Connect with us

SarkariYojna

કોરોનામાં ગુજરાતમાં આરોગ્ય વિભાગની શું છે તૈયારી, આરોગ્ય મંત્રીએ તૈયારીને લઈ કહી આ વાત

Published

on

કોરોનામાં ગુજરાતમાં આરોગ્ય વિભાગની શું છે તૈયારી : આરોગ્યમંત્રીએ રાજ્યની જનતાને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા લોકોને અપીલ કરી છે. આ સાથે જ તેમણે કોરોનામાં આરોગ્ય વિભાગની શું તૈયારી છે તેને લઈને પણ વિગતે જણાવ્યું હતું. 

કોરોનાની સંભવિત તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ એમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. કેબિનેટ મીટીંગ અંગે મીડિયાને સંબોધતા પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સતત ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (3T), વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી અપનાવીને તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. આવતીકાલે શુક્રવારે રાજ્યભરની વિવિધ હોસ્પિટલોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને ચકાસવા મોકડ્રીલ યોજાશે. 

મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ કોવિડ-19 અંતર્ગત સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 4 હજાર થી વધું બેડની સુવિધાઓ ઉપલબ્ઘ છે. જે 24 કલાકમાં જ કોવિડના દર્દીઓની સારવાર માટે ટ્રાન્સફર કરી શકાય તેમ છે. જેમાં 15 હજાર થી વધુ આઇ.સી.યુ., 9700 જેટલા વેન્ટિલેટર બેડનો સમાવેશ થાય છે. વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે મંત્રીએ રાજ્યની જનતાને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા લોકોને અપીલ કરી છે.

આજે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી ત્યારે કેબિનેટ બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધન કર્યું હતું ત્યારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે કામ કરવા તેમજ તહેવારોમાં અને ઉત્સવોમાં કોરોના નિયમો લાગી શકે છે તેમ સંકેત આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત કોરોનાની લહેરમાં આંશિક લોકડાઉન હતું ત્યારે કોરોનાની દહેશત જોવા મળી રહી છે ત્યારે બની શકે છે કોરોના વધતા નિયમો પણ લાગી શકે છે. 

  • કોરોના પરિસ્થિતિને પહોંચી વળવા ગુજરાત સજ્જ
  • ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 4 હજારથી વધુ બેડ ઉપલબ્ધ
  • 24 કલાકમાં જ કોવિડના દર્દીઓની સારવાર માટે ટ્રાન્સફર કરી શકાશે
  • 15 હજાર થી વધુ આઇ.સી.યુ., 9700 જેટલા વેન્ટિલેટર બેડ
  • આવતીકાલે શુક્રવારે રાજ્યભરની વિવિધ હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાશે
  • હોસ્પિટલોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને ચકાસવા મોકડ્રીલ યોજાશે
  • કોરોનાને કોવિડ ગાઈડલાઈનનુ પાલન કરવા અપીલ

–  ઋષિકેશ પટેલ , પ્રવક્તામંત્રી, ગુજરાત સરકાર

કોરોનામાં ગુજરાતમાં આરોગ્ય વિભાગની શું છે તૈયારી
કોરોનામાં ગુજરાતમાં આરોગ્ય વિભાગની શું છે તૈયારી

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending