Connect with us

SarkariYojna

મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આવતી કાલે ગુજરાતમાં રાજયવ્યાપી શોક, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે

Published

on

મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય ગઈકાલે મળેલી આ બેઠકમાં લેવામાં આવ્યો છે.રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે

મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આવતી કાલે ગુજરાતમાં રાજયવ્યાપી શોક જાહેર કરાયો છે. મુખ્યમંત્રીએ આ મામલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. આ સાથે સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે. તેમ મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું. 

મોરબીમાં પુલ તૂટવાની ઘટનાને લઈને સમગ્ર મોરબીમાં શોક છે. બ્રિજ તૂટવાની ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. આ ઘટનાના કારણે 134 લોકોના સ્વાસ થંભી ગયા છે. રવિવારે સાંજે મોરબીનો કેબલ બ્રિજ તૂટી જતા બ્રિજ પર રહેલા લોકો પાણીમાં પડી જતા મોત થયા છે. 

ત્યારે સીએમએ ટ્વીટ કરી જણાવ્યું કે, મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય ગઈકાલે મળેલી આ બેઠકમાં લેવામાં આવ્યો છે. આ સાથે 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.

આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓની  શાશ્વત શાંતિ માટે તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે રાજ્યભરમાં સૌ તે દિવસે શાંતિ પ્રાર્થના કરે તેવી નમ્ર અપીલ કરું છું. તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. 

મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આવતી કાલે ગુજરાતમાં રાજયવ્યાપી શોક
મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આવતી કાલે ગુજરાતમાં રાજયવ્યાપી શોક

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending