Connect with us

SarkariYojna

જાણવા જેવું / પીપીએફ એકાઉન્ટ હોલ્ડર તેના એકાઉન્ટને કેટલી વખત કરાવી શકે છે એક્સટેન્ડ? જાણો તેના નિયમ

Published

on

PPF Account: જો તમે નોકરી નથી કરતા, પરંતુ પીએફ એકાઉન્ટમાં રોકાણ કરવા માગો છો, તો પીપીએફ તમારા માટે રોકાણનો શાનદાર વિકલ્પ છે. આ યોજના હેઠળ તમે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ગમે ત્યાં એકાઉન્ટ ખોલાવી શકો છો.  જણાવી દઈએ કે કોઈ પણ ભારતીય નાગરિક પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકે છે

આ યોજના હેઠળ તમે 15 વર્ષ માટે તમારા રૂપિયાનું રોકાણ કરીને ભવિષ્યમાં મજબૂત રિટર્ન મેળવી શકો છો. આ યોજના હેઠળ તમને વાર્ષિક ધોરણે 7.1 ટકા રિટર્ન મળે છે. લોકોને આ સ્કીમ દ્વારા શાનદાર રિટર્ન મળે છે, આવી સ્થિતિમાં આ ખૂબ જ પોપ્યુલર સ્કીમ છે.

પીપીએફ સ્કીમ હેઠળ તમે એક સમયે 15 વર્ષ માટે રૂપિયાનું રોકાણ કરી શકો છો. તેના પછી જો તમે ઇચ્છો, તો તમે તમારી જરૂરિયાત મુજબ સ્કીમને વધારી શકો છો. આ સ્કીમ સાથે તમે એકાઉન્ટને ઓછામાં ઓછા 5 વર્ષ સુધી એક્સટેન્ડ કરી શકો છો.

જ્યારે PPF ખાતાધારકનું એકાઉન્ટ 15 વર્ષમાં મેચ્યોર થાય છે, ત્યારે તે પોતાની મરજીથી એકાઉન્ટને 5-5 વર્ષ સુધી લંબાવી શકે છે. તેના માટે તમને બે પ્રકારના વિકલ્પો મળશે.

પહેલો વિકલ્પ ઉપલબ્ધ છે કે તમે કોન્ટ્રીબ્યૂશન સાથે એકાઉન્ટને 5-5 વર્ષ માટે આગળ એક્સટેન્ડ કરી શકો છો. બીજી તરફ તમે રૂપિયા નાખ્યા વિના પણ એકાઉન્ટને આગળ વધારી શકો છો.

જો તમે કોન્ટ્રીબ્યૂશન સાથે એકાઉન્ટને લંબાવવા માગતા હોય, તો તમારે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં અરજી આપવી પડશે. તમારે આ અરજી મેચ્યોરિટીની તારીખથી 1 વર્ષની અંદર આપવાની રહેશે. તેના પછી તમે તમારું યોગદાન આપીને રોકાણ ચાલુ રાખી શકો છો.

જો તમે તમારા એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડતા નથી અને એકાઉન્ટના એક્સટેન્શન માટે કોઈ ફોર્મ સબમિટ કરતા નથી, તો તમારા એકાઉન્ટમાં જમા થયેલ રૂપિયા પર આપમેળે વ્યાજ મળે છે. આમાં તમારું કોઈ નવું યોગદાન નથી હોતું.

PPF account holder extend his account
PPF account holder extend his account

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending