હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેની યુટ્યુબ ચેનલ પર પવન, માવઠું, ભેજ અને ઠંડી અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હાલ મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચેનું અંતર ઘટ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પણ ઘટ્યું છે. દિવસના તાપમાનમાં પણ થોડાક અંશે ઘટાડો નોંધાયો છે. જેથી આવનારા દિવસોમાં શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો ખેડૂત મિત્રો કરી શકે તેવું હવામાન થઈ ગયું છે.
પરેશ ગૌસ્વામી આગાહી
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ૨૫,૨૬,૨૭ તારીખે ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની માહોલ જામશે, આ માવઠાની વધુ અસર રાજસ્થાન બોર્ડર લાગું વિસ્તારમાં વધુ જોવા મળશે. થરાદ, વાવ, રાધનપુર, અંબાજી, ધાનેરા, પ્રાંતિજ, તલોદ, વડાલી, ઈડર, ઇકબાલગઢ, નેનવા અસર વધુ જોવા મળશે. સાથે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે.
અરવલ્લીમાં હળવા સામાન્ય ઝાપટાં જ્યારે અમુક સેન્ટરમાં મધ્યમથી ભારે ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે. મહીસાગરમાં લુણાવાડા આસપાસનો વિસ્તારમાં મધ્યમથી ભારે ઝાપટાં પડી શકે છે. દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, જ્યારે અમદાવાદ-ગાંધીનગરમાં હળવા છૂટાછવાયા સામાન્ય ઝાપટાં પડશે. ભરૂચ, ડાંગ, વલસાડમાં સામાન્યથી મધ્યમ ઝાપટાં પડે તેવું અનુમાન છે.
કચ્છ ઘાટા વાદળોથી ઘેરાઈ જશે, ત્યાં ભારે ઝાપટાની શક્યતા નથી. સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારોમાં માવઠાનો બહુ ખતરો દેખાતો નથી.
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે પવનની ગતિ સામાન્ય રહેવાની સંભાવના છે ૧૦ થી ૧૫ કીમી પ્રતી કલાકની ઝડપે પવન ફૂંકાશે, અને પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે, ઠંડી નું જોર યથાવત રહેશે. આગામી જાન્યુઆરી મહિનામાં ૧ થી ૧૫ જાન્યુઆરી સુધી કોલ્ડ વેવનો રાઉન્ડ આવશે તેવી આગાહી કરી છે.