google news

રથયાત્રા રૂટ રોડમેપ 2022, અમદાવાદ પોલીસ કમિશનરે રૂટ પર નો પાર્કિંગ ઝોનનું જાહેરનામું બહાર પાડ્યું

ભગવાન શ્રી જગન્નાથ (Jagannath)ની 145મી રથયાત્રા (Rathyatra)ને લઈને રાજ્ય પોલીસે (Gujarat Police) તમામ તૈયારીઓ પૂર્ણ કરી નાખી છે. તેવામાં પહેલી જુલાઈનાં રોજ અમદાવાદમાં નીકળનારી ગુજરાતની સૌથી મોટી રથયાત્રા (Ahmedabad Rathyatra)માં રૂટ પર ટ્રાફિક ડાયવર્ઝન (Rathyatra Traffic diversion) આપવામાં આવ્યો છે. વાહનચાલકોને અને લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને અગવડતા ન પડે તે માટે વાહનોનાં ખાસ પાર્કિંગની વ્યવસ્થા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે.

રથયાત્રા રૂટ રોડમેપ 2022
રથયાત્રા રૂટ રોડમેપ 2022

અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા વહેલી સવારે 7 વાગે નિકળી જતી હોય છે, જે રથયાત્રામાં જમાલપુરથી ખમાસા, આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર ભગવાનનાં મોસાળમાં જતી હોય છે. જ્યારે પરત ફરતી વખતે સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્હી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક, દાણાપીઠથી ખમાસા થઈને જગન્નાથ મંદિરે પરત ફરતી હોય છે..તેવામાં આ રૂટ પર વાહનોની અવરજવર રથયાત્રાનાં સમયગાળા માટે બંધ રાખવામાં આવે છે.. જે રૂટને બદલે વાહનચાલકોને અન્ય રૂટ પરથી પસાર થવાનું રહેશે. આ રૂટ પર નો-પાર્કિંગ ઝોન પર જાહેર કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા રથયાત્રાનાં રૂટ પર નો પાર્કિંગ ઝોનનું જાહેરનામું બહાર પડાયું છે. પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાંથી રેલવે સ્ટેશન પહોંચવા માટે ખાસ 8 ઈ-રીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. પૂર્વ-પશ્ચિમ વિસ્તારોમાંથી રેલવે સ્ટેશન પહોંચવા માટે ખાસ 8 ઈ-રીક્ષાની વ્યવસ્થા કરાઇ છે, જેમાંથી 4 ઈ-રીક્ષા પૂર્વ સરકારી લીથ્રો પ્રેસ BRTS કેબીનથી કાલુપુર જશે. જ્યારે 4 ઈ-રીક્ષા કાલુપુર રેલવે સ્ટેશને રાખવામાં આવશે. ત્યાં જ BRTS માં ઓઢવ રિંગરોડથી રેલવે સ્ટેશનનો રૂટ ચાલુ રહેશે અને નારોલથી ગીતામંદિર થઈ કાલુપુરનો રૂટ પણ ચાલુ રહેશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા રથયાત્રાનાં રૂટ પર નો પાર્કિંગ ઝોનનું જાહેરનામું બહાર પાડ્યું છે. જોકે અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આવતા જતા મુસાફરોને અગવડતા ન પડે તે માટે શહેર પોલીસે કોર્પોરેશન સાથે મળીને AMTS-BRTS બસો અને ઈ રીક્ષાની વ્યવસ્થા કરી છે. રથયાત્રા જ્યારે પ્રેમદરવાજા તેમજ કાલુપુરથી પસાર થતી હોય ત્યારે દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલવે સ્ટેશનનો રસ્તો બંધ હોવાથી 8 AMTS બસોની વ્યવસ્થા કરાઈ છે. જે બસ દરિયાપુર દરવાજાથી ઈદગાહ ચાર રસ્તા થઈ અસારવા, ચામુંડા બ્રિજ રખિયાલ થઈ સારંગપુર ટર્મિનલ સુધી અવરજવર કરશે.

જ્યારે પશ્ચિમ અમદાવાદનાં વિસ્તારમાંથી કાલપુર રેલવે સ્ટેશન જવા માટેનાં રૂટમાં ઘુમાથી આવતા મુસાફરો સ્વામિનારાયણ કોલેજથી કાલુપુરની બસ બદલી શકશે જ્યારે RTO તરફથી આવતા મુસાફરો સ્વામિનારાયણ કોલેજથી કાલુપુરની બસ બદલી શકશે. જેથી રથયાત્રા દરમિયાન કોઈ પણ મુસાફરો અડચણ ન પડે.

  • પહેલી જુલાઈએ 145મી રથયાત્રા
  • 19 કિલોમીટરનાં રૂટ પર નિકળશે રથયાત્રા
  • ટ્રાફિક માટે રૂટ ડાયવર્ઝન
  • રેલવે સ્ટેશને આવતા મુસાફરો માટે ખાસ આયોજન
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો