SarkariYojna
ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022
ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષનાં બે સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત CNG વાહનધારકોને પણ સરકારે ખુશ કર્યા છે. સરકારે CNG અને PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો કર્યો છે. હવે CNGમાં વેટમાં ઘટાડો થવાથી ગ્રાહકોને 6થી 8 રૂપિયા જેટલો ફાયદો થશે, જ્યારે PNGમાં ગ્રાહકોને પાંચથી છ રૂપિયા જેટલો ફાયદો થશે. CNG અને PNGમાં રાહત આપવાથી સરકારને 300 કરોડનો બોજો પડશે. એ ઉપરાંત LPGમાં પણ રાહતથી સરકારને હવે કુલ 1650 કરોડનો બોજો પડશે. સરકારની જાહેરાતથી 38 લાખ LPG ધારકોને ફાયદો થશે.
આ પણ વાંચો : જો ઇ-કેવાયસી હોવા છતાં હપ્તો ન આવ્યો તો આ નંબરો પર કોલ કરો
38 લાખ જેટલી ગૃહિણીઓને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો
રાજ્ય સરકારના મંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે નાગરિકો અને ગૃહિણીઓને એક હજાર કરોડ રૂપિયા જેવી રાહત મળવાની છે, સાથે જ વર્ષમાં બે સિલિન્ડર ફ્રી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 38 લાખ જેટલી ગૃહિણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એ હેઠળ 650 કરોડ રૂપિયાની રાહત એટલે કે 1700 કરોડ રૂપિયા સુધીની રાહત સુધી જ જનતાના ઘરમાં કે ખિસ્સા સુધી પહોંચી શકે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. વેટમાં રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ગૃહિણી અને વાહનચાલકોને સીધો લાભ મળશે.
આ પણ વાંચો – PM કિસાન નો 12મો હપ્તો, ચેક કરો જમા થયો કે નહિ ?
ખેડૂતો માટે સરકાર પેકેજ જાહેર કરી શકે છે
રાજ્ય સરકાર ખેડૂતોને થયેલા નુકસાન સામે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. 600 કરોડથી વધુના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે. જુલાઈ બાદ રાજયમાં ભારે વરસાદથી થયેલા નુકસાન થયું હતુ એ મામલે રાહત પેકેજ જાહેર કરી શકે છે. 11 જિલ્લામાં નુકસાનીના સર્વે બાદ આવેલા આંકડા પ્રમાણે રાહત પેકેજ જાહેર કરાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને સાઉથ ગુજરાત ઝોનમાં સૌથી વધારે નુકસાન થયુ છે. એના માટેની સર્વેની કામગીરી ચાલી રહી હતી, જે પૂર્ણ થઇ ગઇ છે. હવે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો – મફત પ્લોટ યોજના 2022 , ફોર્મની માહિતી માટે અહીં ક્લિક કરો
PM મોદીએ દેશના 8 કરોડ ખેડૂતોને આપી દિવાળીની ભેટ
આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપતો જાહેર કર્યો છે. દેશભરના 8 કરોડ ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા જમા થયા છે. આ વખતે કેન્દ્ર સરકારે 12મા હપતા માટે 16 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. વાસ્તવમાં પીએમ મોદીએ દિલ્હીના પુસા કેમ્પસમાં આયોજિત પીએમ કિસાન સન્માન 2022 મેળાના ઉદઘાટન દરમિયાન 12મો હપતો રજૂ કર્યો હતો. વડાપ્રધાને રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળના 600 કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે યુવાનો અને કૃષિ વૈજ્ઞાનિકોને કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે મંત્ર પણ આપ્યા હતા.

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in