અમદાવાદ : B2C સેક્ટરમાં આર્ટિફિશિયલ ફ્લાવર ઈન્ડસ્ટ્રી પર GST વિભાગની કાર્યવાહી,અંદાજીત 2.50 કરોડની વધુની કરચોરી ઝડપાઈ
B2C સેક્ટરમાં આર્ટિફિશિયલ ફ્લાવર ઈન્ડસ્ટ્રી પર GST વિભાગની કાર્યવાહી
સ્ટેટ GST વિભાગની B2C સેક્ટરમાં આર્ટિફિશિયલ ફ્લાવર ઇન્ડસ્ટ્રી પર કાર્યવાહી અંદાજીત રૂ. ૨.૫૦ કરોડથી વધુની કરચોરી ઝડપી તા. ૦૯/૧૨/૨૦૨૪ અમદાવાદ B2C સેક્ટરમાં થતી કરચોરી એટલે કે બિલ વિનાના થતા વેચાણો અટકાવવા માટે ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ સતત કાર્યરત રહે છે.
અંદાજીત રૂ. ૨.૫૦ કરોડની વેરાચોરી
આ દિશામાં સતત લેવાતા પગલાના ભાગરૂપે વિભાગને મળેલ ચોક્કસ બાતમીને આધારે પમી ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ અમદાવાદમાં કૃત્રિમ ફૂલો અને અન્ય સુશોભન વસ્તુઓના વેપાર સાથે સંકળાયેલ કુલ ૧૧ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવેલ હતા. તપાસ દરમિયાન બિનહિસાબી વેચાણ અને બિનહિસાબી સ્ટોક જેવી ગેરરીતિઓ ધ્યાનમાં આવેલ હતી અને અંદાજીત રૂ. ૨.૫૦ કરોડની વેરાચોરી તથા અંદાજીત રૂ. ૩.૫૦ કરોડની જવાબદારી શોધી કાઢવામાં આવી છે.
વિગતવાર ચકાસણી બાદ આ રકમ વધવાની શક્યતા છે. રાજ્યના કર વિભાગ દ્વારા આ કેસમાં સરકારી આવકના રક્ષણ અને વસૂલાત માટે યોગ્ય કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.