google news

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પ્રેસ રિલીઝ 28 ડિસેમ્બર 2022

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પ્રેસ રિલીઝ 28 ડિસેમ્બર 2022 : અમદાવાદના ઓગંજ ખાતે  600 એકર જમીનમાં વિશાળ સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે. જ્યાં આજે સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. અહીં તમને અમે રોજ ની પ્રેસ રિલીઝ અપડેટ આપતા રહીશું, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પ્રેસ રિલીઝ 28 ડિસેમ્બર 2022

 • અનેક પ્રાકૃતિક આપત્તિઓમાં નિ:સ્વાર્થ સેવા દ્વારા લાખો લોકોને નવજીવન આપનાર પરમ હિતકારી કરુણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપતાં મહાનુભાવો   
 • દેશ-વિદેશની ૪૬ જેટલી પ્રાકૃતિક દુર્ઘટનાઓમાં પ્રમુખસ્વામી મહારાજે રાહતની વણથંભી વણઝાર સર્જી  
 • ગુજરાતના અંતરિયાળ ગામડાઓથી લઈને મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને તામિલનાડુથી સુધી, અંદમાન-નિકોબારના ટાપુઓથી લઈને  નેપાળ, આફ્રિકા, અમેરિકા કે જાપાનની દુર્ઘટનાઓમાં પણ સેવાઓનો પ્રવાહ પ્રમુખસ્વામી મહારાજે વહાવ્યો 
 • દોઢ કરોડથી વધુ અસરગ્રસ્તોને ધર્મ-જાતિ-પ્રાંત-દેશના ભેદભાવ વિના રાહત આપી 
 • ૧૯૭૯-મોરબી રેલ હોનારત, ૧૯૮૭-ગુજરાત દુષ્કાળ, ૧૯૯૩-લાતૂર ભૂકંપ-મહારાષ્ટ્ર, ૨૦૦૧- ભૂકંપ, ભુજ-કચ્છ, ૨૦૦૪-સુનામી-દક્ષિણ ભારત, ૨૦૦૬-રેલ હોનારત-સુરત, ૨૦૧૩-વાવાઝોડું, ઓક્લાહોમા, અમેરિકા, ૨૦૧૩-રેલ હોનારત, ઉત્તરાખંડ, જેવી અનેક આપત્તિઓમાં સહાય આપી    
 • કોરોનાકાળમાં તેમજ યુક્રેન-રશિયા યુદ્ધમાં ફસાયેલા ભારતીયો અને અન્ય લોકોની સેવામાં મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી રાહતસેવાની ભાગીરથી વહી 
 • પ્રમુખસ્વામી મહારાજે નિઃસ્વાર્થ ભાવે સાચા દિલથી સેવા કરી છે”………મહંતસ્વામી મહારાજ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પ્રેસ રિલીઝ 28 ડિસેમ્બર 2022
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પ્રેસ રિલીઝ 28 ડિસેમ્બર 2022

પ્રમુખસ્વામી મહારાજના રાહતકાર્યોની એક અલ્પ ઝલક:

૧૯૮૭ દુષ્કાળ :

 • ૮ મહિનાથી ૧ વર્ષ સુધી કેટલકેમ્પ ચલાવ્યા 
 • ૧૦,૦૦૦ પશુઓને સાચવ્યા હતા 
 • માર્ચ ૧૯૮૮ થી મે ૧૯૮૮ એટલે કે ૩ મહિનામાં –
  • છાશ વિતરણ – ૧૯૫ કેન્દ્રોમાં ૧,૨૭,૫૭,૦૦૦ લોકોએ લાભ લીધો 
  • અનાજ વિતરણ – ૧૩ જિલ્લાઓમાં ૨,૨૩,૮૦૦ કિલો અનાજનું વિચરણ 
  • ઘાસ વિતરણ – ૩,૧૨,૯૫, ૦૦૦ કિલો
  • સુખડી વિતરણ – ૧૮,૦૦૦ કિલો 
  • શિક્ષણ સહાય – પુસ્તક વિતરણ અને ગોંડલ ગુરુકુળ ફી માફ 

૨૦૦૧ ભુજ ભૂકંપ  :

 • કુલ ૧૮ લાખ લોકોને ભોજન, ૪૫ દિવસ સુધી રોજ ૪૦,૦૦૦ લોકોને ભોજન 
 • કુલ ૪,૧૯૦ ભૂકંપગ્રસ્ત ઘરો સહિત ૧૫ દત્તક ગામોનું નિર્માણ અને પુનર્વસન 
 • કુલ ૧૫,૦૦૦ વિદ્યાર્થીઓના લાભાર્થે ૪૯ ભૂકંપગ્રસ્ત શાળાઓનું નિર્માણ 
 • કુલ ૯૧,૦૦૦ દર્દીઓની વિના મૂલ્યે વિતરણ સેવા 
 • કુલ ૪૦૯ ગામોમાં રાહત-સમગ્રીનું વિતરણ અને ૨,૫૦૦ લોકોને રોજગાર 

પ્રમુખસ્વામી મહારાજ પ્રેરિત રાહતસેવાઓના કાર્યને આગળ ધપાવતાં મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPS દ્વારા કોરોના સમયમાં અભૂતપૂર્વ રીતે હાથ ધરવામાં આવ્યું હતું. 

 • કોરોના વોરિયર્સ માટે ૧,૮૦,૦૦૦ થી વધારે પી. પી. ઇ કીટનું વિતરણ કરવામાં આવ્યું.  
 • ૨,૦૦,૦૦૦ થી વધુ ગ્રામીણ-પછાત દર્દીઓની મોબાઈલ દવાખાના દ્વારા સારવાર 
 • ૨૫૦ થી વધુ હોસ્પિટલોને દેશ-વિદેશમાં વિવિધ સ્તરે સહયોગ આપવામાં આવ્યો.
 • ૧,૦૦૦ થી વધુ હોસ્પિટલ બેડ્સનું દાન કરવામાં આવ્યું. 
 • ૫,૦૦૦ લિટરથી વધુ સેનીટાઈઝરનું દાન કરવામાં આવ્યું. 
 • તનની સાથે મન અને આત્માની તંદુરસ્તી માટે ૩૦,૦૦,૦૦૦ થી વધુ લોકોએ ઓનલાઈન સત્સંગનો લાભ મળ્યો. 
 • ૨,૫૬,૦૦૦ થી વધુ લોકોને ફોન કોલ્સ દ્વારા હૂંફ અને માર્ગદર્શન અપાયાં.
 • ૧૧,૦૦૦ થી વધુ સ્વયંસેવકોએ વિવિધ સ્તરે સેવાઓ આપી.
 • ૧૩૨ મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનની સાથે ક્રાયોજેનિક્ ટેન્કસ
 • ૭૮ લાખ લિટર કરતાં વધુ ઑક્સીજનયુક્ત સિલિન્ડર્સનું વિતરણ
 • ૧૩૦૦ કરતાં વધુ ઑક્સીજન કોન્સનટ્રેટર્સનું અનેક સ્થળોએ વિતરણ 

સંધ્યા સભા

‘સેવા દિન’ ની વિશિષ્ટ સભાનો આરંભ BAPS ના સંગીતવૃંદ દ્વારા ૪:૪૫ વાગ્યે ધૂન – કીર્તન  સાથે  થયો હતો. 

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રનું આલેખન કરનાર BAPS ના પૂ આદર્શજીવન સ્વામીએ  ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ પ્રમુખસ્વામી મહારાજના જીવનકાર્યની  ઝાંખી કરાવતાં કહ્યું,

“પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જે અક્ષરધામ વિદ્યમાન છે તે દિલ્હી અક્ષરધામની પ્રતિકૃતિ છે જે પ્રમુખસ્વામી મહારાજના જીવન કાર્યોમાં યશકલગી સમાન છે. અક્ષરધામ તે પ્રમુખસ્વામી મહારાજના કલ્યાણકારી કૌશલ્યનું પ્રતીક છે કારણ કે પ્રમુખસ્વામી મહારાજ વિશ્વકર્માસ્વરૂપ સંત હતા.

મંદિરનિર્માણમાં જોડાયેલા સોમપુરા  સમાજના મહાનુભાવોએ પણ સ્વીકાર્યું કે “અમે મંદિરનું જેવું ચિત્ર કાગળ પર દોરીએ તેવું આબેહૂબ મંદિર માત્ર પ્રમુખસ્વામી મહારાજ જ નિર્માણ કરી શકે.

પ્રમુખસ્વામી મહારાજ સમયની રીતે, ચોકસાઈની રીતે તેમજ વ્યાપની રીતે  કાર્યકુશળતા ધરાવતા હતા. નજર સાગર સામે હોય પરંતુ સાથે વહેતા ઝરણાને પણ ભૂલે નહિ એવી પ્રમુખસ્વામી મહારાજની દૃષ્ટિ હતી.

પ્રમુખસ્વામી મહારાજનો અક્ષરધામ નિર્માણનો હેતુ એ હતો કે ,”સૌનું જીવન ઘડતર થાય અને સૌને જીવન દિવ્ય બનાવવાની પ્રેરણા મળે”.

***

ત્યારબાદ ‘કરુણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક વિડિયો પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં દેશ-વિદેશમાં અનેક સ્થળોએ અસરગ્રસ્તોની વહારે દોડનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના નિ:સ્વાર્થ, કરુણાભર્યાં અનેક કાર્યોની વિશેષતા વર્ણવવામાં આવી. .  

***

આજના આમંત્રિત મહાનુભાવોમાંથી અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજના ભવ્ય-દિવ્ય જીવનને અંજલિ આપી હતી. 

જાણીતા નિર્માતા અને દિગ્દર્શક શ્રી અરવિંદ બબ્બલે જણાવ્યું,

“હું ૨૦૧૬ થી પ્રમુખસ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને આ દિવ્ય સંસ્થા સાથે જોડાયો છું અને પ્રથમ વખત હું સુરતમાં મહંતસ્વામી મહારાજને મળ્યો હતો જે અવિસ્મરણીય અનુભવ હતો, હું નિ:શબ્દ થઈ ગયો હતો, તેમની વાત્સલ્ય ભરી દૃષ્ટિથી મને તેમનામાં મારા પિતાની અનુભૂતિ થઈ અને હું એ ક્ષણને જીવનભર ભૂલી નહિ શકું.

આ પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કરીને હું આ સંસ્થા , સંતો અને હરિભકતોને દંડવત પ્રણામ કરું છું કારણકે આ અદ્ભુત નગરનું નિર્માણ બહુ જ કઠણ છે અને પ્રમુખસ્વામી મહારાજની દિવ્યશક્તિ સિવાય શક્ય નથી.” 

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના મેમ્બર શ્રી અફરોઝ અહમદે જણાવ્યું,

“ પ્રમુખસ્વામી મહારાજે નર્મદા પરિયોજના માટે અથાગ પરિશ્રમ કર્યો હતો અને તેમની નિરંતર પ્રાર્થના અને આશીર્વાદના બળે આ પરિયોજના સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

પ્રમુખસ્વામી મહારાજે આ પરિયોજનાની સફળતા બાદ સ્વહસ્તે સન્માનપત્ર લખીને મને મોકલ્યો હતો તે મેં આજે પણ સાચવીને રાખ્યો છે અને તે મારા માટે કોઈ એવોર્ડ કરતા પણ વધારે સન્માનની વાત છે.”

ગુજરાત સરકારના પૂર્વ ચીફ સેક્રેટરી શ્રી શ્રી પી. કે લહેરીએ (IAS) જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજે લાખો લોકોનું જીવન પરિવર્તન કર્યું છે અને લોકોને સદમાર્ગે વાળ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજ વિશે કઈ પણ કહેવું તે “નાના મોઢે મોટી વાત” જેવું છે પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે “રામ રાખે તેને કોણ ચાખે” તે મુજબ જીવનમાં દરેક અવસ્થા કે સુખ દુઃખ તમામનો સહર્ષ સ્વીકાર કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજને કોઈ પણ વસ્તુમાં આકર્ષણ કે આસક્તિ થાય તેવું ક્યારેય સાંભળ્યું નથી તેવા નિર્લિપ્ત પુરુષ હતા.

“વૈષ્ણવ જન નો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે” તે રીતે પ્રમુખસ્વામી મહારાજે હંમેશા બીજાના દુઃખો દૂર કરીને તેમને શાતા આપી છે.”પ્રમુખસ્વામી મહારાજે વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરીને સમાજ પર મોટો ઉપકાર કર્યો છે.

બીજેપીના વરિષ્ઠ રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ ડૉ.  શ્રી સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું,

“આજે આ સંતો અને પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કર્યા તે મારા માટે સૌભાગ્યની વાત છે.

અપેક્ષા વગર સેવા કરીએ ત્યારે સાચા અર્થમાં સમાજ સેવા થઈ શકે છે અને તેનાથી અંતર શુદ્ધિ પણ થાય છે અને પ્રમુખસ્વામી મહારાજે પણ એ જ રીતે નિઃસ્વાર્થ ભાવે સમાજ સેવા કરી છે. ભલે પ્રમુખસ્વામી મહારાજ આપણી વચ્ચે નથી પરંતુ તેમણે શીખવેલા જીવન મૂલ્યો અને આદર્શો આપણી વચ્ચે “અક્ષર” બનીને જીવનભર રહેશે. પ્રમુખસ્વામી મહારાજે સમાજને પારિવારિક મૂલ્યો શીખવ્યા છે જેનાથી સૌમાં પરિવાર ભાવનાની જ્યોત પ્રજ્વલિત થઈ છે. “વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવના ભારતીય સંસ્કૃતિ સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી અને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પણ આ જ ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં મંદિરોનું નિર્માણ કરીને માનવ ઉત્કર્ષના ધામ બનાવ્યા છે જે આવનારા લાખો વર્ષો સુધી લોકોને પ્રેરણા આપતા રહેશે.

આઝાદીનો અમૃત મહોત્સવ અને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સુભગ સમન્વય છે કારણકે પ્રમુખસ્વામી મહારાજ અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી બંનેની જીવનભાવના સેવાની છે.”

ઇંડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટના પ્રમુખ, ડૉ.  શ્રી વિનય સહસ્ત્રબુદ્ધેએ જણાવ્યું,

“દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ જેમનાથી પ્રેરણા અને માર્ગદર્શન લે  એવા પ્રમુખસ્વામી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કર્યા એ મારું સૌભાગ્ય છે. પ્રમુખસ્વામી મહારાજ નગરના સ્વયંસેવકો પોતાની પ્રતિષ્ઠા અને હોદ્દો છોડીને એક સામાન્ય સેવક બનીને શ્રદ્ધા અને સમર્પણ સાથે સેવા કાર્યમાં જોડાયા છે.બી.એ.પી.એસ સંસ્થાને વિનંતી કરું છું કે “મંદિરનું સંચાલન” કઈ રીતે કરી શકાય તેનો અભ્યાસક્રમ બહાર પાડે તો વિશ્વભરના મંદિરોનું સંચાલન સારી રીતે થઈ શકે.

બીએપીએસના મંદિરો સાંસ્કૃતિક વિકાસના કેન્દ્રો છે અને ભારતીય સંસ્કૃતિનો પરિચય વિશ્વભરના દેશોને કરાવે છે. ભારત આજે જી ૨૦ સમિટનું સંચાલન કરી રહ્યું છે ત્યારે તેનું સફળ સંચાલન કઈ રીતે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજ નગર અને આ બીએપીએસ સંસ્થા છે.

પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને મને દૃઢ વિશ્વાસ છે કે ભારતીય સંસ્કૃતિનો વારસો આવનારી સદીઓ સુધી જળવાયેલો રહેશે. પ્રમુખસ્વામી મહારાજ અને આ સંસ્થામાં ઉપભોગ શૂન્ય સ્વામિત્વ જોવા મળે છે.”

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજનું સમગ્ર જીવન સેવામય રહ્યું હતું અને શુદ્ધભાવે અને પ્રમાણિકપણે સમાજ સેવા કરતા હતા. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે, “નિઃસ્વાર્થ ભાવે સાચા દિલથી સેવા કરવાની છે”

ભગવાન રાજી થાય એ વાત મનમાં રાખીને સેવા કરવી અને પ્રમુખસ્વામી મહારાજે પણ આ જ ભક્તિભાવથી સમાજસેવાનું કાર્ય કર્યું છે. “આપણું કાર્ય ભગવાન જાણે છે એ ધ્યેય રાખીને આપણે સેવા કરવી જોઈએ”

પ્રમુખસ્વામી નગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં વિશિષ્ટ સભાનું આયોજન

BAPS મહિલાપ્રવૃતિ દ્વારા આજે ડૉ. રતનકંવર ગઢવિચરન, કુસુમ કૌલ વ્યાસ અને અમી પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ડૉ. રતનકંવર ગઢવિચરન (IAS, MBBS)  ‘સમગ્ર શિક્ષા અભિયાન’ના  સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ પૂર્વે તેઓએ  ગાંધીનગરના મ્યુનિસિપલ્ કમિશનર તરીકે, MSME ઇંડસ્ટ્રી કમિશનર તરીકે, હેલ્થ ડેપ્યુટી સેક્રેટરી તરીકે અને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે પંચમહાલ, મહિસાગર, પાટણમાં સેવાઓ બજાવી છે. 

તેમણે જણાવ્યું કે ‘ભગવાન સ્વામિનારાયણે નારી ઉત્થાનના જે બીજ 200 વર્ષ પહેલાં વાવ્યાં હતા તેના ફળ આજે મળી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જે રીતે મહિલા સ્વયંસેવકો વિવિધ જવાબદારીઓ સંભાળી રહ્યા છે તે નારી શક્તિ અને કૌશલ્યનું પ્રમાણ છે. ‘વસુધૈવ કુટુમબકમ’ ની ભાવનાથી યોજાયેલ આ મહોત્સવ સમાજમાં જરૂરી નૈતિક મૂલ્યો અને શુભ ભાવનાઓનું પ્રવર્તન કરશે. આપણે સૌએ પણ નિસ્વાર્થભાવે શક્ય એટલી સેવા કરવી જોઈએ.”

આયુનેટ હેલ્થકેર તેમજ ટ્રાન્સ  સ્ફીયર ટેકનોલોજીસના ડિરેકટર, વિમેન વિંગ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરપર્સન, ઝેસ્ટ વર્લ્ડવાઈડ કોમ્યુનિકેશન્સના માલિક અને ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી એવા  કુસુમ કૌલ વ્યાસે જણાવ્યું, “ પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ૨-3  કાર્યક્રમમાં સામેલ થવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજની આંખો ખૂબ પ્રભાવક હતી. જ્યારે હું તેમના ફોટોગ્રાફ સામે જોઉં છું ત્યારે તેમની અમી નીતરતી આંખો હ્રદય સોંસરવી ઉતરી જાય છે. એટલા માટે જ તેઓ સમગ્ર વિશ્વમાં પ્રેમ, આનંદ અને સારપ પ્રસરાવી રહ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજનું સૌથી મોટું પ્રદાન એ હતું કે તેમણે સનાતન ધર્મને જીવંત રાખ્યો છે.” અબુધાબીમાં નિર્માણાધીન BAPS હિન્દુ મંદિર ને એક ઐતિહાસિક ઘટના તરીકે તેમણે ઉલ્લેખ કર્યો હતો અને આવા સર્જનના સાક્ષી બનવા માટે અહોભાવ વ્યક્ત કર્યો હતો. 

ગાંધીનગરમાં ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અમી પટેલે જણાવ્યું પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વયંસેવિકાઓ તરીકે જોડાયેલા મહિલાઓને બિરદાવ્યા હતા. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે તેઓના સુદ્રઢ, આધ્યાત્મિક જોડાણની સ્મૃતિઓને તેમણે વાગોળી હતી.  તેમણે જણાવ્યું, “ એ યાદ રાખવું આવશ્યક છે કે ભગવાન હંમેશા આપણાં શ્રેષ્ઠ હિતમાં હોય તેવું કરે છે.” 

પ્રમુખસ્વામી  મહારાજ  નગરમાં  ૨૯  ડિસેમ્બર, ગુરુવાર ના રોજ યોજાનાર કાર્યક્રમ

સંધ્યા સભા : 

Family Unity Day: Celebrating Family Values

પારિવારિક એકતા દિન

સાંજે ૫ થી ૭:૩૦ સુધી  

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો