Connect with us

SarkariYojna

મતદારો મતદાન કરવા જતી વખતે મતદાતા સ્લીપની સાથે મતદાર ઓળખપત્ર અથવા તો ચૂંટણી પંચ દ્વારા માન્ય પુરાવાઓ પૈકીનો કોઈપણ એક માન્ય પુરાવો સાથે રાખી મતદાન કરી શકશે

Published

on

મતદારો મતદાન કરવા જતી વખતે મતદાતા સ્લીપની સાથે મતદાર ઓળખપત્ર અથવા તો ચૂંટણી પંચ દ્વારા માન્ય પુરાવાઓ પૈકીનો કોઈપણ એક માન્ય પુરાવો સાથે રાખી મતદાન કરી શકશે

 વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન તા.૧ ડિસેમ્બર, ૨૦૨૨ને ગુરુવારના રોજ સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા દરમિયાન મતદાન થશે. મતદારોએ મતદાન કરવા જતી વખતે મતદાતા સ્લીપની સાથે મતદાર ઓળખપત્ર અથવા તો ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલા ૧૨ પુરાવાઓ પૈકીનો કોઈપણ એક માન્ય પુરાવો સાથે રાખી મતદાન કરી શકશે.

ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલા આ પુરાવાઓમાં  ૧. આધારકાર્ડ,૨. મનરેગા જોબકાર્ડ, ૩. બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલા ફોટો સહિતની પાસબુક, ૪. શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા હેલ્થ ઇનસ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ૫. ડ્રાઇવિંગ લાયસન્સ, ૬. પાનકાર્ડ, ૭. એન.પી.આર. હેઠળ આર.જી.આઈ. દ્વારા આપવામાં આવેલા સ્માર્ટકાર્ડ, ૮. ભારતીય પાસપોર્ટ, ૯. ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ, ૧૦. કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/ જાહેર સાહસો/ પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટો ધરાવતું ઓળખકાર્ડ, ૧૧. સંસદસભ્યશ્રી/ ધારાસભ્યશ્રી/ વિધાન પરિષદના સભ્યશ્રીને આપવામાં આવેલા અધિકૃત્ત ઓળખકાર્ડ, ૧૨. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા આપવામાં આવેલા યુનિક ડિસેબિલિટી આઈ.ડી. (UDID) કાર્ડ ઓળખ તરીકે માન્ય રહેશે. આથી, મતદારોએ મતદાન કરવા જતી વખતે તેમના પાસે આ પૂરાવાઓ પૈકી કોઈ પણ એક પુરાવો સાથે રાખી મતદાન કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ખુશખબર / સરકાર ગેરન્ટી વગર આપી રહી છે લોન, જાણો તેના વિશે વિગતવાર

voters proof to vote
proofs-approved-by-the-election-commission

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Trending