Connect with us

SarkariYojna

PM મોદીના માતા હીરાબાનું નિધન

Published

on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલીસવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા છે. અહીં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.અમદાવાદની યૂ.એન મહેતા હોસ્પિ.માં નિધન, છેલ્લા બે દિવસથી હતા સારવાર હેઠળ

PM મોદીના માતા હીરાબાનું નિધન
PM મોદીના માતા હીરાબાનું નિધન
  • હીરાબા શ્વાસની તકલીફને કારણે મંગળવારથી હોસ્પિટલમાં દાખલ હતાં
  • પીએમ મોદી અમદાવાદ આવી પહોંચ્યા
  • મોદીએ અંતિમ શીખ યાદ કરી-કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી
  • મોદીએ ટ્વીટ કરી કહ્યું- એક ગૌરવપૂર્ણ સદી ભગવાનનાં ચરણોમાં …

અપડેટ્સ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાયસણ પંકજભાઈના ઘરે પહોંચ્યા
  • સ્મશાન તરફ આવવા જવાના રસ્તાબંધ કરાયા
  • એસપી કક્ષાના અધિકારીઓ સહિતનો પોલીસ બંધોબસ્ત ગોઠવાયો
  • મેયર પણ પોહંચ્યા તેમણે જાતે રસ્તા સાફ કરાવ્યા
  • સામાન્ય માણસો માટે આવવા જવાની એન્ટ્રી પર પ્રતિબંધ
  • સ્માશાન સુધીનો અડધો કિમીનો રસ્તો દોરીથી બાંધી દેવામાં આવ્યો છે જેથી વચ્ચે કોઈ આવી ના શકે

આ દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી હતી.

પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું – એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

તેમણે અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની એક અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી હતી.

હીરાબાનું નિધન

Source : divyabhaskar com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending