Connect with us

SarkariYojna

ઓસ્કરમાં અન્ટ્રી થનાર ગુજરાતી ફિલ્મના બાળ કલાકારનું નિધન, લોકોમાં શોક

Published

on

ઓસ્કારમાં એન્ટ્રી થનાર પ્રથમ ગુજરાતી ફિલ્મના બાળ કલાકાર રાહુલ કોળીનું 10 વર્ષની વયે નિધન થતા લોકોમાં ભારે શોક જોવા મળી રહ્યો છે. 2 ઓક્ટોબરના રોજ બાળ કલાકાર રાહુલને અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લ્યકેમિયાના કારણે અવસાન થયું છે. ફિલ્મ છેલ્લો શો માં કુલ 6 બાળ કલાકારો લેવામાં આવ્યા હતા તેમાંથી એક રાહુલ કોળીનો પણ સમાવેશ થાય છે. 

દિગ્દર્શક પાન નલિનની ગ્રામીણ ગુજરાતમાં બાળપણમાં ફિલ્મોના પ્રેમમાં પડવાની પોતાની યાદોથી પ્રેરિત, ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ડિજિટલ ક્રાંતિની વાત કરે છે. ઉપરાંત પ્રકાશ અને પડછાયાનું વિજ્ઞાન જે સેલ્યુલોઇડ ફિલ્મ પ્રોજેક્શન પાછળ રહેતી એવી ફિલ્મોના જાદુમાં ફસાયેલા નવ વર્ષના છોકરાને અનુસરે છે. સામાજિક દબાણો અને આર્થિક અનિશ્ચિતતા બંનેથી લડીને, તે “ફિલ્મ શો” માટેના તેના જુસ્સાને એક-દિમાગી નિષ્ઠા સાથે આગળ ધપાવે છે, જે તકનીકી ઉથલપાથલથી તેના સપનાને નુકસાન પહોંચાડતી વાતથી બેધ્યાન છે. આ એક અધિકૃત, ઓર્ગેનિક અને ભાવનાત્મક રીતે જોડાયેલ ડ્રામા ફિલ્મ છે જે ફિલ્મો, જમવાનું અને મિત્રોની આસપાસ ફરે છે.

કોઈ વિચારી પણ ન શકે કે જે બાળકની ફિલ્મ ઓસ્કારમાં પહોંચે તે પહેલા જ તેનુ નિધન થાય. જે દિવસે આ ફિલ્મ રિલીઝ થશે તેના આગલા દિવસે રાહુલ કોળીનું તેરમુ હશે. 14 ઓક્ટોબરે છેલ્લો શો મૂવી રિલિઝ થશે ત્યારે રાહુલના નિધનને 13 દિવસ અટલે કે તેનું તેરમું થશે. 2 ઓક્ટોબરના રોજ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયાના કારણે રાહુલ કોળીનું નિધન થયું છે. દીકરાના મોતથી કોળી પરિવારમા માતમ છવાયો છે. રાહુલના પિતા રામુ કોળી રીક્ષા ડ્રાઈવર છે. 

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending