Connect with us

SarkariYojna

પીએમ મોદી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવશે, હેલિકોપ્ટરથી થશે પુષ્પવર્ષા, જાણો આજની તૈયારી

Published

on

આજથી અમદાવાદમાં ભવ્ય રીતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ સાંજે 5 વાગે કરવામાં આવશે. જેમાં ત્રણ હેલિકોપ્ટરથી ફૂલ વરસાવવામાં આવશે.

અમદાવાદના ઓગંજ ખાતે  600 એકર જમીનમાં વિશાળ સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે. જ્યાં આજે સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સ સિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રીંગ રોડના પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને  બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.

પીએમ મોદી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવશે

ઉદઘાટન સમારોહ સાંજે 5 થી 7.30 દરમિયાન યોજાશે. ત્યાર બાદ આદથી એક મહિના સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. વડા પ્રધાન મોદી બુધવારે 600 એકરના શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યા પછી હેલિકોપ્ટર શહેર પર ગુલાબની વર્ષા થશે. મળતી વિગતો અનુસાર તેના માટે ત્રણ હેલિકોપ્ટર બુક કરવામાં આવ્યા 

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ

પીએમ મોદી અને મહંતસ્વામીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વાર પૂજન અને વિધિ સાથે આ શરૂઆત કરવામાં આવશે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ તેમજ નવા મુખ્યમંત્રી સહિત સંતો અને મંત્રીઓ ઉપસ્થિત રહેશે. દેશ-વિદેશના ભક્તો અને મહેમાનો વિશેષ હાજરી આપશે. 

ઉત્સવ સ્થળની મધ્યમાં પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી સોનેરી પ્રતિમા 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી શિલા પર સ્થાપિત કરવામાં આવી છે. જ્યાં પ્રમુખસ્વામી મહારાજના અદ્ભુત પ્રેરક પ્રસંગો પણ છે.

Image Source : www.divyabhaskar.co.in

20 હજાર રૂમનું એડવાન્સ બુકિંગ

શતાબ્દી મહોત્સવમાં સામેલ થવા માટે 1 મહિનામાં કુલ 3 લાખ જેટલા NRI આવશે. જેને લઈ અમદાવાદની તમામ ફાઇવ સ્ટાર હોટેલના 90 ટકા અને અને ફોર સ્ટાર હોટેલોના 70 ટકા જુદી જુદી કેટેગરીના રૂમ બુક થઈ ગયા છે. એટલે કે 20 હજાર રૂમનું એડવાન્સ બુકિંગ કરાવી દેવામાં આવ્યું છે. ફાઇવ સ્ટાર હોટેલોમાં પ્રથમ વખત સ્વામિનારાયણ ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં તેમના માટે હોટેલોમાં અલગથી ડાઇનિંગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

Image Source : www.divyabhaskar.co.in

હોટેલોએ અન્ય ફૂડના કાઉન્ટર સહિત કિચન 30 દિવસ માટે જુદા કર્યા

હોટેલોમાં રોકાયેલા NRI હરિભક્તોની ગુજરાતી સંસ્કૃતિ જળવાઈ રહે તેનું પણ વિશેષ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. એટલે કે તેમને વેલકમ પણ હાથમાં ફૂલ આપી કંકુથી તિલક કરી પ્રવેશ આપવામાં આવશે. ખાસ કરીને હરિભક્તોનો પોતાનો ધર્મ સચવાઈ રહે તે માટે હોટેલોએ અન્ય ફૂડના કાઉન્ટર સહિત કિચન 30 દિવસ માટે જુદા કરી દીધા છે. મહોત્સવની ક્લોઝિંગ સેરેમની માટે મોટી સંખ્યામાં એનઆરઆઈ 7થી 15 જાન્યુઆરી સુધી ઉપસ્થિત રહેશે. બીજી તરફ મહોત્સવના સ્થળ નજીકથી જલદ પદાર્થ લઈ જતાં વાહનો પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે.

Image Source : www.divyabhaskar.co.in

24 દેશના વડા આવવાના હોવાથી ચાર્ટર્ડ પ્લેનનો ટ્રાફિક વધશે

શતાબ્દી મહોત્સવમાં દેશવિદેશના ખૂણેખૂણેથી લોકો હાજરી આપશે. જ્યારે 24 દેશના પ્રધાનમંત્રીઓને આમંત્રણ આપ્યું હોવાથી એક મહિનો ચાલનારા મહોત્સવમાં તેઓ કોઈ એક દિવસે હાજરી આપશે, જેના કારણે એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાર્ટર્ડ વિમાનોની આવનજાવન રહેશે.

બીએપીએસ (બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા) દ્વારા અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. અમદાવાદના એસપી રિંગરોડ પર ઓગણજ ખાતે ૬૦૦ એકરમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર બનાવવામાં આવ્યું છે. અહીં ૧૫ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધી ભવ્ય રીતે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ૧૪ ડિસેમ્બર (બુધવાર) એ સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ નગરનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સાંજે ૫ કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. પીએમ મોદી ૫.૩૦ કલાકે સીધા એરપોર્ટથી ઓગણજ પહોંચશે. ઓગણજ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે. પીએમ મોદીના હસ્તે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. પીએમ મોદીની સાથે મહંત સ્વામી સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સાધુ સંતો પણ હાજર રહેશે.

Image Source : www.divyabhaskar.co.in

પ્રમુખ સ્વામી મહારાજ નગર માહિતી

અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર ૬૦૦ એકરમાં વિશાળ મહોત્સવ સ્થળ બનાવાયું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરી અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રેરણાત્મક પ્રદર્શન, મનોરંજક અને જ્ઞાનવર્ધક બાળનગરી, નયનરમ્ય અને રંગબેરંગી જ્યોતિ ઉદ્યાન, અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિ, લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિત અનેક આકર્ષણનો સમાવેશ કરાયો છે. બાળ નગરી પણ તૈયાર કરવામાં આવી છે. જેમા પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર પણ જાવા મળશે. બાળનગરીમાં ૬થી ૭ હજાર બાળકો એનું સંચાલન કરશે..પ્રમુખ સ્વામી નગરમાં કુલ બે સભા ગૃહ છે. પ્રમુખ સ્વામી મહારાજ સભા ગૃહ અને નારાયણ સભાગૃહ જેમા વિચાર સમારોહ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૧૫ ડિસેમ્બરે નારાયણ સભા ગૃહનું ઉદ્‌ઘાટન કરશે. સભા ગૃહમાં ૨૧ પરિષદ, ૧૪ પ્રોફેશનલ અને ૭ એકેડેમીક પરિષદો યોજાશે. મેડિકલ, જમવાની, અધ્યામિક્તાની, સ્પોર્ટ્‌સ સહિત તમામ સુવિધાઓ છે…

Image Source : www.divyabhaskar.co.in

જા કોઈ પાસે સમય ઓછો છે તો ૨૦ મિનિટમાં સાર સમજવો હોય તો એક લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આધૂનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૧ લાખ કરતાં વધુ લોકો હશે, સ્ટેજ કાર્યક્રમ થશે અને સંબોધન પણ ત્યાં થશે. ૧૫ ડિસેમ્બરે નારાયણ સભાગૃહ છે, ત્યાં ૧ હજાર લોકો સમાવી શકાય એવો સમારોહ થશે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ત્યાં ઉદઘાટન થશે, માનવ ઉત્કર્ષનું આંતરાષ્ટÙીય અધિવેશન ૧ મહિના સુધી ચાલશે. સતત સાંજે ૫ થી ૭.૩૦ દરમિયાન ૧ મહિના સુધી રોજ જુદા જુદા કાર્યક્રમ થશે. ૧૯ અને ૨૦ તારીખે ટેમ્પલ આર્કિટેકચર પર આંતરરાષ્ટÙીય પરિષદ યોજાશે. સોમપુરાઓનું સન્માન થશે.૨૧ અને ૨૨ ડિસેમ્બરે એસસી અને એસટી માટે સંતોના યોગદાન સાથે પરિષદ યોજાશે. તેમના ધર્મગુરુઓ પણ ઉપÂસ્થત રહેશે. ૨૫ મીએ હરિદ્વાર, અયોધ્યા, જમ્મુ, કન્યાકુમારી, દ્વારકા, Âત્રપુરા આસામ સહિત અલગ અલગ તીર્થ, મઠના મહાન સંતો હાજર રહેશે. દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ મહારાજ ઉપÂસ્થત રહેશે. ૨૬મીએ સ્વામી નારાયણ સંત સાહિત્ય પર સાહિત્યકારો હાજર રહેશે. ૩૧મીએ ભારતના ૧૮ સંસ્કૃત યુનિવર્સિટીથી ફઝ્ર આવશે, તમામ મોટા વિદ્વાન જેમના દર્શન માટે રાહ જાવી પડે છે એ હાજરી આપશે.

Image Source : www.divyabhaskar.co.in

૧ જાન્યુઆરીએ બાળકો અને યુવાનો ભÂક્ત સંગીતનો કાર્યક્રમ પ્રસ્તુત કરશે. ૪ જાન્યુઆરીએ ગુજરાત ડેનો કાર્યક્રમ કરાશે. ૫ મિએ મહિલા આંતરરાષ્ટÙીય કાર્યક્રમ, ૬, ૭, ૮, ૯ અને ૧૧ મીએ મિડલ ઇસ્ટનાં લોકો હાજર રહેશે. યુએસ અને કેનેડાના લોકો ૭ અને ૮મીએ. યુકે અને યુરોપના લોકો ૮મીએ, આફ્રિકા ડે ૯ મીએ ઉજવવામાં આવશે. ૧૧ મીએ એશિયા પેસિફિક ડે રહેશે. ૧૨ તારીખે અક્ષરધામ ડે, ૧૩ તારીખે સંગીત દિવસ, ૧૫ જાન્યુઆરીએ આ મહોત્સવની પૂર્ણાહુતિ થશે. ભારત અને વિદેશના તમામ પ્રસિદ્ધ લોકો હાજરી આપશે. નારી ઉત્કર્ષ મંડપમાં ૧૦ થી ૧૨ વાગ્યા દરમિયાન રોજ મહિલા સંવાદ થશે. બે કોન્ફરન્સ હોલ છે, જેમાં ૨૧ પરિષદ થશે, ૧૪ પ્રોફેશનલ અને ૭ એકેડેમીક પરિષદ થશે.આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. એક મહિના સુધી મહોત્સવનું સ્થળ ‘પ્રમુખસ્વામી મહારાજનગર’ અનેકવિધ કાર્યક્રમોથી ગુંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધાિરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહને અલગ-અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોસિએશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર રહેશે

Article & Image Source : www. divyabhaskar. co. in & Primmum Portal

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending