ વાગ્યે સરસપુરથી રથયાત્રા નિજ મંદિર તરફ પરત ફરવાની શરૂઆત થશે. 2 વાગ્યે કાલુપુર સર્કલ, અઢી વાગ્યે પ્રેમ દરવાજા, સવા ત્રણ વાગ્યે દિલ્હી ચકલા, પોણા ચાર વાગ્યે શાહપુર દરવાજા, સાડા ચાર વાગ્યે આર.સી.સ્કૂલ, 5 વાગ્યે ઘી કાંટા, પોણા છ વાગ્યે પાનકોર નાકા અને સાડા છ વાગ્યે માણેકચોક થઈ રાત્રે સાડા આઠ વાગ્યે નીજ મંદિર પરત ફરશે.
આ પણ વાંચો– પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022
અમદાવાદમાં છેલ્લા 144 વર્ષથી રથયાત્રાનું આયોજન થાય છે, અને આ વખતે 145મી વખત ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે. વહેલી સવારે જમાલપુરમાં 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી રથયાત્રાનો પ્રારંભ થાય છે. એ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે.
નિજ મંદિરથી 18 કિમી નગરયાત્રા કરી ભગવાન પોતાના મોસાળ સરસપુર પહોંચશે. જ્યાં ભગવાન જગન્નાથજીનું મોસાળું કરવામાં આવશે. અહીં ભગવાન જગન્નાથ વિરામ કરશે, અને મોસાળમાં હજારો ભક્તો સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણશે. રણછોડરાયજીના મંદિરે મૂર્તિને સ્નાન કરાવવામાં આવશે… અહીં વિરામ કર્યા બાદ ભગવાન નિજ મંદિર પરત ફરશે. જ્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં ભગવાન જગન્નાથનો મહાઅભિષેક કરવામાં આવશે.
ભગવાન જગન્નાથજી પધારવાના હોય મોસાળ સરસપુરની 17 પોળમાં મહા રસોડાં તૈયાર કરાયાં છે. રથયાત્રામાં આવતા શ્રદ્ધાળુઓને અહીં ભાવથી ભોજન કરાવવામાં આવશે. આ રસોડામાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની ગઈ મોડી રાતથી જ શરૂઆત કરાઈ છે.
આ પણ વાંચો- બેંક ઓફ બરોડામાં ભરતી 2022
સરસપુરને ભગવાન જગન્નાથના મોસાળ તરીકે ઓળખવામાં આવે છે. 145 વર્ષ પહેલાં જ્યારે પહેલી રથયાત્રા નીકળી ત્યારે તે રથયાત્રામાં મોટાભાગના સાધુ સંતો જ જોડાયા હતા. રથયાત્રા જગન્નાથ ભગવાનના મંદિરેથી નીકળીને સરસપુર પહોંચી ત્યારે રણછોજીરાયના મંદિરે સાધુસંતોના ભોજન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે રણછોડરાયજીના મંદિરે જ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જ્યાં ભગવાન થોડો સમય વિરામ કરે છે. ત્યારથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું છે. અહીં ભગવાન જગન્નાથનું મામેરું પણ કાઢવામાં આવે છે.
યોજના માટેની મહત્વની લિંક્સ :
રથયાત્રા લાઇવ જોવાની લિંક | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કેટલા વાગે થશે ?
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા સવારે 7 વાગ્યે 5 મિનિટે રથયાત્રાનો પ્રારંભ થશે
ભગવાન જગન્નાથ ની રથયાત્રા ક્યા દિવસે નીકળે છે ?
અષાઢી બીજ ના દિવસે ભગવાન જગન્નાથ ની રથયાત્રા નીકળે છે

-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in